પૃથ્વી અંબાણીની બર્થડે પાર્ટીમાં વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુવો આ વાયરલ તસવીરો

વિશેષ

દુનિયાના સૌથી અમીર પરિવારોમાંથી એક, અંબાણી પરિવાર અવારનવાર હેડલાઇન્સનો ભાગ રહે છે. લગ્નથી લઈને બર્થડે પાર્ટી સુધી, અંબાણી પરિવાર દ્વારા સેલિબ્રેટ કરવામાં આવેલું દરેક ફંક્શન ખૂબ ચર્ચાનો વિષય બને છે. આ પરિવાર દરેક ફંકશન ખૂબ જ ભવ્ય રીતે સેલિબ્રેટ કરે છે. આવી સ્થિતિમાં જો પરિવારના સૌથી નાના સભ્યના પહેલા જન્મદિવસની વાત કરીએ તો તે જન્મદિવસને પણ અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે ઉજવ્યો છે.

માહિતી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પૌત્ર આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના પુત્ર પૃથ્વીનો જન્મ 10 ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. પૃથ્વીના જન્મની સાથે જ અંબાણી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ત્યાર પછી પૃથ્વીનો પહેલો જન્મદિવસ 10 ડિસેમ્બર 2021ના રોજ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ જન્મદિવસનું સેલિબ્રેશન અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં આવેલા પોતાના પિતૃક ઘર પર કર્યું હતું.

માહિતી માટે તમને જણાવી દઈએ કે હવે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીના જન્મદિવસની કેટલીક તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરંતુ આ સેલિબ્રેશનની એક તસવીર ખરેખર સૌથી ખાસ છે કારણ કે આ તસવીરમાં આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. ખરેખર થોડા દિવસો પહેલા જ ઈશા અંબાણીના ફેન પેજ પર પૃથ્વીના પહેલા જન્મદિવસના સેલિબ્રેશનની એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીરમાં આખો અંબાણી પરિવાર એટલે કે કોકિલાબેન, મુકેશ, નીતા, આકાશ, ઈશા, શ્લોકા અને રાજકુમાર પૃથ્વી અંબાણી બધા એકસાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરની સૌથી ખાસ વાત એ છે કે આ તસવીરમાં આકાશ અંબાણી અને તેના પુત્ર પૃથ્વી સિવાય બાકીના બધાએ વ્હાઈટ કલરનું ટી-શર્ટ પહેર્યું છે, જેના પર બ્લુ કલરમાં 1 લખેલું છે. આ ઉપરાંત આ તસવીરની બીજી ખાસ વાત એ છે કે દરેકે પહેરેલા ટી-શર્ટ પર પૃથ્વીનું નામ લખેલું છે.

નોંધપાત્ર છે કે આ તસવીર પહેલા શ્લોકા મહેતાની પોતાના પુત્ર પૃથ્વી અંબાણી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, આ તસવીરમાં શ્લોકા મેહતા પોતાના પુત્ર પૃથ્વી સાથે કેક પાસે ઉભેલી જોવા મળી હતી. જ્યાં શ્લોકા મેહતા વ્હાઇટ કલરના ટી-શર્ટ અને પ્રિન્ટેડ સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ બર્થડે બોય પૃથ્વી બ્લુ કલરના જમ્પર અને મેચિંગ પેન્ટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો. જોકે પૃથ્વીના જન્મદિવસની કેક એક્વા થીમ વાળી હતી જેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું.

નોંધપાત્ર છે કે આ ઉપરાંત પૃથ્વીના જન્મદિવસની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં પૃથ્વીની સાથે સાથે આખો અંબાણી પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો હતો. ખુશ હોય પણ કેમ નહિં કારણ કે તેમના પરિવારના સૌથી નાના સભ્યનો પહેલો જન્મદિવસ હતો. અંબાણી પરિવારની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને અંબાણી પરિવારના ચાહકોએ પણ આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.