આમિર ખાનના ભાઈ ફૈઝલ બોલીવુડમાં આ ફિલ્મ સાથે કરવા જઈ રહ્યા છે કમબેક, ફિલ્મ મેલામાં મચાવી હતી ધૂમ

બોલિવુડ

હિન્દી સિનેમામાં સુપરસ્ટાર આમિર ખાને ખૂબ નામ કમાવ્યું છે. તે છેલ્લા 33 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને આ વર્ષોમાં તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આમિર ખાન ખાન તિકડીમાંથી એક છે. તેની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુવે છે. ભારતમાં જ નહિં પરંતુ તેને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે.

આમિર ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1986 માં ફિલ્મ ‘કયામત સે કયામત તક’ થી કરી હતી. આ ફિલ્મમાં તેની હિરોઈન જુહી ચાવલા હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ત્યારથી લઈને આજ સુધી આમિરે હિન્દી સિનેમામાં સુંદર કામ કર્યું છે. સાથે જ ફિલ્મોમાં આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પણ પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ તે આમિરની જેમ સફળ થઈ શક્યો નહીં.

જણાવી દઈએ કે આમિર ખાનના જે ભાઈની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ ફૈઝલ ખાન છે. ફૈઝલ ખાન, આમિર ખાનનો નાનો ભાઈ છે. તમે આ ભાઈઓની જોડી ફિલ્મ ‘મેલા’ માં જોઈ હશે. તે એક ચર્ચિત ફિલ્મ રહી હતી. વર્ષ 2000 માં આવેલી આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોંસ મળ્યો હતો.

ફૈઝલ ખાન અને આમિર ખાનની જોડી ‘મેલા’માં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, જોકે ફૈઝલ ખાન પોતાની ફિલ્મી કારકિર્દીમાં ખાસ કંઈ કરી શક્યો ન હતો. ફિલ્મોની સાથે સાથે ફૈઝલે કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું અને પછી તે હિન્દી સિનેમાની ચમકતી દુનિયાથી દૂર થઈ ગયો. જોકે હવે એક ખાસ સમાચાર આવ્યા છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ફેક્ટરી’ થી કમબેક કરી રહ્યો છે. લગભગ 7 વર્ષ પછી તે ફિલ્મમાં જોવા મળશે.

જણાવી દઈએ કે ફૈઝલ ખાનની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ટ્રેલરમાં ફૈઝલ ‘હમેં તુમસે પ્યાર કિતના’ ગીત ગાઈ રહ્યો છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એક સાયકો કેરેક્ટરની લવ સ્ટોરી છે. આ ફિલ્મ માટે ફૈઝલે બેવડી ભૂમિકા નિભાવી છે. ખરેખર આ ફિલ્મમાં એક્ટિંગની સાથે જ તેમણે તેનું નિર્દેશન પણ કર્યું છે. અભિનેતા આ ફિલ્મમાં ‘યશ’ની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી નતાશા ફૈઝલની સામે જોવા મળશે.

3 જી સપ્ટેમ્બરે રિલીઝ થશે: જણાવી દઈએ કે ફિલ્મ ‘ફેક્ટરી’ 3 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે, “હું 30 વર્ષ પછી આ નિર્ણય લઈને ખુશ છું અને છેવટે મારી માતા અને મારા સપનાને જીવીશ. હું સ્ક્રિપ્ટીંગ સ્ટેજથી જ ‘ફેક્ટરી’ સાથે જોડાયેલો છું અને તે પૂરા સમય સુધી અદ્ભુત યાત્રા રહી છે.”