નીતા અંબાણીથી લઈને શ્લોકા મહેતા સુધી, જુવો અંબાણી પરિવારની મહિલાઓના સૌથી મોંઘા વેડિંગ લુકની તસવીરો

વિશેષ

અંબાણી પરિવાર વિશે કોણ નથી જાણતું. ઈતિહાસની શરૂઆત ‘ધીરજલાલ હીરાચંદ અંબાણી’થી થઈ હતી, જેઓ ધીરુભાઈ અંબાણી તરીકે જાણીતા છે. ધીરુભાઈ અંબાણીએ બિઝનેસની દુનિયા બદલી નાખી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ભલે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાના બિઝનેસ ફર્મમાં કામ કરીને શરૂ કરી હતી, પરંતુ પછી તેમણે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ની રચના કરીને પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. હવે આ બિઝનેસ તેમના બાળકોએ સંભાળી લીધો છે.

તે વર્ષ 1955 હતું, જ્યારે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન લગ્નના બંધનમાં બંધાયા હતા અને પોતાના પરિવારમાં બે પુત્રીઓ (દીપ્તિ સલગાંવકર-નીના કોઠારી) અને બે પુત્રો (અનિલ અંબાણી-મુકેશ અંબાણી)નું સ્વાગત કર્યું. જ્યારે પુરુષોએ બિઝનેસ સંભાળ્યો, તો અંબાણી પરિવારની મહિલાઓ પોતાના પતિ, પિતા, ભાઈ અને પુત્રો સાથે અડગ ઉભી રહી હતી. અંબાણી પરિવારની મહિલાઓ પોતાની ફેશન સેન્સ માટે દેશભરમાં પ્રખ્યાત છે. તેના કપડાં જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તે ખૂબ જ સુંદર હોય છે.

1. કોકિલાબેન અંબાણીનો વેડિંગ લુક: ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન ધીરુભાઈના અવસાન પછી પરિવારની મુખ્ય શક્તિ તરીકે ઓળખાય છે. તેઓ એક ખૂબ જ સરળ ગુજરાતી પરિવારમાંથી આવે છે અને ધીરુભાઈ અંબાણી સાથે તેનું લગ્નજીવન સારું રહ્યું છે. જો કે, આ વર્ષોમાં તે ફેશનિસ્ટા બની ગયા છે. આકર્ષક ‘ફેન્ડી’થી લઈને ‘લૂઈ વુઈટન’ ની આર્મ કેન્ડીઝ સુધી, કોકિલાબેન પાસે ઘણા મોંઘા બેગ અને આઉટફિટ છે. જો કે, અમે તેમના લગ્નના દિવસની તસવીર શોધી શક્યા નથી, પરંતુ લગ્ન પછીની કેટલીક તસવીરો તેમની ફેશન સેન્સ દર્શાવે છે. તે પલ્લુને પિન કરે છે અને પોતાની સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ, સુંદર નેકપીસ, ખુલ્લા વાળ અને બિંદી સાથે જોડે છે.

2. નીતા અંબાણીનો વેડિંગ લૂક: મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એ પુત્રવધૂ હોવા ઉપરાંત ફેમિલી બિઝનેસમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. વાત કરીએ નીતા અને મુકેશ અંબાણીના લગ્નની તસવીર વિશે, તો નીતાને લાલ બાંધણી પ્રિન્ટેડ સાડી પહેરેલી જોઈ શકાય છે જેમાં એક આકર્ષક એમ્બ્રોઈડરી હેમલાઈન હતી, જે તેણે સોનાના દાગીના સાથે જોડી હતી. તેમાં એક નેકપીસ, મોતી જડિત હાર, મેચિંગ ઈયરિંગ્સ, માંગ ટીક્કા, એક નથની અને હાથ ફૂલ શામેલ હતા. તેણે પોતાના લુકને મિનિમલ રાખ્યો હતો, પરંતુ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3. ટીના અંબાણીનો વેડિંગ લૂક: બોલિવૂડ અભિનેત્રી ટીના મુનીમે ધીરુભાઈ અંબાણીના બીજા પુત્ર અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે અને ત્યારથી તે એક સુખી લગ્ન જીવન જીવી રહી છે. લગ્ન માટે, ટીના અંબાણીએ લાલ અને ગોલ્ડન બાંધણી સિલ્ક સાડી પહેરી હતી, જેને તેણે સફેદ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. તેણે ભારે સોનાના દાગીના પસંદ કર્યા હતા, જેમાં બે નેકપીસ, મેચિંગ ઝુમકા, માંગ ટીક્કા અને બંગડીઓ શામેલ હતી. તે અંબાણી પરિવારની સૌથી ફેશનેબલ મહિલાઓમાંથી એક છે.

