આમિરની પુત્રી આયરા ખાનને થઈ ગઈ છે આ ગંભીર બીમારી, શ્વાસ લેવામાં પણ થઈ રહી છે તકલીફ, જાણો શું થયું છે?

બોલિવુડ

અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન આ દિવસોમાં ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેને ગંભીર બીમારી થઈ ગઈ છે. જેના કારણે તેનો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. રાત્રે ઊંઘ નથી આવી રહી. આ ઉપરાંત પણ એવા ઘણા લક્ષણો છે જેના કારણે તે ખૂબ મુશ્કેલીમાં ચાલી રહી છે.

આયરા પહેલા પણ ડિપ્રેશનની બીમારીનો સામનો કરી રહી હતી. તેણે આ બીમારીનો ઈલાજ પણ કર્યો હતો. જોકે, આ વખતે તેને જે બિમારી થઈ ગઈ છે તે ખૂબ ગંભીર છે. આયરાએ પોતે સોશિયલ મીડિયા પર આ વાતનો સ્વીકાર કર્યો છે. ચાલો જાણીએ આયરા ખાનને કઈ બીમારી છે જેના કારણે તે પરેશાન છે.

આ ગંભીર બીમારી એ આયરાને ઘેરી: આયરા ખાનને આ વખતે એન્ઝાઈટી એટેકની ગંભીર બીમારી થઈ છે. આ બીમારીના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. આ વાત તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે લખ્યું છે કે તેને એન્ઝાઈટી એટેક આવી રહ્યા છે. જેના કારણે તેમના મનમાં હંમેશા ગભરાટ રહે છે.

આયરા આ બીમારીના એટેક દરમિયાન વ્યાકુળ થઈ જાય છે. તેણે લખ્યું છે કે તેને ખ્યાલ ન હતો કે આ અનુભવ આટલો ખરાબ હોય છે. તે કહે છે કે તેને વાઈના હુમલાઓ થતા હતા. આ ઉપરાંત રડવું પણ આવતું હતું, પરંતુ તેને જીવનમાં ક્યારેય એન્ઝાયટી એટેક જેવી ગંભીર બીમારીએ ઘેરી ન હતી. આવું પહેલીવાર થઈ રહ્યું છે.

રાત્રે ઉંઘ પણ નથી આવતી: આયરાએ પોતાની હાલત વિશે જણાવ્યું છે જે ખૂબ જ ખરાબ છે. તે રાત્રે સૂવે છે પરંતુ તેને ઉંઘ આવતી નથી. તેને આ બીમારીનો હુમલો અવારનવાર રાતના સમયે આવે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. ગભરાટ થવા લાગે છે અને આ સમસ્યા સતત વધી રહી છે.

તેણે લખ્યું છે કે તે કેવું અનુભવે છે તેનું વર્ણન કરવા માટે તેની પાસે કોઈ શબ્દો નથી. તે ખૂબ જ લાચાર અનુભવવા લાગી છે. તેનું કહેવું છે કે આ અહેસાસ એવો છે કે જાણે કયામત આવવાની હોય. જોકે, તેના થેરેપિસ્ટનું કહેવું છે કે જો આવું જ ચાલતું રહેશે તો તેણે ડૉક્ટર પાસે જવું પડશે.

5 વર્ષથી ડિપ્રેશનનો શિકાર: આયરા ખાન આ પહેલા ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો સામનો કરી ચુકી છે. તેણે જણાવ્યું હતું કે તે 5 વર્ષથી ડિપ્રેશન સામે લડી રહી હતી. આ બીમારીમાં વ્યક્તિ ખૂબ જ એકલતા અનુભવે છે. તે અવારનવાર ઉદાશ થઈ જાય છે. જો કે આ બીમારીથી તેણે છુટકારો મેળવી લીધો હતો. હવે એક નવી બીમારી તેને પરેશાન કરી રહી છે.

આયરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના પિતા આમિર ખાન સાથે તસવીર શેર કરતી રહે છે. તે આમિરની પહેલી પત્ની રીનાની પુત્રી છે. જોકે આયરા તેના પિતા સાથે રહે છે. તેની તબિયતની જાણ થતાં જ ચાહકો તેના માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો તેને હિંમતથી કામ કરવાની સલાહ આપી રહ્યા છે.