આ કારણે હંમેશા માટે દૂર થઈ ગયા હતા અમિતાભ-રેખા, બિગ બીના આ નિર્ણયથી તૂટી ગઈ હતી અભિનેત્રી

બોલિવુડ

‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન અને હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાની જોડી રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ, બંને જગ્યાએ ખૂબ જ પસંદ કરવામાં આવી છે. મોટા પડદા પર બંને કલાકારોએ ચારથી પાંચ ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે જ આ દરમિયાન બંને એકબીજા પર પોતાનું દિલ હારી બેઠા હતા.

રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરીના કિસ્સા કોઈથી છુપાયા નથી. લગભગ 4 દાયકા પહેલા બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા, જોકે આ કપલની લવસ્ટોરીની ચર્ચા આજે પણ થતી રહે છે. રેખા અને અમિતાભનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. બંનેનું અફેર હિન્દી સિનેમાના સૌથી વધુ ચર્ચિત અફેરમાંથી એક રહ્યું છે.

મોટા પડદા પર પહેલી વખત અમિતાભ બચ્ચન અને દિગ્ગઝ અભિનેત્રી રેખાએ ફિલ્મ ‘દો અનજાને’માં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1976માં આવી હતી. ત્યાં સુધીમાં બિગ બી હિન્દી સિનેમામાં એક મોટા સ્ટાર બની ચુક્યા હતા, જ્યારે તે દિવસોમાં રેખા બોલિવૂડમાં આવી ન હતી. રેખા અને અમિતાભની જોડીને પહેલી જ ફિલ્મથી પસંદ કરવામાં આવી હતી.

રેખા અને અમિતાભ ત્યાર પછી સતત કામ કરતા ગયા. આ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. અમિતાભ બચ્ચને વર્ષ 1973માં પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને પછી બંને બે બાળકોના માતા-પિતા બની ચુક્યા હતા. આ બધું જાણતા હોવા છતાં પણ રેખાને બિગ બી સાથે પ્રેમ થઈ ગયો હતો. સાથે જ પરિણીત હોવા છતાં પણ બિગ બી રેખા પર દિલ હારી બેઠા હતા.

અમિતાભ અને રેખાના અફેરના સમાચાર ટૂંક સમયમાં જ મીડિયાનો પણ ભાગ બની ગયા. સાથે જ બંનેના અફેરના સમાચાર જયા બચ્ચન સુધી પણ પહોંચ્યા હતા. જો કે, આ સમય દરમિયાન જયાએ ધીરજથી કામ લીધું. કારણ કે એક તરફ તેમના પતિ અમિતાભ બચ્ચન હતા તો બીજી તરફ તેમની મિત્ર રેખા હતી.

રેખા અને અમિતાભની લવ સ્ટોરી વર્ષ 1981માં પૂરી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન બંનેએ છેલ્લી વખત સાથે કામ પણ કર્યું હતું. ફિલ્મ હતી ‘સિલસિલા’. આ ફિલ્મ વર્ષ 1981માં આવી હતી. ફિલ્મમાં અમિતાભ અને રેખાની સાથે જયા બચ્ચને પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ત્યારથી લઈને આજ સુધી અમિતાભ અને રેખાએ સાથે કોઈ ફિલ્મ કરી નથી.

જ્યારે રેખા અને અમિતાભનો સંબંધ મીડિયાની હેડલાઈન્સમાં આવી ગયો અને બંનેના અફેયરની વાત અમિતાભના ઘર સુધી પહોંચી તો આ સ્થિતિમાં બિગ બીએ રેખાથી દૂર રહેવાનું અને તેની સાથે કામ ન કરવું યોગ્ય સમજ્યું. પોતાના લગ્ન જીવનને જોખમમાં જોઈને બિગ બીએ રેખા સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.

કહેવાય છે કે રેખા સાથે કામ ન કરવાના નિર્ણય વિશે બિગ બીએ તે સમયના દરેક નિર્દેશક અને નિર્માતા સાથે વાત કરી હતી. જ્યારે બિગ બીએ આ સંબંધમાં રેખા સાથે કોઈ વાતચીત કરી ન હતી, જ્યારે રેખાને અન્ય વ્યક્તિ પાસેથી ખબર પડી કે અમિતાભ તેમની સાથે કામ કરવા ઈચ્છતા નથી, ત્યારે રેખાને આ વાતથી ખૂબ જ આઘાત લાગ્યો હતો.

રેખાએ બિગ બીને પૂછ્યું કારણ, પરંતુ ન મળ્યો જવાબ: રેખાએ બિગ બી સાથે પોતાના નિર્ણય વિશે વાત કરી હતી. અમિતાભ પાસેથી રેખા આ પાછળનું કારણ જાણવા ઈચ્છતી હતી, જોકે રેખાને નિરાશા મળી હતી. બિગ બીએ અભિનેત્રીને કંઈ પણ ન જણાવ્યું અને ચુપ રહ્યા.