પ્રિયંકા ચોપરાના લગ્નમાં જ્યારે અંબાણી પરિવરની વહૂ એ લીધી હતી એંટ્રી, દંગ રહી ગયા હતા ફેશન આઈકન, જુવો તેની આ તસવીરો

વિશેષ

ભારતનો સૌથી અમીર પરિવાર એટલે કે મુકેશ અંબાણીનો પરિવાર ફેશન અને સ્ટાઇલમાં પણ ખૂબ આગળ છે. આ પરિવાર ઈંડિયન સ્ટાઈલની ફેશન માટે જાણીતો છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાઈલ આઈકોન તરીકે ઉભરી આવી છે. 58 વર્ષની નીતા અંબાણી માત્ર ખૂબ જ ફિટ અને એક્ટિવ જ જોવા મળતી નથી, પરંતુ જે રીતે તેણે પોતાની જાતને મેન્ટેન કરી છે તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી. અંબાણી પરિવારની પુત્રવધૂઓ પણ તેમની સાસુ નીતા અંબાણીના પગલે ચાલી રહી છે.

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા પોતાની સાસુની પરંપરાને ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તો પરિવારની ભાવિ નાની વહુ રાધિકા મર્ચન્ટનો જે લુક જોવા મળે છે તે પણ ખૂબ જ સ્ટાઇલિશ છે.

સાસુ નીતા અંબાણીની જેમ તેને પણ માત્ર ટ્રેડિશનલ ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવાનું જ પસંદ નથી પરંતુ દેશી કપડાંમાં તેની સુંદરતા પણ ચમકે છે. પ્રિયંકા ચોપરાના લગ્નની તસવીરો આ વાતની સાક્ષી છે.

જ્યારે સ્ટાઇલિશ લુકમાં પહોંચી રાધિકા: પ્રસંગ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સંગીત સેરેમની હતો, જ્યાં અંબાણી પરિવાર પોતાની સ્ટાઈલિશ હાજરી આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમની સાથે અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી, જેને મીડિયાનું ખાસ અટેંશન મળ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે રાધિકા અંબાણી પરિવાર સાથે પાર્ટીનો ભાગ બની હતી. આવી સ્થિતિમાં સ્પષ્ટ વાત છે કે તેણે પોતાના કપડાંની પસંદગી પણ ખૂબ સમજીવિચારીને કરી હતી.

સાસુ નીતા અંબાણી અને નણંદ ઈશા અંબાણીની જેમ રાધિકાએ પણ ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો. તેણે પોતાના માટે વાદળી રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જેમાં સ્ટ્રેટકટ સ્કર્ટ અને ઉપર લોન્ગ ચોલી શામેલ હતી.

એલિગેંટ ડ્રેસમાં જોવા મળી: પ્રિયંકાના લગ્નમાં ઓવર ડ્રેસિંગ થવાથી બચીને રાધિકા મર્ચન્ટે ખૂબ જ એલિગેંટ ડ્રેસ પહેર્યો હતો. તેણે પોતના કપડાંનું કલર-કોર્ડિનેશન ખૂબ જ પીસ ફુલ રાખ્યું હતું. સૌથી પહેલા સ્કર્ટ વિશે વાત કરીએ તો, તેને બનાવવા માટે બ્રોકેડ સિલ્ક જેવા ક્લાસી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બહુરંગી રેશમના દોરાનું સુંદર વર્ક હતું.

લહેંગામાં ગુલાબી-વાદળી અને લીલા ફ્લોરલ મોટિફ્સ બનેલા હતા, જેને સિક્વિન વર્કથી સજાવવામાં આવ્યો હતો. આ આઉટફિટ તેને ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહ્યો હતો.

ફ્લેયર્ડ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ: અંબાણી પરિવારની ભાવિ નાની વહુ રાધિકા મર્ચન્ટે ફ્લેયર્ડ સ્કર્ટ સાથે બ્લાઉઝને બદલે ક્રોપ ટોપ પહેર્યું હતું, જે સંપૂર્ણરીતે મખમલ જેવા રિચ ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ચોલીમાં હાઈ નેકલાઇન હતી, જેની સાથે સ્લીવ્ઝ ફુલ લેંથમાં રાખવામાં આવી હતી. પોતાની સાસુ માતાની જેમ રાધિકાએ પણ આ પ્રસંગ પર હીરા અને પન્નાથી બનેલા ઘરેણાં પહેર્યા હતા, જેમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર પાર્ટી મેકઅપ હતો, જેની સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

શરારા સેટમાં જોવા મળી હતી ઈશા અંબાણી: આ સેરેમનીમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા પણ સુંદર લુકમાં જોવા મળી હતી. તેણે પોતાના માટે શરારા સેટ પસંદ કર્યો હતો. આ સેટમાં બહુ મલ્ટી કલરનો શોર્ટ કુર્તો હતો, જેને તેણે એમરલ્ડ ગ્રીન કલરના ઘેરદાર શરારા સાથે મેચ કર્યો હતો. સાથે જ આ એલિગેંટ લુકિંગ સેટમાં ઈશાએ રોયલ બ્લુ કલરનો દુપટ્ટો લીધો હતો, જે તેના આઉટફિટને જબરદસ્ત રીતે કોમ્પલિમેંટ કરી રહ્યો હતો.