18 કરોડનું ઘર અને 15 કરોડની કાર, આટલા અમીર છે આમિર ખાન, આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે આમિર ખાન

બોલિવુડ

માત્ર આઠ વર્ષની ઉંમરમાં મોટા પડદા પર એક બાળ કલાકાર તરીકે કામ કરનાર લોકપ્રિય અભિનેતા આમિર ખાન આજે (14 માર્ચ) પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રખ્યાત પ્રોડ્યૂસર-ડિરેક્ટર તાહિર હુસૈન અને ઝીનત હુસૈનના ઘરે આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો.

પિતા પ્રોડ્યૂસર અને ડિરેકટર હોવાને કારણે આમિરને પણ શરૂઆતથી જ ફિલ્મી દુનિયામાં જવાનો શોખ હતો. તેમણે મોટા થઈને આ સપનું પૂર્ણ નથી કર્યું પરંતુ જ્યારે તે ખૂબ નાના હતા ત્યારે પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આમિરે માત્ર આઠ વર્ષની ઉંમરમાં જ ફિલ્મમાં કામ કર્યું હતું. બાળ કલાકાર તરીકે તેમની પહેલી ફિલ્મ ‘યાદો કી બારાત’ હતી.

આમિરે ત્યાર પછી બાળ કલાકાર તરીકે હોલી અને મદહોશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમિરે મુખ્ય અભિનેતા તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં કરી હતી. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ આવી હતી.

આમિર ખાનની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યાર પછી અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. પોતાની 34 વર્ષની કારકિર્દીમાં લગભગ 61 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આમિર ખાને રાજા હિન્દુસ્તાની, દંગલ, ગજની, 3 ઈડિયટ્સ, પીકે, ધૂમ 3, લગાન જેવી સુંદર અને યાદગાર ફિલ્મો આપી છે.

નોંધપાત્ર છે કે આમિર ખાન એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે જ એક લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર પણ છે. આમિર ખાન વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરવા માટે જાણીતા છે, જો કે તે એક જ ફિલ્મમાં સંપૂર્ણ જાન આપી દે છે. તેમની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુવે છે અને તેમની ફિલ્મ જોરદાર પ્રદર્શન કરે છે.

આમિર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. કોરોના મહામારી પછી આમિરની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં હવે તે ‘લાલ સિંહ ચઢ્ઢા’ થી પૂરો ફાયદો ઉઠાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે કરીના કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મ બરાબર એક મહિના પછી 14 એપ્રિલે રિલીઝ થશે.

જણાવી દઈએ કે આમિરને હિન્દી સિનેમામાં કામ કરતા 34 વર્ષનો સમય થઈ ગયો છે. આ 34 વર્ષમાં તેમણે ખૂબ નામ કમાવવાની સાથે સાથે ખૂબ પૈસા પણ કમાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે એક ફિલ્મ માટે લગભગ 50 થી 60 કરોડ રૂપિયાની મોટી ફી લે છે. સાથે જ તેમની કુલ સંપત્તિ 1562 કરોડ રૂપિયા છે. તે હિન્દી સિનેમાના સૌથી અમીર અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે.

આમિરની કમાણીનું માધ્યમ ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સાથે જ જાહેરાતો વગેરે પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે એક જાહેરાત માટે 10-12 કરોડ રૂપિયા લે છે.

18 કરોડનું ઘર: આમિર ખાને મુંબઈમાં પોતાનું લક્ઝરી અને સુંદર ઘર બનાવ્યું છે. જણાવી દઈએ કે આમિરનું ઘર મુંબઈમાં પોશ વિસ્તારમાં બનેલું છે. તેમનું ઘર અંદરથી અને બહારથી ખૂબ જ સુંદર દેખાય છે. કહેવાય છે કે આમિરના આ ઘરની કિંમત 18 કરોડ રૂપિયા છે.

આમિરનું કાર કલેક્શન: આમિર ખાન ઘણી લક્ઝરી અને મોંઘી કારના માલિક છે. મળતી માહિતી મુજબ, આમિરના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ રોયસ, ફોર્ડ જેવી મોંઘી કાર છે. કહેવાય છે કે આમિરની આ તમામ કારની કુલ કિંમત 15 કરોડ રૂપિયા છે.