અનંત અંબાણીની સગાઈમાં અંબાણી લેડીઝ એ પોતાના એથનિક ડ્રેસથી લગાવ્યો રોયલ્ટીનો તડકો, જુવો તેમના લુકની તસવીરો

વિશેષ

‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે 19 જાન્યુઆરી, 2023ના રોજ સગાઈ થઈ ગઈ છે. સગાઈ સેરેમની મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ માં થઈ, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે, જેણે સગાઈ સેરેમનીમાં બધી લાઈમલાઈટ ચોરી લીધી, તે હતી અંબાણી પરિવારની લેડીઝ, જેમણે પોતાના લુકથી દરેકને દીવાના બનાવી દીધા.

રાધિકા મર્ચન્ટનો એન્ગેજમેન્ટ લુક: પોતાની સગાઈ માટે રાધિકા મર્ચન્ટે ડિઝાઇનર ‘અબુ જાની-સંદીપ ખોસલા’ના કલેક્શનમાંથી એક રોયલ ગોલ્ડન કલરનો લહેંગો પસંદ કર્યો હતો. ભાવિ દુલ્હન પોતાના સુંદર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકાના ઓફ-વ્હાઈટ લહેંગામાં હેવી ભરતકામ અને સિક્વિન વર્ક કરવામાં આવ્યું હતું, જેને તેણે મેચિંગ દુપટ્ટા સાથે સ્ટાઇલ કર્યો હતો. પોતાના લુકને કમ્પ્લીટ કરતાં, રાધિકાએ પોતાની કમર માટે એક પાતળો ગોલ્ડન બેલ્ટ પસંદ કર્યો હતો, જે તેના લુકમાં ચાર-ચાંદ લગાવી રહ્યો હતો. જ્વેલરીની વાત કરીએ તો રાધિકાએ સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, બંગડીઓ અને માંગ ટીકા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સાથે જ તેણે ખૂબ જ મિનિમલ મેકઅપ પસંદ કર્યો હતો.

અનંત અંબાણીની સગાઈમાં નીતા અંબાણીનો લુક: રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણીની સગાઈ સેરેમનીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને ‘અબુ જાની સંદીપ ખોસલા’ની ઓફ-વ્હાઈટ અને રેડ કલરની સાડી પહેરી હતી. ગોલ્ડન અને ડાયમંડ ચોકર નેકપીસ, મલ્ટી-લેયર્ડ હાર, મેચિંગ ઈયરરિંગ્સ અને માંગ ટીકા સાથે નીતા અંબાણીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. મિનિમલ મેકઅપ લુક પસંદ કરતાં, તે બ્લેંડેડ ફાઉન્ડેશન, સોફ્ટ હાઇલાઇટેડ ચીકબોન્સ, ન્યૂડ ગ્લિટરીર આઇશેડો અને મસ્કરાથી ભરેલી આઇલેશેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનંત અંબાણીની સગાઈમાં શ્લોકા મેહતાનો લુક: શ્લોકા અંબાણીએ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ સેરેમની માટે ‘અબુ જાની સંદીપ ખોસલા’ નો એક મલ્ટી-કલર લહેંગો પસંદ કર્યો હતો, જેને તેણે મિરર વર્ક બ્લાઉઝ સાથે પેયર કર્યો હતો. પોતાના રોયલ લુકની સાથે શ્લોકા એ શીયર દુપટ્ટો કેરી કર્યો હતો. બ્લશ પિંક લિપ્સ, ગ્લિટરીર આઇશેડો, હાઈલાઈટેડ ચીક્સ અને કાજલ વાળી આંખોમાં શ્લોકા કોઈ રાજકુમારીથી ઓછી લાગી રહી ન હતી. એસેસરીઝ માટે, નીતા અંબાણીની મોટી વહુએ અદભૂત ડાયમંડ જ્વેલરી પહેરી હતી, જેમાં એક ચોકર અને એક લાંબા નેકપીસ, મેચિંગ ઈયરરિંગ્સ અને માંગ ટીકો શામેલ હતો.

અનંત અંબાણીની સગાઈમાં ઈશા અંબાણીનો લુક: સગાઈ સેરેમની માટે અનંતની પ્રેમાળ બહેન ઈશા અંબાણીએ વ્હાઈટ કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈશાનો આ સૂટ હેવી ચિકનકારી વર્કથી તૈયાર કરવામાં આવ્યો હતો. તેના ગ્લેમને વધારવા માટે, ઈશાએ રોયલ જ્વેલરી પસંદ કરી, જેમાં રૂબી ડ્રોપ્સ સાથે હેવી હાર, એક માંગ ટીકા અને ઝુમકા શામેલ હતા.

અનંત અંબાણીની સગાઈમાં ટીના અંબાણીનો લુક: અનંત અને રાધિકાની સગાઈમાં અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ શામેલ થયા હતા. સેરેમની માટે, ટીનાએ બ્રાઉન કલરની ફ્લોરલ-પ્રિન્ટેડ સિલ્ક સાડી પસંદ કરી હતી, જેણે તેના લુકમાં ચાર-ચાંદ લગાવી દીધા હતા. આ સુંદર સાડીને ટીનાએ ગોલ્ડન બ્લાઉઝ સાથે પેયર કરી હતી. પોતાના લુકને સુંદર બનાવવા માટે તેણે સ્ટોન-એમ્બેડેડ જ્વેલરી પહેરી હતી, જેમાં એક પન્ના ચોકર નેકલેસ, એલ મલ્ટિલેયર પર્લ નેકલેસ, મેચિંગ એરિંગ્સ અને બંગડીઓ શામેલ હતી.

અનંત અંબાણીની સગાઈમાં કોકિલાબેન અંબાણીનો લુક: સૌથી છેલ્લે પરંતુ સૌથી સુંદર કોકિલાબેન અંબાણી, જેમણે અનંતની સગાઈ માટે વ્હાઈટ કલરની સાડી પસંદ કરી હતી. કોકિલાબેને પોતાની સાડીને એક મેચિંગ સેમી-સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. તે ન્યૂડ મેકઅપ અને બિંદી સાથે સુંદર લાગી રહ્યા હતા. પોતાના લુકને મિનિમલ અને એલિગેંટ રાખતા કોકિલાબેને પર્લ નેકપીસ અને ડાયમંડ સ્ટડસ પોતાને એક્સેસરાઈઝ કર્યા હતા.