આ 7 તસવીરોમાં જુઓ તે ઘરોની ઝલક જ્યાં અંબાણી પરિવાર ‘એંટીલિયા’ માં શિફ્ટ થતા પહેલા રહેતો હતો

વિશેષ

કહેવાય છે કે મહાન વ્યક્તિ બનવા માટે મજબુત ઈરાદા હોવા જોઈએ, ખ્યાતિ આપોઆપ મળી જાય છે. તેવી જ રીતે ધીરુભાઈ અંબાણીને મળી હતી. ધીરુભાઈ અંબાણીએ સખત મહેનત દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ઉભી કરી હતી. ત્યાર પછી તેમના પુત્ર મુકેશ અંબાણીએ તેમનો વારસો આગળ વધાર્યો.

અંબાણી પરિવારના ભૂતકાળ પર નજર કરીએ તો તેઓ પણ આપણી જેમ સાદું જીવન જીવતા હતા. પરંતુ ધીરુભાઈ અંબાણીમાં કંઈક અલગ કરવાની જીદ હતી.

આજે તેમની પાસે પૈસા, કાર અને મહેલ જેવું ઘર છે. આવી હાઈફાઈ લાઈફ જોઈને કોણ કહેશે કે એક જમાનામાં આ પરિવાર નાના મકાનમાં રહેતો હતો. આ વાત દરેક જાણે છે કે હવે અંબાણી પરિવાર એન્ટિલિયામાં રહે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એન્ટિલિયા પહેલા તેઓ ક્યાં રહેતા હતા? જો તમે વિચાર્યું નથી તો ચાલો આજે આપણે જાણીએ આ હકીકત.

1960 અને 1970 વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી આગળ વધી રહી હતી. ત્યારે ધીરુભાઈ અંબાણી તેમના પરિવાર સાથે ભુલેશ્વર જય હિંદ એસ્ટેટમાં બે રૂમના મકાનમાં રહેતા હતા. જય હિંદ એસ્ટેટ હવે વેનિલાલ હાઉસ તરીકે ઓળખાય છે.

ધંધામાં પ્રગતિ થઈ ત્યાર પછી તેઓ કાર્મિકેલ રોડ પર આવેલી ઉષા કિરણ સોસાયટીમાં રહેવા ચાલ્યા ગયા હતા.

ત્યાર પછી, સીવિન્ડ્સ કોલાબા એપાર્ટમેન્ટ અંબાણી પરિવારનું નવું રહેઠાણ બની ગયું. પરિવાર યોગ્ય રીતે ચાલી રહ્યો હતો કે બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ શરૂ થઈ ગયો. ત્યાર પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ-અલગ ફ્લોર પર શિફ્ટ થઈ ગયા.

જો કે, અંબાણી પરિવારનો પારિવારિક વિવાદ મીડિયાથી છુપાઈ શક્યો નહીં અને બાબત જાહેર થઈ ગઈ. ત્યાર પછી તેમણે એન્ટિલિયાનું નિર્માણ શરૂ કર્યું, જે 2010માં બનીને તૈયાર થયું હતું. કહેવાય છે કે જ્યોતિષીય કારણોસર મુકેશ અંબાણી 2010ની જગ્યાએ 2013માં એન્ટિલિયા માં શિફ્ટ થયા હતા.