હવે ક્યાં અને કઈ હાલતમાં છે આમિર ખાનની પહેલી પત્ની રીના? છુટાછેડા પછી મળ્યા હતા આટલા અધધ કરોડ

બોલિવુડ

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના સમાચારોએ દરેકને ચોંકાવી દીધા છે. આમિર અને કિરણે એક સાથે પોતાનો 15 વર્ષ જૂનો સંબંધ સમાપ્ત કરવાની ઘોષણા કરી છે. ગઈકાલે બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને તેમના છૂટાછેડાની માહિતી શેર કરી હતી.

જણાવી દઈએ કે આમિર ખાન અને કિરણ રાવના લગ્ન વર્ષ 2005 માં થયા હતા. બંનેએ લગભગ દોઢ દાયકાનો સમય સાથે પસાર કર્યો છે અને આ બંનેની જોડી ખૂબ પ્રખ્યાત હતી. બંને એક પુત્ર આઝાદ રાવ ખાનના માતાપિતા છે. પરંતુ બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનું નક્કી કર્યું અને તેઓએ કહ્યું કે તે હવે જીવનનો નવો અધ્યાય શરૂ કરશે. પતિ પત્ની તરીકે નહીં પરંતુ માતાપિતા તરીકે.

નોંધપાત્ર વાત એ છે કે કિરણ રાવ આમિર ખાનની બીજી પત્ની હતી. કિરણના જ્યારે આમિર સાથે લગ્ન થયા હતા ત્યારે આમિરના છુટાછેડા થયા હતા અને હવે 15 વર્ષ પછી તેઓ ફરીથી છૂટાછેડા લઈ રહ્યા છે. કિરણ પહેલા આમિરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 16 વર્ષ પછી આ સંબંધ સમાપ્ત થયો હતો. ચાલો આજે અમે તમને આમિરની પહેલી પત્ની રીના દત્તા વિશે જણાવીએ.

આમિર ખાને હિંદી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા વર્ષ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન રીના 19 વર્ષની હતી જ્યારે આમિર ખાન 21 વર્ષનો હતો. જોકે એવું કહેવામાં આવે છે કે આમિર ખાનની કિરણ રાવ સાથે વધતી નિકટતાને કારણે, આ સંબંધ 16 વર્ષ પછી વર્ષ 2002 માં સમાપ્ત થયો હતો. બંનેએ છૂટાછેડા લીધા હતા.

આમિર ખાન અને રીના દત્તા બે બાળકોના માતા-પિતા છે. બંનેના પુત્રનું નામ જુનૈદ છે જ્યારે પુત્રીનું નામ આયરા ખાન છે. છૂટાછેડા પછી બંને બાળકોની કસ્ટડી રીના દત્તાને મળી હતી. આમિર ખાને એલિમની તરીકે રીનાને લગભગ 50 કરોડ રૂપિયા આપ્યા હતા અને આમિર પણ ઘણીવખત પોતાના બાળકોને મળતા રહેતા હતા. આમિરે જ છુટાછેડા પછી રીના અને બંને બાળકોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો.

જ્યારે આમિર અને રીનાનો રસ્તો અલગ થઈ ગયો ત્યારે રીના દત્તા મુંબઈમાં જ આમિરના ઘરની પાસે પોતાના બાળકો સાથે ફ્લેટમાં રહેવા લાગી. બંનેના સંબંધનો અંત જરૂર થઈ ચુક્યો હતો, પરંતુ બંનેના દિલમાં કોઈ કડવાશ ન હતી. બંને ઘણા પ્રસંગો પર મળતા હતા. વર્ષ 2005 માં આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા, જ્યારે રીનાએ સિંગલ મધર તરીકે પોતાના બાળકોનો ઉછેર કર્યો.

રીના અને આમિર વચ્ચે પતિ-પત્નીનો સંબંધ જરૂર સમાપ્ત થઈ ચુક્યો હતો, પરંતુ છૂટાછેડા પછી પણ બંને મિત્રો રહ્યા હતા. રીના આમિરના ઘરે ફંક્શન પર આવતી રહેતી હતી અને કિરણ રાવ સાથે પણ તેમણે સારો સંબંધ બનાવી લીધો.

 

છેલ્લા કેટલાક દિવસોથી આમિરની પહેલી પત્ની વિશે કોઈ માહિતી બહાર આવી નથી. વર્ષ 2019 માં એક તસવીર સામે આવી હતી જ્યારે આમિર અને કિરણ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. કહેવામાં આવે છે હવે રીના ના બંને બાળકો પણ તેની સાથે નથી રહેતા.