આમિર ખાને ખોલ્યા પોતાના જીવનના મોટા રાજ, કહ્યું કે બાળકોને ન આપ્યો સમય અને……

બોલિવુડ

અભિનેતા આમિર ખાનને હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ હિન્દી સિનેમાના આ લોકપ્રિય સુપરસ્ટારે પોતાનો 57મો જન્મદિવસ ઉજવ્યો છે. 14 માર્ચે આમિર ખાનનો જન્મદિવસ હતો. આ ખાસ પ્રસંગ પર તેમને ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ તરફથી શુભેચ્છાઓ મળી છે.

જણાવી દઈએ કે આમિર ખાન પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આમિરે એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. જેની હાલના સમયમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે છેવટે આમિરે શું કહ્યું છે.

પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં આમિરે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે તે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન પોતાના બાળકો પર ધ્યાન આપી શક્યા નહિં. સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો છે કે તેમની પત્નીઓ રહી ચુકેલી રીના દત્તા અને કિરણ રાવને તેમણે હળવાશથી લીધી હતી.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આમિર ખાને જણાવ્યું કે, “મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેં મારી જવાબદારીઓ સારી રીતે નિભાવી નથી. જે મારા વહાલા છે, મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન છે, રીનાજી છે, મારી પહેલી પત્ની, કિરણજી છે, રીનાજીના માતા-પિતા, કિરણજીના માતા-પિતા, મારા બાળકો છે, તો આ બધા લોકો કે જે મારી ખૂબ નજીક છે”.

આગળ આમિરે કહ્યું કે, “અને હું વાત કરી રહ્યો છું 18 વર્ષની ઉંમરથી લઈને, જ્યારે હું ફિલ્મોની દુનિયામાં આવ્યો ત્યારે હું એટલો સામેલ થઈ ગયો, હું એટલું શીખવા ઈચ્છતો હતો કે કંઈક કરવા ઈચ્છતો હતો. પણ મને આજે લાગે છે કે મે તે લોકો જે મારી ખૂબ નજીક હતા, હું તેમને સમય ન આપી શક્યો.”

રીના અને કિરણને હળવાશથી લીધા: આમિરે પોતાની વાત શરૂ રાખતા કહ્યું કે, “જ્યારે મારી દીકરી નાની હતી, ત્યારે હું તેના પર ધ્યાન આપી શક્યો નહિં કારણ કે હું ફિલ્મોમાં વ્યસ્ત હતો, પરંતુ આજે તે સમય પરત નહીં આવે. મેં રીનાજી અને કિરણજીને હળવાશથી લીધા અને આ તેમની સૌથી મોટી ભૂલોમાં શામેલ છે. જ્યારે મારા પરિવારને તેમની જરૂર હતી ત્યારે હું તેમની સાથે ન હતો.”

આમિર કહે છે, “જે રીતે મારે તેમને સમય આપવો જોઈતો હતો, તે હું આપી શક્યો નહિં, જે ઘણી રીતે ખૂબ જ જરૂરી છે. તમે એમ કહી શકો કે અત્યાર સુધી હું માત્ર મારા વિશે જ વિચારતો હતો. જો કોઈ કહે કે હું મારી કારકિર્દી શરૂ કરી રહ્યો છું અને હું દિવસ-રાત કામ કરું છું, તો દરેક વ્યક્તિએ તે કરવું જ પડે છે. તમે 2-4 વર્ષ તમારી કારકિર્દી શરૂ કરવા માટે લગાવી દો છો, 5 વર્ષ સુધી તમે તમારા પરિવાર પર ધ્યાન નથી આપ્યું, કારણ કે તમે ખૂબ વ્યસ્ત હતા. સાથે જ, જો તમે 30 વર્ષ સુધી આ કરો છો, તો તે ખૂબ જ વધુ થઈ જશે.”

દારૂની લાગી ગઈ હતી લત, હવે કહ્યું- ક્યારેય હાથ નહિં લગાવું: આમિરે એ પણ જણાવ્યું કે તે ખૂબ દારૂ પીતા હતા. ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ના જણાવ્યા મુજબ, “હું તમને લોકોને ગુડ ન્યૂઝ આપવા ઈચ્છું છું. હું અવારનવાર દારૂનું સેવન કરતો હતો, પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે હું દારૂને હાથ પણ નહિં લગાવું, તે પણ આખી જિંદગી. ઘણા લોકો બે પેગ લે છે અને તેઓ ઠીક રહે છે. હું ક્યારેય એવો વ્યક્તિ નથી રહ્યો જે રોજ પીવે છે. હું ક્યારેક-ક્યારેક પીતો હતો, પરંતુ જ્યારે પણ પીવા બેસતો હતો તો ક્યારેક આખી બોટલ પૂરી કરી નાખતો હતો. મને લાગ્યું કે તે યોગ્ય ચીજ નથી.”

જણાવી દઈએ કે આમિર ટૂંક સમયમાં જ મોટા પડદા પર જોવા મળશે. તેમની આગામી ફિલ્મ કરીના કપૂર સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે જે 14 એપ્રિલે રિલીઝ થવાની છે.