4. ઈશા અંબાણીનો વેડિંગ લૂક: નીતા અંબાણી અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે. ઈશાએ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનમાંથી એક સુંદર ઓફ-વ્હાઈટ અને શેમ્પેન કલરની લહેંગા ચોલી પહેરી હતી. તેના લહેંગામાં 16-પૅનલ વાળું ભરતકામ હતું અને દુપટ્ટા તરીકે, ઈશાએ પોતાની માતા નીતા અંબાણીના લગ્નની બાંધણી સાડી શામેલ કરી હતી. ઈશાએ પોતાના લુકને ડાયમંડ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5. શ્લોકા મહેતાનો વેડિંગ લૂક: નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે અને તેમના લગ્ન એક તહેવારની જેમ સેલિબ્રેટ કર્યા હતા, જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. એકબીજાને ખૂબ પ્રેમ કરનાર કપલ હવે પહેલા પુત્રના માતા-પિતા છે, જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે. જો કે,પોતાના લગ્નના દિવસે, શ્લોકાએ અબુ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનમાંથી ભરતકામ કરેલો લાલ લહેંગો પહેર્યો હતો, જેમાં તે એક શાહી રાજકુમારી જેવી લાગી રહી હતી. તેણે પોતાના લુકને હેવી પોલ્કી જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો, જેમાં ચોકર નેકપીસ, બ્રોડ નેકપીસ, મેચિંગ ઈયરિંગ્સ, મથા પટ્ટી, નથ, લાલ બંગડીઓ અને હાથ ફૂલ શામેલ હતા.

કૃશા શાહનો વેડિંગ લૂક: ટીના અંબાણી અને અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ‘પોતાના જીવનના પ્રેમ’ કૃશા શાહ સાથે લગ્ન કર્યા છે. અનામિકા ખન્નાના કલેક્શનમાં કૃશા ખૂબ જ સુંદર દુલ્હન લાગી રહી હતી. તેણે હેવી એમ્બેલિશ્ડ રેડ અને ગોલ્ડન કલરના લહેંગા ચોલી પહેર્યા હતા. તેણે પોતાનો લુક મિનિમલ અને ટ્રેન્ડી રાખ્યો હતો. કૃશાએ પોતાના લુકને બે ડાયમંડ અને નીલમણિ જડિત નેકપીસ, મેચિંગ ઈયરિંગ્સ, માંગ ટીક્કા અને લાલ બંગડીઓ સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેની સુંદર ચાંદીની કલીરો એ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

7. ઈશિતા સલગાંવકરનો વેડિંગ લૂક: મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેન દીપ્તિ અંબાણીએ દત્તરાજ સાલગાંવકર સાથે લગ્ન કર્યા હતા. તેમની પુત્રી ઈશિતા સલગાંવકરે તેના પહેલા પતિ નિશાલ મોદી સાથે છૂટાછેડા લીધા પછી અતુલ્ય મિત્તલ સાથે લગ્ન કર્યા છે. જો કે, ઇશિતા પોતાના લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી કારણ કે તેણે ઝરી અને મોતીથી સજ્જ ગુલાબી લહેંગા ચોલી પહેરી હતી. તેણે પોતાના લુકને સ્લીક અને એલિગેંટ ડાયમંડ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

તો આ છે અંબાણી પરિવારની મહિલાઓ, જેઓ તેમના લગ્નના દિવસે ખૂબ જ સૂંદર લાગી રહી હતી. હવે ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અમે પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો તમને કોનો વેડિંગ લૂક સૌથી વધુ પસંદ આવ્યો? કમેન્ટ કરીને અમને જણાવો.