હંમેશા ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે મુકેશ અંબાણીની માતા, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Uncategorized

અંબાણી પરિવાર દુનિયાના સૌથી અમીર પરિવારમાંથી એક છે. ધીરુભાઈ અંબાણીએ જે બિઝનેસ એમ્પાયર ઘણા વર્ષો પહેલા ઉભું કર્યું હતું તેને તેના પુત્ર મુકેશ અંબાણી નવી ઉંચાઈ સુધી લઈ ગયા છે. ધીરુભાઇ અંબાણીએ તેમના જીવનમાં જે સફળતા મેળવી હતી. તેમાં તેની પત્નીનું પણ ખૂબ યોગદાન રહ્યું છે. તેમની પત્ની કોકિલાબેને દરેક નિર્ણયમાં તેના પતિનો સાથ આપ્યો અને તેમનો સાથ ક્યારેય પણ ન છોડ્યો. કોકીલાબેનની પર્સનલ લાઈફ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કોકિલાબેન ગુજરાતના એક નાના ગામ સાથે સંબંધ ધરાવે છે. તેના લગ્ન વર્ષ 1955 માં ધીરુભાઈ સાથે થયાં હતા. 47 વર્ષ સુધી તેમણે એકબીજાનો સાથ નિભાવ્યો. 6 જુલાઈ 2002 ના રોજ હાર્ટ એટેકને કારણે ધીરૂભાઈનું નિધન થયું હતું. ત્યાર પછી પરિવારની બધી જવાબદારી કોકિલાબેન પર આવી ગઈ. તેણે પોતાના પરિવારને ખૂબ સારી રીતે સંભાળ્યો.

ધીરુભાઈ એક મોટા બિઝનેસમેન હોવાની સાથે ખૂબ કેયરિંગ હસબંડ પણ હતા. તે કોકિલાબેનને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની દરેક ખુશીનું ધ્યાન રાખતા હતા. એવું કહેવામાં આવે છે કે ધીરુભાઇ અંબાણી જે પણ પ્રોજેક્ટ શરૂ કરતા હતા,પહેલા તેના વિશે કોકિલાબેન સાથે વાત જરૂર કરતા હતા અને તેમની સલાહ લેતા હતા.

કોકિલાબેને પોતાનો અભ્યાસ એક ગુજરાતી શાળાથી કર્યો હતો. તેથી જ તેને અંગ્રેજી આવડતું ન હતું. આવી સ્થિતિમાં ધીરુભાઇએ કોકિલાબેનને અંગ્રેજી શીખવા કહ્યું. ઘરમાં બાળકોને ભણાવવા માટે જે ટ્યૂટર આવતા હતા, તેમની પાસે કોકિલાબેને અંગ્રેજી શીખ્યું.

ધીરુભાઈ જ્યારે પણ કોઈ કામ માટે ક્યાંક જતા ત્યારે પત્ની કોકિલાબેનને સાથે લઇ જતા. પહેલાં તે તેના પ્રોજેક્ટ સાથે જોડાયેલા કામ પૂર્ણ કરતા હતા અને તે પછી તે તેમની સાથે સમય પસાર કરતા. તેમના પતિ વિશે વાત કરતા કોકિલાબેને એકવાર કહ્યું હતું કે ધીરુભાઇએ ખૂબ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે. પરંતુ ક્યારેય ઘમંડને મનમાં આવવા ન દીધો. તે હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા.

નિભાવી દરેક ફરજ: ધીરુભાઈએ પતિની બધી ફરજ નિભાવી. તે સમયે સમયે કોકિલાબેનને ગિફ્ટ પણ આપતા હતા. એકવાર તેણે કોકિલાબેનને એક વિમાન ખરીદીને આપ્યું હતું. કોકિલાબહેનના કહેવા મુજબ તે પ્રસંગ પર તેના ઘણા મિત્રો આવ્યા હતા. તે સમયે તેણે મારા મિત્રોને બોલાવવા માટે ખૂબ આગ્રહ કર્યો અને બધાની સામે મને વિમાન ગિફ્ટ કર્યું.

પસંદ છે ગુલાબી રંગ: કોકિલાબેન ઘણીવાર જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે તો તે પિંક રંગની સાડીમાં જોવા મળે છે. કોકિલાબેનને ગુલાબી રંગ એટલો પસંદ છે કે તેના મોટાભાગના કપડાં આ જ રંગના છે. કોકિલાબેન જ્યારે પણ પરિવારના કોઈપણ કાર્યક્રમમાં શામેલ થાય છે. તો તે ગુલાબી રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે.

ફરવાનો છે શોખ: કોકિલાબેનને મુસાફરીનો ખૂબ શોખ છે અને તે વર્ષમાં બે વાર ચોક્કસપણે વિદેશ ફરવા જાય છે. તે પોતાનો મોટાભાગનો સમય પરિવારના સભ્યો સાથે પસાર કરે છે અને જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેમની સાથે ફરવા જતી રહે છે.