ત્રિરંગાના રંગોમાં રંગાઈ અમિતાભની દાઢી, બિગ બીએ કંઈક આ રીતે આપી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ

બોલિવુડ

આપણો દેશ આજે તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દરેક ભારતીય આજે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં છે. આઝાદી પછી ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. દરેક વ્યક્તિ એકબીજાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી રહી છે. સાથે જ હિન્દી સિનેમાના દિગ્ગ્ઝ અભિનેતા અમિતાભ બચ્ચને પણ પોતાના કરોડો ચાહકોને અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ આપી છે.

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બિગ બીએ પોતાની એક મોટી ફેન ફોલોઈંગ બનાવી છે. તે અવારનવાર કોઈને કોઈ પોસ્ટ શેર કરે છે. સોશિયલ મીડિયા પર બિગ બી ઘણો સમય પસાર કરે છે. હવે તેમણે પ્રજાસત્તાક દિવસને લઈને એક પોસ્ટ શેર કરી છે.

પોતાના તમામ ચાહકોને મેગાસ્ટારે અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ મોકલી છે. તેમણે પોતાની એક તસવીર શેર કરી છે અને તેની દાઢી ત્રિરંગાના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. આ સાથે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું છે કે, “પ્રજાસત્તાક દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ”.

સોશિયલ મીડિયા પર બિગ બીની આ તસવીર ચર્ચામાં છે. અત્યાર સુધીમાં આ તસવીરને 4 લાખ 39 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ તેના પર ચાહકો ખૂબ કમેંટ્સ પણ કરી રહ્યા છે. કપિલ શર્મા અને બિગ બીની પુત્રી શ્વેતા બચ્ચને પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. કપિલ શર્માએ કમેન્ટમાં હસતા ઇમોજી સાથે ‘હાહાહાહાહા’ લખ્યું છે. જ્યારે શ્વેતાએ હસવા વાળી ઈમોજી કમેન્ટ કરી છે.

અમિતાભ બચ્ચનની આ તસવીર તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેની આ તસવીર ખૂબ ચર્ચામાં છે. અમિતાભ તેમાં સફેદ શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ પછી અમિતાભ બચ્ચને પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી અન્ય એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેમના ઘરની બહાર ચાહકોની ભારે ભીડ એકઠી થયેલી છે અને તેઓ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમિતાભ બચ્ચનની બીજી પોસ્ટને 2 લાખ 38 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન દ્વારા શેર કરેલી બંને તસવીરો ખૂબ જૂની છે. જો કે બંને તસવીરો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેના પર ઘણી બધી લાઈક્સ મળવાની સાથે સાથે કમેન્ટ્સ પણ ખૂબ આવી રહી છે. ચાહકો પણ કમેન્ટ કરીને બિગ બીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

બિગ બીએ પણ ટ્વિટર પર આપી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા: સદીના મેગાસ્ટારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોતાના ચાહકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પણ પાઠવી છે. અમિતાભે પોતાના ટ્વિટર પર પોતાની ચાર તસવીરોનું કોલાજ શેર કર્યું છે અને ટ્વિટમાં લખ્યું છે કે, “પ્રજાસત્તાક દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ”.

અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ચેહરે’માં ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યા હતા. સાથે જ તાજેતરમાં તેના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝન સમાપ્ત થઈ છે. તમને જણાવી દઈએ કે કેબીસીના સમાપન અને વધતા કોરોના વચ્ચે બિગ બી આ દિવસોમાં પોતાના ઘર પર છે. બિગ બીની આગામી ફિલ્મોમાં રનવે 34 અને બ્રહ્માસ્ત્ર શામેલ છે. બ્રહ્માસ્ત્ર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. સાથે જ રનવે 34 વિશે અત્યારે વધુ માહિતી ઉપલબ્ધ નથી.