જુવો અંબાણીના 6 હજાર કરોડના ઘરમાં બનેલું લક્ઝુરિયસ મંદિર, સોના-ચાંદી અને હીરાથી જડેલી છે મૂર્તિઓ

Uncategorized

દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં શામેલ મુકેશ અંબાણી પોતાની અમીરીને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી પોતાની સાથે જોડાયેલી દરેક બાબતો માટે ચર્ચામાં રહે છે. તેનું ઘર, પરિવાર, કમાણી, પત્ની, બાળકો વગેરે હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. 10 વર્ષ પહેલા બનેલું મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત ઘર ‘એન્ટિલિયા’ આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટિલિયા’ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના સૌથી મોંઘા ઘરમાંનુ એક છે. રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાણીના આ ઘરને શિકાગોમાં રહેતા આર્કિટેક્ટ ‘પર્કિન્સ’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની ‘લૈગ્ટોંન હોલ્ડિંગ’ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમનું આ 27 માળનું મકાન મુંબઇના પોશ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ ઘરની દરેક ચીજ ખૂબ જ ખાસ છે, જ્યારે ઘરમાં બનેલું મંદિર પણ ખૂબ સુંદર અને કિંમતી છે. ચાલો આજે તમને મુકેશ અંબાણીના ઘરના મંદિરની ખાસિયતો સાથે રૂબરૂ કરાવીએ.

અંબાણી પરિવારને ભગવાન પ્રત્યે ઉંડી શ્રદ્ધા છે. અંબાણી પરિવાર ધાર્મિક કાર્યમાં હંમેશા આગળ રહે છે. ઘણીવાર અંબાણી પરિવાર કોઈ શુભ કાર્ય કરતા પહેલા પૂજા, યજ્ઞ અને હવન કરે છે. વાત ઘરના મંદિરની કરીએ તો મુકેશ અને નીતાએ પોતાના ઘરના મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે અને તેના પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર, એન્ટિલીયામાં જે મંદિર છે તેમાં મૂર્તિઓથી લઈને દરવાજા અને અન્ય બધી ચીજો માત્ર સોના અને ચાંદીથી બનાવવામાં આવી છે. આ વાત પરથી તમે અંદાજ લગાવી શકો છો કે, અંબાણીના ઘરનું મંદિર કેટલું કિંમતી હશે. ભગવાનની મૂર્તિઓ હીરાથી જડવામાં આવી છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને હીરા ખૂબ જ પસંદ છે અને તેણે ઘરના મંદિરમાં પણ કિંમતી હીરાનો ઉપયોગ કર્યો છે.

નીતા અંબાણીની છબી એક ધાર્મિક મહિલાની પણ છે અને તે ઘણી વાર પોતાના ઘરમાં આસ્થા સાથે સંકળાયેલી ખર્ચાળ મૂર્તિઓની જગ્યાએ સમય પસાર કરતી જોવા મળે છે.

નોંધપાત્ર વાત એ છે કે, અંબાણી પરિવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક પણ છે અને આ ટીમે અત્યાર સુધીમાં 5 વાર આઈપીએલનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે પણ મુંબઇ ઈન્ડિયન ટ્રોફી જીતે છે, ત્યારે નીતા અંબાણી તેને ઘરના મંદિરમાં ભગવાનના ચરણોમાં પણ સ્થાન આપે છે.

જણાવી દઈએ કે અંબાણીનું ઘર, એન્ટિલિયા લગભગ 6 હજાર કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે, 600 નોકરોનો સ્ટાફ અંબાણી પાસે છે.

Leave a Reply

Your email address will not be published.