‘મેરા દિલ યે પુકારે આજા’ પર અમિતાભ બચ્ચને પણ બનાવી રીલ, ડાન્સ જોઈને તમે પણ હસતા રહી જશો, જુવો આ વીડિયો

બોલિવુડ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી લતા મંગેશકરનું ગીત ‘મેરા દિલ યે પુકારે આજા’ ટ્રેન્ડ કરી રહ્યું છે. ખરેખર પાકિસ્તાની વીડિયો કન્ટેન્ટ ક્રિએટર આયશાએ આ ગીત પર લગ્નમાં ખૂબ જ સુંદર રીતે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો રાતોરાત વાયરલ થઈ ગયો અને તે પોતે પણ લોકપ્રિય થઈ ગઈ.

ત્યાર પછી સોશિયલ મીડિયા પર આ ગીતનો ખૂબ ક્રેઝ જોવા મળ્યો. દરેકે આ ગીત પર રીલ બનાવી. આ દરમિયાન પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનનો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ આ ગીત પર મજેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો ચાલો જોઈએ બિગ બીનો ડાન્સ.

બિગ બીની આવી સ્ટાઈલ જોઈને ખુશ થઈ ગયા ચાહકો: અમિતાભ બચ્ચનનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે તેને જોયા પછી તમે તમારા હાસ્ય પર કંટ્રોલ નહીં કરી શકો. ખરેખર, આ વિડિયો અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ સાથે જોડાયેલી એક નાની ક્લિપનો છે જેમાં ઠાકુર ભાનુ પ્રતાપ એટલે કે અમિતાભ બચ્ચન અલગ સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને કોઈએ આ વીડિયોના બેકગ્રાઉંડમાં ‘મેરા દિલ યે પુકારે આજા..’ એડિટ કર્યું. ત્યાર પછી અમિતાભ બચ્ચનના ડાન્સ સ્ટેપ્સ તેમની સાથે ઘણી હદ સુધી મેચ થયા.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ ચાહકો અલગ-અલગ રિએક્શન આપવા લાગ્યા અને લોકોએ તેને રિયલ વીડિયોથી પણ વધુ મજેદાર જણાવ્યો. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની આ ફિલ્મ વર્ષ 1999માં રિલીઝ થઈ હતી, જેમાં સાઉથની અભિનેત્રી સૌંદર્યા જોવા મળી હતી. આ ઉપરાંત અનુપમ ખેર જેવા મોટા સ્ટાર્સે પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મો: અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં તેઓ ‘KBC 14’ શો હોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તે છેલ્લે ‘ઊંચાઈ’ અને ‘બ્રહ્મશસ્ત્ર’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ફિલ્મ ઉંચાઈમાં તે બોમન ઈરાની, અનુપમ ખેર, સારિકા ઠાકુર અને નીના ગુપ્તા જેવા કલાકારો સાથે જોવા મળ્યા હતા, જ્યારે બ્રહ્મશસ્ત્રમાં તે શાહરૂખ ખાન, નાગાર્જુન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને મૌની રોય જેવા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પાસે ‘તખ્ત’, ‘મેડે’, ‘પ્રોજેક્ટ કે’ જેવી ફિલ્મો છે. ફિલ્મ પ્રોજેક્ટમાં તે જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ પણ મુખ્ય ભુમિકામાં હશે.