છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પણ નથી ભૂલ્યા પત્નીના ઘરનો રસ્તો, પુત્ર સાથે કેરીની મજા લેતા જોવા મળ્યા આમિર ખાન, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવુડ

આમિર ખાન હાલમાં જ પોતાની પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડાને લઈને ચર્ચામાં આવ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના છૂટાછેડાની ઘોષણા કરી હતી. સાથે જ એ પણ જણાવ્યું હતું કે છૂટાછેડા પછી બંને પોતાના પુત્ર આઝાદની જવાબદારી માતા-પિતાની જેમ નિભાવશે. હવે આમિરે છૂટાછેડા તો લઈ લીધા છે, પરંતુ તેનો પુત્ર પ્રત્યેનો લગાવ ઓછો થયો નથી. છૂટાછેડા પછી પણ તે વારંવાર પુત્ર આઝાદ અને પૂર્વ પત્ની કિરણને મળવા જતા રહે છે.

પુત્ર સાથે કેરી ચુસતા જોવા મળ્યા આમિર ખાન: જણાવી દઈએ કે આઝાદ છૂટાછેડા પછી કિરણ સાથે રહે છે. આ દરમિયાન આમિર અને તેના પુત્ર આઝાદની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં આમિર પોતાના લાડલા પુત્ર સાથે કેરીની મજા લઈ રહ્યા છે.

તસવીરમાં જોઈ શકાય છે કે આમિર એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાના પુત્ર સાથે કેરી ચુસીને ખાઈ રહ્યા છે. એક તસવીરમાં તે કેરીની છાલ કાઢતા જોવા મળી રહ્યા છે તો બીજી તસવીરમાં તેને ચૂસતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમના પુત્ર આઝાદના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.

ખરેખર આમિર ખાન આ સમયે ફ્રી ચાલી રહ્યા છે. તેમની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. તેમાં તે કરીના કપૂર સાથે જોવા મળશે. તે અત્યારે પોતાની ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. સાથે જ તેમની પાસે અત્યારે કોઈ નવો પ્રોજેક્ટ પણ નથી. આવી સ્થિતિમાં તે પુત્ર સાથે આ ફ્રી સમય પસાર કરીને જીવનનો આનંદ લઈ રહ્યા છે. તેમને આ રીતે કેરી ખાતા જોઈને ચાહકો ખૂબ ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ તસવીરો પર ફની કમેન્ટ્સ કરી રહ્યા છે.

લોકો એ આ રીતે લીધી મજા: એક યુઝરે લખ્યું, “અરે વાહ, તમે લોકો પણ કેરી ચૂસીને ખાઓ છો.” પછી એક અન્ય યુઝરે કમેન્ટ કરી, “અત્યારે તો કેરી ખૂબ મોંઘી છે. તમે શું કિંમતમાં લાવ્યા છો?” ત્યાર પછી એક કમેન્ટ આવે છે “કેરી ખાટી નીકળી કે મીઠી?” સાથે જ એકે કમેન્ટ કરી, “આ જોઈને સારું લાગ્યું કે તમે છુટાછેડા પછી પણ પોતાના પુત્રને સમય આપી રહ્યા છો.” બસ આ રીતે અન્ય ઘણી કમેંટ્સ આવવા લાગી.

જણાવી દઈએ કે આમિર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. તેની સાથે અમીરે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. ખરેખર બંને અલગ-અલગ ધર્મના હતા. આમિરના પરિવારના સભ્યો રાજી હતા, પરંતુ રીનાનો પરિવાર લગ્ન માટે રાજી ન હતો. આવી સ્થિતિમાં બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. જોકે, 16 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. આ લગ્નથી બંનેને બે બાળકો છે. ત્યાર પછી આમિરે કિરણ રાવ સાથે 2005માં બીજા લગ્ન કર્યા. તેનાથી તેમને પુત્ર આઝાદ થયો. પરંતુ અત્યારે બંને અલગ થઈ ગયા છે.