લગ્ન પહેલા અમિતાભ બચ્ચન એ આલિયા-રણબીરને આપી શુભેચ્છા, જાણો શું કહ્યું બિગ બી એ

બોલિવુડ

ચાહકોની સાથે-સાથે બોલિવૂડ સેલેબ્સની વચ્ચે પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને ઉત્સાહ છે. બોલિવૂડ સેલેબ્સ પણ બંનેને એક થતા જોવા ઈચ્છે છે. ગુરુવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમી-પ્રેમિકામાંથી પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. બંને લગ્નના બંધનમાં બંધાવાની ખૂબ જ નજીક છે.

જણાવી દઈએ કે આરકે હાઉસમાં રણબીર અને આલિયાના લગ્ન થવા જઈ રહ્યા છે. મહેમાનોનો જમવાડો લાગી ચુક્યો છે. બંનેના પરિવારના સભ્યો, મિત્રો અને નજીકના લોકો લગ્ન સ્થળ પર પહોંચી ચુક્યા છે. ગુરુવારે રણબીરની બારાત નીકળશે અને ગુરુવારે જ રણબીર કપૂર આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

બુધવારે આલિયા અને રણબીરની હલ્દી સેરેમની હતી. જ્યારે મહેંદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે દરેકની નજર રણબીર અને આલિયાના લગ્ન પર ટકેલી છે. અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સ આ કપલના લગ્ન પર પોતાની વાત રાખી ચૂક્યા છે, જ્યારે હવે ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચને લગ્ન પહેલા જ બંનેને શુભેચ્છા પાઠવી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે રણબીર અને આલિયા વિશે અમિતાભે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના રોમેન્ટિક ગીત ‘કેસરિયા’નો એક ટીઝર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) 

અમિતાભ બચ્ચને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેની સાથે બિગ બીએ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારી ઈશા અને શિવ ટૂંક સમયમાં જ એક ખાસ સફર શરૂ કરવા જઈ રહ્યા છે, બંનેને ખૂબ પ્રેમ, લક અને લાઈટ. ટીમ બ્રહ્માસ્ત્ર તરફથી મળેલી આ સ્પેશિયલ ગિફ્ટ સાથે ચાલો શરૂ કરીએ સેલિબ્રેશન.”

‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે અમિતાભ-આલિયા-રણબીર: જણાવી દઈએ કે આ પહેલીવાર હશે જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કોઈ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે. બંનેની આગામી ફિલ્મનું નામ ‘બ્રહ્માસ્ત્ર’ છે. આ ફિલ્મ રણબીર અને આલિયા માટે ખૂબ જ ખાસ છે. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. બંનેની સાથે તેમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે અભિનેત્રી મૌની રોય પણ જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’નું નિર્દેશન આલિયા અને રણબીરના મિત્ર અને નિર્દેશક અયાન મુખર્જીએ કર્યું છે.

કોરોનાને કારણે મુલતવી રહ્યા આલિયા-રણબીરના લગ્ન: રણબીર અને આલિયા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રણબીર અને આલિયાના ઘણા અફેર પણ રહ્યા છે, જોકે છેવટે હવે આ બંને એકબીજાના થવા જઈ રહ્યા છે. બંનેનો સંબંધ હવે પ્રેમમાંથી લગ્નમાં પરિવર્તિત થવા જઈ રહ્યો છે.

તમને માહિતી માટે જણાવી દઈએ કે રણબીર અને આલિયાના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હોત, જોકે કોરોના મહામારીના કારણે આ સ્ટાર કપલના લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા. પહેલા કપલના લગ્ન વર્ષ 2020માં થવાના હતા પરંતુ પછી કોરોનાને કારણે તારીખ આગળ વધતી રહી. હવે છેવટે બંને દૂલ્હા-દુલ્હન બની ચુક્યા છે.