આ વ્યક્તિ જેના જીવન પર બનેલી છે અમિતાભ બચ્ચન ની ‘ઝુંડ’, ખૂબ જ રસપ્રદ છે તેની સ્ટોરી, જાણો તેના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો

બોલિવુડ

હિન્દી સિનેમાના ‘મહાનાયક’ કહેવાતા પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ઝુંડ’ 4 માર્ચ, શુક્રવારના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્માણ નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે જેને ચાહકો દ્વારા ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ચાહકો પણ આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

અમિતાભ બચ્ચનની આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે સતત સમાચારોમાં રહે છે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની આ ફિલ્મ રિટાયર્ડ સ્પોર્ટ્સ પ્રોફેસર વિજય બારસેના જીવન પર આધારિત છે, જેમણે ગરીબ બાળકોના જીવન પર સફર કરવાનું કામ કર્યું છે. ચાલો જાણીએ વિજય બરસે ના જીવન વિશે.

જણાવી દઈએ કે, વિજય બરસે તે સમયે હેડલાઈન્સમાં રહ્યા હતા જ્યારે તેમણે આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમના નામની ખૂબ ચર્ચા થઈ અને લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. આ જ શો દરમિયાન વિજય બરસેએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2000માં તે નાગપુરની હિસલોપ કોલેજમાં એક સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કરતા હતા.

આ દરમિયાન તેની નજર કેટલાક બાળકો પર પડી જે વરસાદમાં તૂટેલી ડોલ સાથે રમી રહ્યા હતા. તે બાળકો આ ડોલને બોલ સમજીને લાત મારી રહ્યા હતા,જેને જોઈને વિજય બરસેના મનમાં આ બાળકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાનું આખું જીવન ગરીબ બાળકોના જીવનને સુધારવામાં લગાવી દીધું.

ઈન્ટરવ્યુ દરમિયાન વિજય બરસેએ કહ્યું કે, જ્યારે તેણે ગરીબ બાળકોને ફૂટબોલ રમવા માટે બોલાવ્યા ત્યારે ઘણા બાળકો અસહજ સ્થિતિમાં હતા. તેમણે ગંદા મેલાં કપડાં પહેર્યા હતા, ધીરે-ધીરે તેમની પાસે ઘણા બાળકો આવવા લાગ્યા. ત્યાર પછી વિજયે પોતાના કેટલાક મિત્રો સાથે એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું જેમાં માત્ર ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો જ ભાગ લઈ શકતા હતા.

ત્યાર પછી, વર્ષ 2001 માં વિજય બરસેએ સ્લમ સોકરની સ્થાપના કરી જેમાં લગભગ 128 ટીમોએ ભાગ લીધો. આમિર ખાનના શોમાં, વિજય બરસેએ કહ્યું હતું કે, “મેં વિચાર્યું કે આ બાળકો રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણમાં સક્રિયરૂપે યોગદાન આપી શકે છે. એક ટીચર તરીકે તે બીજું શું આપી શકતા હતા. આ રીતે તેમણે 2002માં એક ઝુપડપટ્ટી ફુટબોલની સફરની શરૂઆત કરી.”

ધીમે ધીમે વિજય બરસેની સફર શરૂ થઈ અને તે સ્લમ સોકર ના નામથી પ્રખ્યાત થયા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાની ટીમનું નામ સ્લમ સોકર શા માટે રાખ્યું છે, તો તેમણે કહ્યું હતું કે, “હું જાણતો હતો કે તમામ ખેલાડીઓ ઝૂપડપટ્ટીમાં રહેનારા છે અને મારે માત્ર તેમના માટે કામ કરવાનું છે તેથી મારે આ નામ રાખવું જોઈએ.”

તેના થોડા દિવસો પછી જ વિજય બરસે લોકપ્રિય થઈ ગયા અને દરેક તેની સાથે જોડાવા ઈચ્છતા હતા. આટલું જ નહીં પરંતુ દરેક માતા-પિતા ઈચ્છતા હતા કે વિજય બરસે તેમના બાળકોને ટ્રેનીંગ આપે. કહેવાય છે કે શરૂઆતમાં વિજય બરસેનો સાથ કોઈએ આપ્યો ન હતો.

જ્યારે અમેરિકામાં રહેતા તેમના પુત્રએ સમાચારમાં પિતા વિશે વાંચ્યું, તો તે તરત જ તેના પિતાને મદદ કરવા ભારત આવ્યો. ત્યાર પછી તેને વર્ષ 2007માં કેપટાઉન બોલાવવામાં આવ્યા, જ્યાં તે નેલ્સન મંડેલાને મળ્યા. આ વિશે વિજય બરસેએ જણાવ્યું કે, “મને તે દિવસે મારા કામની સૌથી મોટી ઓળખ મળી, જ્યારે તેમણે મારા પર હાથ મૂક્યો અને કહ્યું – મારા પુત્ર, તમે ખૂબ સારું કામ કરી રહ્યો છે.”

જણાવી દઈએ કે, વર્ષ 2012માં વિજય બરસેને સચિન તેંડુલકર દ્વારા રિયલ હીરો એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. હવે તેમના જીવન પર અમિતાભ બચ્ચન જેવા સુપરહીરો ભુમિકા નિભાવી રહ્યા છે, આવી સ્થિતિમાં તે ફરી એકવાર ચર્ચામાં છે. હવે જોવાનું એ છે કે તેમના જીવન પર બનેલી ફિલ્મ ધમાલ કરી શકશે કે નહીં?