માતાના જન્મદિવસ પર કંઈક આ હાલતમાં જોવા મળ્યા આમિર, ચાહકોએ કરી પ્રસંશા, કહ્યું- પુત્ર હોય તો આવો, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમામાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ખાસ ઓળખ ધરાવતા અભિનેતા આમિર ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આમિર ખાન આ ફિલ્મમાં પોતાનાથી ઉંમરમાં 16 વર્ષ નાની અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તાજેતરમાં IPL 2022ની ફાઈનલ દરમિયાન આમિર અને કરીનાની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. IPLની ફાઈનલ મેચની વચ્ચે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ટ્રેલરને દર્શકોનો મિશ્રિત રિસ્પોંસ મળ્યો છે. કેટલાકે તેની પ્રસંશા કરી તો કેટલાકને તે પસંદ ન આવ્યું.

જણાવી દઈએ કે આમિર ખાન અને કરીના કપૂર ખાનની આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું છે. આ ફિલ્મમાં આમિર અને કરીનાની સાથે દક્ષિણ ભારતીય કલાકારો નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

પોતાની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા પહેલા આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આમિરે ગયા વર્ષે તેની બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયા હતા. જો કે, બંને તેમના પુત્ર આઝાદ રાવ ખાનના કારણે મળતા રહે છે.

આમિર અને કિરણના ગયા વર્ષે છૂટાછેડા થઈ ગયા હોવા છતાં બંને અવારનવાર સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે તાજેતરમાં ફરી એક એવી તક આવી જ્યારે બંને સાથે જોવા મળ્યા. તક હતી આમિર ખાનની માતા ઝીનત હુસૈનના જન્મદિવસની. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આમિર ખાન તેની માતા ઝીનતનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gossip Keeda (@gossipkeeda)

વાયરલ વીડિયોમાં આમિર, આમિરની માતા ઝીનત હુસૈન, તેનો પુત્ર આઝાદ અને તેની એક્સ પત્ની કિરણ રાવ ઉપરાંત ઘણા નજીકના લોકો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરેક લોકો આમિરની માતા ઝીનતનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. ઝીનત મીણબત્તીઓ બુઝાવે છે અને પછી બધા તાળીઓ પાડવા લાગે છે. ત્યાર પછી આમિરની માતા કેક કટ કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે આમિર ખાનના પિતા ત્યાં નથી. આમિરના પિતાનું વર્ષો પહેલા નિધન થઈ ચુક્યું છે. આમિર પોતાની માતા ઝીનતની ખૂબ નજીક છે. આમિર પોતાની માતા ઝીનત સાથે મજબૂત અને ખાસ બોન્ડ શેર કરતા જોવા મળે છે.