જાણો શા માટે 12 દિવસ સુધી નાહયા ન હતા આમિર ખાન, આ સીન માટે ખાધી હતી ન નાહવાની કસમ

બોલિવુડ

બોલિવૂડ પર ત્રણ ખાન રાજ કરે છે. તેમાંથી એક ખાન છે જેને પરફેક્ટ કહેવામાં આવે છે તે છે આમિર ખાન. તેમને દરેક ફિલ્મના દરેક સીનને પરફેક્ટ કરવાનો જુસ્સો છે. આ કારણથી તે ફિલ્મના રોલ મુજબ પોતાને ઢાળે છે. ફિલ્મ હિટ થાય કે ફ્લોપ, તે પોતાના સો ટકા આપવાનો પ્રયત્ન કરે છે.

આ કારણથી આમિર ખાનને ફિલ્મના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. જોકે તેમના પરફેક્શન સાથે જોડાયેલા ઘણા કિસ્સા બોલિવૂડમાં પ્રખ્યાત છે. આ બધામાં 12 દિવસ સુધી ન નાહવાનો કિસ્સો પણ ખૂબ પ્રખ્યાત છે. માત્ર એક સીન માટે તેમણે ન નહાવાની કસમ ખાધી હતી. ચાલો તમને જણાવીએ તે કિસ્સા વિશે.

દમદાર એક્ટિંગના દમ પર છે નંબર 1: આમિર ખાન પોતાની દમદાર એક્ટિંગના દમ પર જ બોલિવૂડ પર રાજ કરે છે. કોઈ પણ સીન હોય, તે પરફેક્ટ રહે છે અને આખી ફિલ્મને પણ પરફેક્ટ બનાવે છે. માત્ર થોડી ફિલ્મો કરનાર આમિર દિવસ-રાત મહેનત કરીને પોતાને તે રોલમાં ઢાળવાનો પ્રયત્ન કરે છે જેને તેમણે પસંદ કર્યો છે. તેનું ઉદાહરણ ઘણી ફિલ્મોમાં પણ જોવા મળે છે.

દંગલ ફિલ્મ માટે તેમણે પોતાનું વજન વધાર્યું હતું. સાથે જ ફિલ્મ 3 ઇડિયટ્સ ફિલ્મમાં, તે 20 વર્ષના છોકરાના પાત્રમાં ખૂબ જ દૂબળા-પાતળા જોવા મળ્યા હતા. ફિલ્મ પીકેની વાત કરીએ તો અહીં પણ તેઓ તે રંગમાં રંગાઈ ગયા. તેવી જ રીતે ફિલ્મ ગજની માટે તેમણે પોતાની ખતરનાક બોડી બનાવી હતી, ત્યાર પછી તે ખૂબ જ હેંડસમ જોવા મળી રહ્યા હતા.

આ ફિલ્મ માટે 12 દિવસ સુધી નાહ્યા ન હતા: હવે તમે વિચારી રહ્યા હશો કે તે કઈ ફિલ્મ હતી જેના માટે આમિર ખાન 12 દિવસ સુધી નાહ્યા ન હતા. તે ફિલ્મ ગુલામ હતી જે વર્ષ 1998માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની હીરોઈન રાની મુખર્જી હતી. તેમનો ન નાહવાનો કિસ્સો આ ફિલ્મ સાથે જોડાયેલો છે, જેને જાણ્યા પછી દરેક લોકો આશ્ચર્યચકિત જરૂર થઈ જાય છે.

ફિલ્મમાં એક સીન હતો જેના માટે તેમણે કસમ ખાધી હતી કે તે સ્નાન નહીં કરે. ખરેખર, આ ફિલ્મનો છેલ્લો સીન એટલે કે ક્લાઈમેક્સ શૂટ થવાનો હતો. આ ફિલ્મમાં શરદ સક્સેના વિલન બન્યા હતા જેમની આમિર ખાને પીટાઈ કરવાની હતી. આ દરમિયાન આમિરના ચહેરા પર ખૂબ ગંદકી લાગી જાય છે. જો કે સીન પૂર્ણ થઈ શક્યો નહિં.

પછી આમિર એ બતાવ્યું શા માટે કહે છે મિસ્ટર પરફેક્ટ્નિસ્ટ: આમિરનો ક્લાઈમેક્સ સીન પૂરો થઈ શક્યો નહિં. હવે શૂટિંગ પછી મેકઅપ દૂર કરવાનો સમય હતો. આમિર જાણતા હતા કે જો મેકઅપ હટ્યો તો ચહેરા પરની ગંદકી પણ દૂર થઈ જશે.પછી ઈચ્છીને પણ તે લુક તેમને પરત નહિં મળે જે શૂટ સમાપ્ત થતા પહેલા મળ્યો હતો. આ કારણોસર તેમણે સીન શૂટ ન થવા સુધી ન નાહવાની કસમ ખાધી હતી.

આ ફિલ્મમાં ટ્રેનની સામે ભાગવાનો સીન પણ તેમણે પોતે જ કર્યો હતો. જો કે, ત્યાર પછી તે ખૂબ જ ડરી ગયા હતા કારણ કે થોડી ભૂલથી અકસ્માત થઈ શકતો હતો. ત્યાર પછી તેમણે ફરીથી આવા સીન ન કરવાની કસમ ખાધી હતી. હાલમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવાની છે. તેની દર્શકો ખૂબ રાહ જોઈ રહ્યા છે.