એંટીલિયાના 27 મા માળ પર જ શા માટે રહે છે મુકેશ અંબાણીનો પરિવાર, કારણ છે ખૂબ જ રસપ્રદ, જાણો તમે પણ

વિશેષ

શું તમે જાણો છો કે એશિયાનો સૌથી અમીર વ્યક્તિ ક્યાં રહે છે? કઈ બિલ્ડિંગમાં રહે છે? કયા ફ્લોર પર રહે છે? તેમના ઘરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે? તેનું ઘર કેટલું મોંઘું છે? નહિં…તો ચાલો આજે તમને આ વ્યક્તિ અને તેના રહેઠાણ વિશે જણાવીએ.

આજે તમે જે વ્યક્તિના ઘર વિશે જાણવા જઈ રહ્યા છો તેનું નામ છે મુકેશ અંબાણી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ છે. મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈના અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટિલિયા નામના લક્ઝરી મહેલમાં રહે છે.

એન્ટિલિયામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ પુત્રવધૂ શ્લોકા મહેતા અને નાના પુત્ર અનંત અંબાણી સાથે રહે છે. લંડનના બકિંગહામ પેલેસ પછી તે દુનિયાનું બીજું સૌથી મોંઘું ઘર છે. મુકેશ અંબાણીના આ લક્ઝરી બંગલાની કિંમત દોઢથી બે કરોડ હોવાનું કહેવાય છે.

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પરિવાર સાથે એન્ટિલિયાના 27માં માળ પર રહે છે. તમારા મનમાં આ સવાલ આવી શકે છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર 27મા માળ પર જ શા માટે રહે છે? તેની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે.

બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો કે તમે 27મા માળે શા માટે રહો છો તો નીતા અંબાણીએ કહ્યું કે 27મા માળ પર જવા પાછળનું સૌથી મોટું કારણ ‘સુર્ય નો પ્રકાશ’ હતું. ખરેખર નીતા અંબાણી એ ઈચ્છતી હતી કે તેમના પરિવારના સભ્યો જ્યાં પણ રહે તેમના રૂમમાં સૂર્યના કિરણો પોતાનો પ્રકાશ વિખેરે. આ કારણથી નીતા અંબાણીએ રહેવા માટે 27મો માળ પસંદ કર્યો.

તમને જણાવી દઈએ કે 27મા માળની સુરક્ષા એટલી કડક છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારના નજીકના લોકોને જ જવાની પરમિશન છે. તેમાં કોઈ શંકા નથી કે અંબાણી પરિવારના દરેક વ્યક્તિ કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી અને ખૂબ જ રોયલ લાઈફ જીવે છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે એન્ટિલિયામાં અંબાણી પરિવારની સેવા માટે કુલ 600 લોકો કામ કરે છે.

એન્ટિલિયામાં કામ કરતા દરેક લોકોને વ્યાજબી પગાર મળે છે. આ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે અંબાણી મેન્શનમાં કામ કરતા સ્ટાફના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.

બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ જ્યારે નીતા અંબાણીને તેમના સ્ટાફના પગાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમારે ત્યાં દરેક સ્ટાફને તેમના પરફોર્મન્સ પ્રમાણે પગાર આપવામાં આવે છે.