આ વ્યક્તિના નામે થશે અમિતાભ બચ્ચનની બધી સંપત્તિ, બિગ બી એ કરી સંપત્તિના માલિકની ઘોષણા

બોલિવુડ

હિન્દી સિનેમાના ‘શહેનશાહ’ એટલે કે અમિતાભ બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવ્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને આજે પણ ચાહકોની વચ્ચે તેનો ક્રેઝ ઓછો થયો નથી. જ્યારે પણ અમિતાભ બચ્ચનની ફિલ્મો આવે છે ત્યારે ચાહકોની વચ્ચે એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે.

રસપ્રદ વાત એ છે કે અમિતાભ બચ્ચન 79 વર્ષની ઉંમરમાં પણ દર્શકોનું મનોરંજન કરતા રહે છે. હાલના સમયમાં તે દુનિયાના સૌથી અમીર કલાકારોના લિસ્ટમાં શામેલ છે. આવી સ્થિતિમાં, તમે અંદાજ લગાવી શકો છો કે અમિતાભ બચ્ચન પાસે કરોડોની સંપત્તિ હશે. આ દરમિયાન અમિતાભ બચ્ચને પણ પોતાની સંપત્તિના માલિકની ઘોષણા કરી છે. તો ચાલો જાણીએ કોણ બનશે તેમની સંપત્તિના વારસદાર?

આ વ્યક્તિ બનશે અમિતાભ બચ્ચનની સંપત્તિના માલિક: ખરેખર અમિતાભ બચ્ચનની સંપત્તિ વિશે જ્યારે વાત થાય છે, ત્યારે સૌથી પહેલા એ જ વાત મનમાં આવે છે કે તેમનો પુત્ર અભિષેક બચ્ચન અમિતાભની સંપત્તિના માલિક બનશે. અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર પોતાની સંપત્તિના વારસદારની ઘોષણા કરી છે.

નોંધપાત્ર છે કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા કંઈકને કંઈક શેર કરતા રહે છે. તો ચાલો હવે આ સસ્પેન્સનો અંત કરીએ અને જાણીએ કે તેમણે કોને પોતાના વારસદાર જણાવ્યા છે.

તો અમિતાભ બચ્ચન કોઈ અન્યને નહીં પરંતુ પોતાના પુત્ર અભિષેક બચ્ચનને પોતાના વારસદાર જણાવ્યા. ખરેખર, તાજેતરમાં જ અભિષેકની ફિલ્મ ‘દાસવી’નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ દરમિયાન તેણે પોતાની સંપત્તિના વારસદારની પણ ઘોષણા કરી હતી અને સાથે જ તેણે ટ્રેલર જોયા પછી પુત્ર અભિષેકની એક્ટિંગની પ્રસંશા પણ કરી હતી.

આ દરમિયાન તેણે ટ્રેલર શેર કરતી વખતે પોતાના પિતા હરિવંશરાય બચ્ચનની કેટલીક લાઈન લખી હતી કે, “મારો પુત્ર, પુત્ર હોવાને કારણે મારો વારસદાર નહીં બને, જે મારો વારસદાર હશે તે મારો પુત્ર હશે! – હરિવંશરાય બચ્ચન. “અભિષેક તમે મારા વારસદાર છો- બસ કહી દીધું તો કહી દીધું.”

જણાવી દઈએ કે જેવું અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ લોકોએ જોયું તો દરેક એ રિએક્શન આપ્યું, તો સાથે જ અભિષેક બચ્ચને પણ પોતાના પિતાના ટ્વીટ પર રિએક્શન આપતા લખ્યું કે, “લવ યુ પા, હંમેશા અને હંમેશા” સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે બોલિવૂડ સેલેબ્સે પણ આ ટ્વીટ પર રિએક્શન આપ્યું હતું.

આટલા કરોડોના માલિક છે અમિતાભ બચ્ચન: વાત કરીએ અમિતાભ બચ્ચનની સંપત્તિની તો તેઓ લગભગ 2950 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. સાથે જ વર્ષ 2021 સુધીમાં, બિગ બીની કુલ સંપત્તિ લગભગ 400 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમિતાભ બચ્ચન 1 મહિનામાં 5 કરોડની કમાણી કરે છે, અને તેમની વાર્ષિક કમાણી 60 કરોડથી પણ વધુ છે.

આ ઉપરાંત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ સારી એવી કમાણી કરે છે. બિગ બી એક જાહેરાત માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે ‘કૌન બનેગા કરોડપતિ’થી પણ મોટી કમાણી કરે છે. આ ઉપરાંત મુંબઈમાં તેમની પાસે પાંચ લક્ઝરી બંગલા છે, તો ઉત્તર પ્રદેશમાં પણ તેમનું લક્ઝરી ઘર બનેલું છે. આ ઉપરાંત વિદેશમાં પણ તેની કરોડોની સંપત્તિ છે.

વાત કરીએ અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મોની તો તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્મ શાસ્ત્ર’માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી મૌની રોય પણ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત પણ અમિતાભ બચ્ચનના ખાતામાં ‘ધ ઈન્ટર્ન’, ‘ગુડબાય’, ‘ઉચાઈ’ અને ‘મેડે’ જેવી ફિલ્મો શામેલ છે.