ભારતના આ રાષ્ટ્રપતિના વંશજ છે આમિર ખાન, જાણો આજ સુધી શા માટે નથી કર્યું શાહરૂખ સાથે કામ

બોલિવુડ

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા, આમિર ખાન ચાહકોની વચ્ચે ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ના નામથી પણ ઓળખાય છે. આમિર ખાને હિન્દી સિનેમામાં એક મોટી અને ખાસ ઓળખ બનાવી છે. તેમણે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે જ્યારે માત્ર આઠ વર્ષના હતા, ત્યારે તે 1973માં આવેલી ફિલ્મ ‘યાદો કી બારાત’માં જોવા મળ્યા હતા.

56 વર્ષની ઉંમરમાં પણ આમિર ખાન ફિલ્મોમાં એક્ટિવ છે. તેમનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન હતું. આમિર ખાનને શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો. આમિર ખાને મુખ્ય અભિનેતા તરીકે હિન્દી સિનેમામાં વર્ષ 1988માં પ્રવેશ કર્યો હતો.

આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ હતી. તેની પહેલી જ ફિલ્મ હિટ રહી હતી. તેના માટે તેમને બેસ્ટ ડેબ્યુ મેલ આર્ટિસ્ટનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આમિર ખાન અત્યાર સુધીમાં ઘણી સુંદર ફિલ્મો આપી ચુક્યા છે. તે વર્ષમાં એક જ ફિલ્મમાં કામ કરવા માટે જાણીતા છે. આમિર માત્ર અભિનેતા જ નથી પરંતુ તે પ્રોડ્યૂસર, ડિરેક્ટર, રાઈટર અને પ્રોડક્શંસના સંસ્થાપક-માલિક પણ છે.

આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે આમિર ખાનના પરિવારનો એક સભ્ય ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને તેના પરિવારનો એક સભ્ય આપણા દેશના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. આમિર ખાન ફ્રીડમ ફાઈટર અને ફિલોસોફર મૌલાના અબુલ કલામ આઝાદના ગ્રેટ ગ્રાંડ નેફ્યૂ લાગે છે. મૌલાના અબુલ કલામ સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણ મંત્રી પણ હતા.

સાથે જ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુકેલા ઝાકિર હુસૈન પણ આમિર ખાનના સંબંધી હતા. ઝાકિર 13 મે 1967 થી લઈને 3 મે 1969 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. જણાવી દઈએ કે ઝાકિર હુસૈન સાત ભાઈઓમાંથી બીજા નંબરના હતા. તેમાંથી એક પરિવારના વંશજ આમિર ખાન છે.

આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પાંચ વખત રાજ્યસભાની સભ્ય રહી ચૂકેલી નજમા હેપતુલ્લા આમિરની બીજી કઝિન લાગે છે. આ ઉપરાંત આમિર ખાનના જીવન સાથે જોડાયેલા અન્ય ઘણા રસપ્રદ તથ્યો છે. જણાવી દઈએ કે આમિર અને શાહરૂખ ખાને ક્યારેય મોટા પડદા પર સાથે કામ નથી કર્યું.

આમિરને બોલિવૂડમાં 34 વર્ષ અને શાહરૂખને 30 વર્ષ થઈ ગયા છે પરંતુ બંનેએ ‘પહેલા નશા’ ફિલ્મમાં માત્ર કેમિયો કર્યો છે. આ ઉપરાંત કોઈ ફિલ્મમાં બંનેએ સાથે કામ નથી કર્યું. બંને વચ્ચેના સંબંધો હવે સારા છે પરંતુ બંને એકબીજાના દુશ્મન પણ રહી ચુક્યા છે.

એકવાર પોતાના એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને આમિર વિશે વાત કરતા કહ્યું હતું કે, “અમે ઘણા વર્ષોથી કામ વિશે કોઈ વાત નથી કરી. અમે પહેલા પણ એકબીજાને પર્સનલી મળતા હતા. આ તો મીડિયા છે જેને અમે આજે એકસાથે જોવા મળીએ છીએ. ખરેખર આ ખૂબ જ અજીબ વાત છે કે અમે મળીએ છીએ અને લોકોને ખબર પડે છે.” આમિરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે જે એપ્રિલ 2022માં રિલીઝ થશે.