આ ઘરમાં પસાર થયું છે ધીરુભાઈ અંબાણીનું બાળપણ, જુવો હવે કેવું દેખાય છે 100 વર્ષ જૂનું તેમનું ઘર

વિશેષ

અંબાણી પરિવારની ગણતરી દેશના સૌથી અમીર પરિવારોમાં થાય છે. આ પરિવારને ઉંચાઈ સુધી ધીરુભાઈ અંબાણી લઈ ગયા હતા. ત્યાર પછી તેમના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે. ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના ચોરવાડ ગામમાં 28 ડિસેમ્બર 1932ના રોજ થયો હતો. એક નાના ગામડાના હોવા છતાં તેણે ખૂબ નામ અને સંપત્તિ કમાઈ છે.

આ છે અંબાણીનું 100 વર્ષ જૂનું ઘર: આજે અમે તમને અંબાણી પરિવારનું 100 વર્ષ જૂનું ઘર બતાવવા જઈ રહ્યા છીએ. હાલમાં તે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ તરીકે ઓળખાય છે. અહીં તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ ચીજો જોવા મળશે. આ તે જ ઘર છે જ્યાં ધીરુભાઈ અંબાણીએ બાળપણ પસાર કર્યું હતું. તે આ ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને નીકળ્યા હતા. ત્યાર પછી તેમણે આખી દુનિયામાં પોતાનો બિઝનેસ ફેલાવ્યો.

ધીરુભાઈ અંબાણીએ 1955માં કોકિલા બેન સાથે લગ્ન કર્યા હતા. તે પણ આ ઘરમાં લગભગ 8 વર્ષ સુધી રહ્યા છે. લગ્ન પછી ધીરુભાઈ તેને આ ઘરે લઈ આવ્યા હતા. ધીરુભાઈને કોઈ કામના સંબંધમાં યમન જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં કોકિલાબેન આ ઘરમાં લગભગ 8 વર્ષ સુધી રહ્યા હતા.

પત્નીએ ઘરને બનાવ્યું ધીરુભાઈ અંબાણી મેમોરિયલ: 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈનું નિધન થયું હતું. ત્યારપછી કોકિલાબેન એ પતિની યાદમાં ચોરવાડા ગામમાં આવેલા આ ઘરને ધીરુભાઈ અંબાણી મેમોરિયલમાં બદલી નાખ્યું. આ ઘર બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં અંબાણી પરિવાર આવતો-જતો રહે છે. આ ભાગ તેણે પોતાના માટે રાખ્યો છે. સાથે જ બીજો ભાગ પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે.

આ ઘરમાં એક સોવિનિયર શોપ છે જ્યાં તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઘણી ચીજો જોવા મળે છે. આજે પણ કોકિલાબેન પોતાના પતિની યાદ આવવા પર આ ઘરમાં થોડો સમય પસાર કરે છે. અહીં તેમના વીતેલા દિવસોની યાદો તાજી થાય છે. અંબાણી પરિવાર આ ઘરને ખૂબ જ સંભાળીને રાખે છે. તેની યોગ્ય જાળવણી કરવામાં આવે છે.

અંદર અને બહાર છે ખૂબ જ સુંદર: આ ઘર દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેમાં એક ખૂબ જ સુંદર બગીચો છે. અહિં ઘરની આસપાસ હરિયાળી છે. જેના કારણે હવા પણ સારી મળે છે. અહીં ફરવાની પોતાની અલગ મજા છે. બગીચાનો એક ભાગ પ્રવાસીઓ માટે છે. સાથે જ બીજો અંબાણી પરિવારે પોતાના માટે પ્રાઈવેટ રાખ્યો છે. અહીં મુગલ સ્ટાઈલ ફાઉંટેન પણ છે. આ ઘરમાં વરંડા, લિવિંગ રૂમ, ગેસ્ટ રૂમ અને કિચન પણ છે.