‘કેબીસી 12’ ના પહેલા જ એપિસોડમાં અમિતાભ બચ્ચને યાદ આવ્યા સુશાંત સિંહ રાજપૂત, કહી આ મોટી વાત

मनोरञ्जन

કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ પ્રખ્યાત ટીવી શોને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. સોમવારે નવી સ્ટાઇલમાં કેબીસીની શરૂઆત થઈ. કોરોના વાયરસના કારણે આ વખતે આ શોના પ્રસારણમાં ઘણો વિલંબ થયો છે. કૌન બનેગા કરોડપતિ 12 નો પ્રથમ એપિસોડ સોમવારે પ્રસારિત થતાં જ ચાહકોએ ધમાકેદાર સ્ટાઇલમાં અમિતાભ બચ્ચનનું સ્વાગત કર્યુ. સોશિયલ મીડિયા પર, ચાહકોએ આ શોના પ્રથમ એપિસોડને લગતી ઘણી આઇકોનિક પળો શેર કરી છે.

કૌન બનેગા કરોડપતિ 12 ના પહેલા જ એપિસોડમાં અમિતાભ બચ્ચને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને જે રીતે યાદ કર્યા, જેને જોયા પછી ફરી એકવાર દર્શકોની આંખો ભિંજાઈ ગઈ છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ આજકાલ ચાલી રહી છે, જે ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે. છેલ્લા એક મહિનાથી સીબીઆઈ સાથે એનસીબી અને ઇડી પણ સુશાંતના મોતની તપાસમાં જોડાયેલા છે. જો કે, કયા સંજોગોમાં સુશાંતસિંહ રાજપૂતનું નિધન થયું, તેના વિશે હજી સુધી કંઈ પણ જાણી શકાયું નથી. આ દરમિયાન અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 12 માં સુશાંત સિંહ રાજપૂતને લગતો એક સવાલ પૂછવામાં આવ્યો છે.

આરતી જગતાપને પૂછવામાં આવ્યો આ સવાલ: આરતી જગતાપ શોમાં પ્રથમ ભાગ લેનાર બની હતી. આરતીએ 6 લાખ 40 હજાર રૂપિયા જીત્યા અને વચ્ચે જ શો છોડી દીધો. અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતની જિંદગીની છેલ્લી ફિલ્મ દિલ બેચરાથી સંબંધિત એક સવાલ તેમને પૂછ્યો હતો. બિગ બીએ આરતી જગતાપને દિલ બેચરાનું ગીત સંભળાવ્યું અને તેમને આ સવાલ કર્યો કે આ ગીત સાંભળીને તે એ જણાવે કે આ ફિલ્મ દ્વારા કઈ અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.

 

આ સવાલનો સંજના સંઘી સાચો જવાબ હતો. કેબીસી 12 ના આ પહેલા સવાલની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ ખૂબ થઈ રહી છે. સવાલ તો બિગ બીએ આરતીને પૂછ્યો, પરંતુ તે પછી તેણે લાંબો શ્વાસ લઈને સુશાંતસિંહ રાજપૂતને યાદ કર્યા. તેમણે તેમના નિધનને પીડાદાયક ગણાવ્યું. જે રીતે સુશાંત સિંહ રાજપૂતને અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 12 ના પહેલા જ એપિસોડમાં યાદ કર્યા છે તે જોઈને સોશ્યલ મીડિયા પર લોકોએ અમિતાભ બચ્ચનનો આભાર માનવાનું શરૂ કરી દીધું છે.

નામની આગળ લગાવ્યું સ્વર્ગીય: એક યુઝરે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું છે કે, “અમિતાભ બચ્ચને જ્યારે કેબીસી 12 માં દિલ બેચારાની વાત કરતા સમયે સુશાંત સિંહ રાજપૂતના નામની આગળ સ્વર્ગીય લગાવ્યું, તો દિલને ખૂબ જ દુખ લાગ્યું.” સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી બોલિવૂડના દિગ્ગજોના મૌન અંગે સતત સવાલો ઉભા થઈ રહ્યા હતા. દેશના લોકોનો જે ગુસ્સો બોલીવુડ માટે હતો તેનો શિકાર બિગ બી પણ બન્યા હતા. લોકોનું માનવું હતું કે આ ઘટના વિશે જો અમિતાભ બચ્ચને કંઇપણ કહ્યું હોત તો તેની વધુ અસર થઈ હોત, પરંતુ અમિતાભે તેમ કર્યું નહીં.

કૌન બનેગા કરોડપતિ 12 ના પ્રથમ એપિસોડમાં પહેલો સવાલ (ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ) અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવ્યો તે હતો – 2020 માં થયેલી આ ઘટનાઓને પહેલાથી પછીના ક્રમમાં મુકો. આપેલા ચાર વિકલ્પોમાં નમસ્તે ટ્રમ્પ, જનતા કર્ફ્યુ, અમ્ફાન સાયક્લોન અને ભારતમાં લોકડાઉનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.