હવે દેશના દરેક ઘરમાં ગૂંજશે રિલાયંસનું નામ, ખરીદવા જઈ રહી છે 30 નવી બ્રાંડ, મુકેશ અંબાણીનો છે આ મોટો પ્લાન

વિશેષ

મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી બિઝનેસમેનમાંથી એક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે. મુકેશ અંબાણીની કુશળતા અને સફળતાને એ હકીકત પરથી પણ ઓળખી શકાય છે કે તેમની કંપની હાલમાં બજાર મૂલ્યમાં ભારતની શ્રેષ્ઠ કંપનીઓમાં શામેલ છે. આ દરમિયાન, હવે ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી ઘર-ઘરમાં રિલાયન્સની પહોંચ બનાવવાની વ્યૂહરચના પર કામ કરવામાં વ્યસ્ત છે.

હા, આવનારા દિવસોમાં બિઝનેસમેન મુકેશ અંબાણી કંઈક એવું કરવા જઈ રહ્યા છે કે જેનાથી ભારતના દરેક ઘરમાં રિલાયન્સનું નામ ગુંજી ઉઠશે. આ માટે તેમણે એક મોટી યોજના બનાવી છે. આ હેઠળ લગભગ 30 એવા લોકપ્રિય કન્ઝ્યુમર બ્રાન્ડ્સને ખરીદવા માટે રિલાયંસની વાત ચાલી રહી છે અને આ વાત અંતિમ તબક્કામાં છે. તેના માટે, રિલાયન્સ એક નવી વર્ટિકલ રિલાયન્સ રિટેલ કન્ઝ્યુમર બ્રાન્ડ્સને આગળ વધારી રહી છે.

ખરીદવા જઈ રહી છે 30 નવી બ્રાન્ડ: તમને જણાવી દઈએ કે ઈંડિયાના લગભગ 900 અબજ ડોલરના રિટેલ સેક્ટરના મોટા પ્લેયર બનવા સાથે આ આખું પ્લાનિંગ જોડાયેલું છે. હાલના સમયમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી રિટેલર છે અને તેનો રિટેલનો સમગ્ર બિઝનેસ સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ હેઠળ આવે છે. પરંતુ હવે રિલાયન્સનું પ્લાનિંગ રિટેલરથી આગળ વધીને કન્ઝ્યુમર ગુડ્સ કંપની બનવાનું છે. રિલાયન્સનો એ ટાર્ગેટ છે કે તે દરેક ઘરમાં પોતાની પહોંચ બનાવી ચુકેલા યુનિલિવર, પેપ્સીકો, નેસ્લે અને કોકા કોલા જેવી મોટી ઈંટરનેશનલ કંપનીઓને ટક્કર આપી શકે.

રોઇટર્સે સમાચાર આપ્યા છે કે તેના માટે, રિલાયન્સ એક નવી વર્ટિકલ રિલાયન્સ રિટેલર કન્ઝ્યુમર બ્રાન્ડને આગળ ધપાવી રહી છે. કંપનીએ આગામી 6 મહિનામાં ગ્રોસરી, હાઉસહોલ્ડ અને પર્સનલ કેર સાથે જોડાયેલા લગભગ 50-60 બ્રાન્ડ્સનો પોર્ટફોલિયોનો પ્લાન બનાવ્યો છે. સમાચાર મુજબ હાલમાં કંપની ઈંડિયાની 30 લોકપ્રિય લોકલ કંજ્યૂમર બ્રાંડ સાથે છેલ્લા તબક્કાની વાતચીતમાં છે.

સમાચાર એ છે કે કાં તો કંપની આ બ્રાન્ડ્સને સંપૂર્ણ રીતે ખરીદવા જઈ રહી છે અથવા તેની સાથે જોઈંટ વેંચર પણ બનાવી શકે છે જેથી સેલમાં ભાગીદારી મળે. જોકે, આ બ્રાન્ડ્સની ડીલ માટે કંપની કેટલા કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે તેની વિગતો હજુ સામે આવી નથી. પરંતુ રોઇટર્સે સૂત્રોના હવાલે માહિતી આપી છે કે, 5 વર્ષમાં રિલાયન્સે રિટેલ બિઝનેસનું વાર્ષિક સેલ 500 અબજ ડોલર રાખવાનો ટારગેટ સેટ કર્યો છે. જોકે આ વિશે રિલાયન્સે કોઈ કમેંટ કરી નથી.

રિલાયન્સનું નામ હશે દરેક ઘરમાં: તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ હાલમાં દેશભરમાં લગભગ 2000 ગ્રોસરી સ્ટોર ચલાવે છે. સાથે જ તેનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ Jio Mart પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં, કંપની પોતાના સ્ટોર પર અન્ય કંપનીઓની પ્રોડક્ટ જ મોટાભાગે વેચે છે, જ્યારે તેના પોતાના લેબલ ખૂબ ઓછા છે. ખરેખરભારતમાં દાયકાઓથી કામ કરી રહેલી બ્રાંડ જેમ કે નેસ્લે, યુનિલિવર, પેપ્સીકો ઇન્ક અને કોકા કોલાને રિલાયન્સ ટક્કર આપવા ઈચ્છે છે.

યુનિલિવરની ભારતીય શાખાએ માર્ચ 2022 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં $6.5 બિલિયનનું વેચાણ નોંધાવ્યું હતું. તેનો દાવો છે કે દર 10 ભારતીય ઘરમાંથી 9 ઘરમાં કંપનીની એક અથવા બીજી પ્રોડક્ટનો ઉપયોગ થાય છે.

સાથે જ રિલાયન્સના આ આયોજન વિશે એમ્બિટ કેપિટલના આલોક શાહનું કહેવું છે કે જૂની અને મોટી કંપનીઓના બ્રાન્ડ નામોની પોતાની ઓળખ છે. આવી સ્થિતિમાં તેમની સાથે સ્પર્ધા કરવી એક મોટો પડકાર છે. તેથી, જો રિલાયન્સ બીજી રીત અપનાવે છે તો તેના માટે તેના સ્કેલને ઝડપથી વધારવું સરળ બનશે.