દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારું શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં કંઈક મોટું કામ કરે. તેથી જ તેઓ તેમના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાનું પસંદ કરે છે. આજના સમયમાં બાળકોન અભ્યાસ માટે ઘણા બધા વિકલ્પો છે. અહીં તમને વિવિધ અભ્યાસક્રમો અને વિવિધ ધોરણો ધરાવતી સ્કૂલ મળશે. જો કે, આજકાલ સ્કૂલની ફી એટલી મોંઘી થઈ ગઈ છે કે દરેક વાલીઓ માટે પોતાના બાળકોને ટોપ સ્કૂલમાં ભણાવવા શક્ય નથી.
સ્ટાર કિડ્સ માટે પ્રખ્યાત છે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ: મહાનગરી મુંબઈમાં પણ ઘણી મોટી સ્કૂલો છે. પરંતુ અહીં એક સ્કૂલ સૌથી વધુ ચર્ચામાં રહી છે. તેનું કારણ એ છે કે આ સ્કૂલમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતની તમામ હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે. અમે અહીં જે સ્કૂલની વાત કરી રહ્યા છીએ તે છે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ. આ સ્કૂલ મુકેશ અંબાણીએ વર્ષ 2003માં તેમના પિતા ધીરુભાઈ અંબાણીની યાદમાં ખોલી હતી. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ સ્કૂલની ચેરપર્સન છે. સાથે જ નીતાની બહેન મમતા આ શાળામાં ટીચર તરીકે કામ કરે છે.
સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, આમિર ખાન, એશ્વર્યા રાય, રિતિક રોશન, શ્રીદેવી જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સના બાળકો આ સ્કૂલમાં ભણી ચુક્યા છે અથવા ભણી રહ્યા છે. જ્યારે પણ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય છે ત્યારે આ સ્ટાર્સના બાળકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ પણ પોતાના બાળકોને આ સ્કૂલમાં ભણાવવાનું સપનું જુવે છે. જો કે તેના મનમાં એ સવાલ જરૂર આવે છે કે આ સ્કૂલની ફી કેટલી હશે?
આટલી છે સ્કૂલની ફી: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ફી કંઈક આ રીતે છે. LKG થી સાત ધોરણ સુધીની ફી 1 લાખ 70 હજાર રૂપિયા છે. ધોરણ 8થી 10 (ICSC BOARD) ફી 1 લાખ 85 હજાર રૂપિયા છે. ધોરણ 8 થી 10 (IGCSC BOARD) ફી 4 લાખ 48 હજાર રૂપિયા છે. સાથે જ આ સ્કૂલમાં એડમિશન દરમિયાન લાખો રૂપિયા જમા કરાવવા પડે છે. આ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય સ્નાતક (IB) અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.
આ છે સ્કૂલની વિશેષતા: મુંબઈની ટોપ-5 રેંક વાળી આ સ્કૂલ બાંદ્રા ઈસ્ટમાં આવેલા BKC કોમ્પ્લેક્સ માં 7 માળ પર આવેલી છે. તેમાં 60 ક્લાસરૂમ છે. આ સ્કૂલ LKG થી ધોરણ 12 સુધી છે. તેમાં લગભગ 150 જેટલા ટીચરાનો સ્ટાફ છે. અહીંના ક્લાસરૂમમાં, તમને પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ડિજિટલ ઘડિયાળો, ડિસ્પ્લે અને રાઈટીંગ બોર્ડ, લોકર્સ, કસ્ટમ મેઈડ ફર્નિચરની સાથે જ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન, મલ્ટીમીડિયા સપોર્ટ અને એસી જેવી સુવિધાઓ મળશે.
અહીંનું પ્લે ગ્રાઉંડ 2.3 એકરમાં ફેલાયેલું છે. તેમાં ટેનિસ, બાસ્કેટબોલ કોર્ટ સહિત આઉટડોર સ્પોર્ટ્સ માટે ઘણા વિકલ્પો છે. સાથે જ એલકેજી અને યુકેજીના બાળકો માટે અલગ નાનું રમતનું મેદાન બનાવવામાં આવ્યું છે. સ્કૂલમાં આર્ટ રૂમ, લર્નિંગ સેન્ટર, યોગા રૂમ, સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ, મલ્ટીમીડિયા ઓડિટોરિયમ, મોડર્ન કાફેટેરિયા, મેડિકલ સેન્ટર પણ છે.
આ રીતે મેળવી શકો છો એડમિશન: ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લેવા માટે તમે [email protected] પર ઈમેલ કરી શકો છો. અથવા તમે 22 40617061 (સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી) પર કૉલ પણ કરી શકો છો.