અમિતાભ બચ્ચનને દરેક બાબતમાં ટક્કર આપે છે તેના નાના ભાઈ અજિતાભ, જાણો તેમના વિશે વિગતવાર

બોલિવુડ

સદીના મહાનાયક અને બિગ બી તરીકે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન બોલિવૂડમાં 50 વર્ષની સફર પૂરી કરી ચુક્યા છે. બિગ બી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એકમાત્ર એવા અભિનેતા છે જે આટલા લાંબા સમય સુધી ફિલ્મોમાં એક્ટિવ રહ્યા છે અને આજે પણ તે ફિલ્મોમાં કામ કરે છે. અમિતાભ અને તેના પરિવારથી દરેક વ્યક્તિ પરિચિત હશે, પરંતુ અમિતાભના ભાઈ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. જી હા, અમિતાભના એક ભાઈ પણ છે જેનું નામ અજિતાભ બચ્ચન છે. જણાવી દઈએ કે અમિતાભ અજિતાભ કરતા 5 વર્ષ મોટા છે. ચાલો જાણીએ, અજિતાભ બચ્ચનની સંપૂર્ણ સ્ટોરી

અજિતાભને બિલકુલ પસંદ નથી લાઈમલાઈટ:

જોકે બોલિવૂડ સ્લેબ્સના ભાઈ-બહેન ઘણીવાર સોશ્યલ મીડિયાની ચર્ચામાં રહે છે, પરંતુ બિગ બીના ભાઈને લાઈમલાઈટ બિલકુલ પસંદ નથી. સદીના મહાનાયકના ભાઈ હોવા છતાં, પણ તેમને કેમેરાથી દૂર રહેવાનું પસંદ છે. જણાવી દઈએ કે અજીતાભનો મોટો બિઝનેસ છે અને તે દેશના જાણીતા બિઝનેસમેન છે. તેણે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની બિઝનેસ સ્કિલ દર્શાવી છે.અજિતાભે 15 વર્ષ સુધી લંડનમાં રહીને બિઝનેસ કર્યો. બિઝનેસ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં તેનું ઘણું નામ છે.

સોશલાઈટ રામોલા સાથે કર્યા લગ્ન:

અજિતાભના લગ્ન બિઝનેસ વુમન અને સોશલાઈટ રામોલા સાથે થયા છે. અમિતાભ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક પ્રખ્યાત અભિનેતા છે, જ્યારે તેમના ભાઈ અજિતાભ પણ બિઝનેસમાં ખૂબ જ લોકપ્રિય છે. અજિતાભને લંડન પાર્ટીઓનું ગૌરવ માનવામાં આવે છે. અજિતાભ લંડનથી ભારત વર્ષ 2007 માં પરત ફર્યા, જ્યારે તેમની માતા તેજી બચ્ચનનું અવસાન થયું હતું. જણાવી દઈએ કે અજિતાભ અને રમોલા 4 બાળકોનાં માતા-પિતા છે.

જાણો અજિતાભના પરિવાર વિશે:

અજિતાભ અને રામોલાને ત્રણ પુત્રી નીલિમા, નમ્રતા અને નૈના છે અને એક પુત્ર ભીમ છે. નૈનાએ બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર સાથે લગ્ન કર્યાં છે, જ્યારે બીજી પુત્રી નમ્રતા વ્યવસાયે એક ચિત્રકાર છે. તેના પેઇન્ટિંગ્સનું પ્રદર્શન દિલ્હી અને મુંબઇમાં ઘણી વખત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તેનો એક પુત્ર ભીમા, જે વ્યવસાયે બેંકર છે.

કમાણીની બાબતમાં પણ અમિતાભથી ઓછા નથી અજિતાભ:

અમિતાભ અને અજિતાભ બંને ઘણાં વર્ષોથી એક બીજાથી દૂર છે. જો તમે વિચારી રહ્યા છો કે બંને વચ્ચે કોઈ ઝઘડો થયો છે, તો એવું જરાય નથી. ખરેખર તે બંને પોત-પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે એક બીજા માટે સમય કાઢિ શકતા નથી. જોકે બંને ભાઈઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એવું કહેવામાં આવે છે કે બંને પરિવાર વચ્ચેનો સંબંધ પણ ખૂબ મજબૂત છે. કમાણી વિશે વાત કરોએ તો, આ કિસ્સામાં પણ અજીતાભ બિગ બી કરતા ઓછા નથી. જણાવી દઈએ કે અજીતાભે લંડનમાં રહીને ઘણા પૈસા, સંપત્તિ અને સન્માન મેળવ્યું છે.

અમિતાભના જબરા ફેન તેના ભાઈ છે:

જોકે અમિતાભ બચ્ચનના ચાહકો આખા દેશમાં છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના ભાઇ અજિતાભ અને રમોલા પણ અમિતાભની એક્ટિંગના ચાહક છે. કહેવામાં આવે છે કે અજિતાભ તેની પત્ની સાથે તેમના મોટા ભાઈ અમિતાભની દરેક ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જુએ છે. બિગ બી અભિનિત ફિલ્મ દિવારઅને શોલે અજિતાભની ફેવરિટ છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં રામોલાએ કહ્યું હતું કે જ્યારે પણ અમે અમિતાભ અને તેના પરિવારને મળીએ છીએ ત્યારે ખૂબ આનંદ કરીએ છીએ.જણાવી દઇએ કે રમોલા લંડનની ખૂબ સફળ બિઝનેસવુમન છે, તેણીને વર્ષ 2014 માં એશિયન ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી હતી.

49 thoughts on “અમિતાભ બચ્ચનને દરેક બાબતમાં ટક્કર આપે છે તેના નાના ભાઈ અજિતાભ, જાણો તેમના વિશે વિગતવાર

  1. constantly i used to read smaller posts which also clear their motive, and that isalso happening with this piece of writing which Iam reading now.

  2. Heya just wanted to give you a quick heads up and letyou know a few of the images aren’t loading correctly.I’m not sure why but I think its a linking issue. I’ve triedit in two different internet browsers and both show the same outcome.

  3. Hello there, just became alert to your blog through Google, and foundthat it’s truly informative. I am gonna watch out for brussels.I will be grateful if you continue this in future. A lot ofpeople will be benefited from your writing. Cheers!

  4. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I will come back once again since I book-marked it. Money and freedom is the greatest way to change, may you be rich and continue to guide other people.

  5. I just like the valuable info you supply in your articles.I’ll bookmark your blog and test once more herefrequently. I am reasonably certain I will be informed lots of new stuff properright here! Best of luck for the following!

  6. A motivating discussion is definitely worth comment. I do believe that you should write more about this subject, it may not be a taboo subject but generally people don’t talk about these issues. To the next! Best wishes!

  7. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I’ve really enjoyed surfing around your blog posts. After all I will be subscribing to your rss feed and I hope you write again very soon!

Leave a Reply

Your email address will not be published.