દેશ-દુનિયાના અમીરોમાં સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તમામ તહેવારો ધામધૂમથી ઉજવે છે. લોકોને અંબાણી પરિવારની આ વાત ખૂબ પસંદ છે કે અંબાણી પરિવાર પોતાની સંસ્કૃતિ અને તેના મૂળ સાથે જોડાયેલો છે. દર વર્ષની જેમ આ વખતે પણ મુકેશ અંબાણીએ પોતાના ઘરે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું હતું.
સામાન્ય રીતે ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ચતુર્થી સાથે તેની શરૂઆત થાય છે અને ચતુર્દશીના દિવસે શ્રી ગણેશનું વિસર્જન થાય છે. જો કે ઘણા લોકો ગણેશ વિસર્જન ગણેશ સ્થાપના ના એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ અથવા તો સાત દિવસમાં પણ કરે છે. બુધવાર, 31 ઓગસ્ટના રોજ દેશભરમાં લોકોએ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું.
અંબાણી પરિવારમાં પણ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું હતું. જ્યારે અંબાણી પરિવારે બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. વિસર્જનમાં હિન્દી સિનેમાના બે લોકપ્રિય કલાકારો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ શામેલ થયા. ગણેશ વિસર્જનમાં રણવીર સિંહે ખૂબ ડાંસ પણ કર્યો.
View this post on Instagram
અંબાણી પરિવારે 31 ઓગસ્ટે બાપ્પાનું સ્વાગત કર્યું હતું અને 1 સપ્ટેમ્બરે બાપ્પાનું વિસર્જન કર્યું હતું. વિસર્જનમાં રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં તમે કપલની ઝલક જોઈ શકો છો. આ પ્રસંગ પર રણવીર પોતાની સ્ટાઈલમાં ડાંસ કરતા જોવા મળ્યો. રણવીર ફિલ્મ ‘અગ્નિપથ’ના ગીત ‘દેવા શ્રી ગણેશ’ પર ડાન્સ કરી રહ્યો છે.
રણવીર અને દીપિકા બંને ફૂલોથી શણગારેલા ટ્રકની અંદર જોવા મળી રહ્યા છે. વીડિયો અને તસવીરોમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી ઉપરાંત શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ અને અન્ય ઘણા લોકો પણ જોવા મળી રહ્યા છે.
એક તરફ જ્યાં રણવીર ‘દેવા શ્રી ગણેશા’ પર ઝૂમી રહ્યા હતા, તો સાથે જ આ દરમિયાન દીપિકા બેંચ પર બેઠી-બેઠી આ પળને એંજોય કરી રહી હતી. આ દરમિયાન દીપિકા લોકો પર ફૂલ વરસાવતા પણ જોવા મળી હતી.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ પહોંચ્યા હતા અંબાણીના ઘરે, કર્યા બાપ્પાના દર્શન: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ગણપતિજીના દર્શન કરવા માટે મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ પહોંચ્યા હતા. સાથે જ તેમની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ હતા. એક તસવીરમાં દરેક સાથે મુકેશ અંબાણી અને તેમના પરિવારના અન્ય સભ્યો જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
વાત કરીએ રણવીર અને દીપિકાના વર્ક ફ્રન્ટ વિશે તો રણવીર સિંહ છેલ્લે ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તેની આગામી ફિલ્મોમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘સર્કસ’, તમિલ ફિલ્મ ‘અન્નિયાન’ની હિન્દી રિમેક શામેલ છે. જ્યારે દીપિકાની આગામી ફિલ્મોમાં ‘પઠાન’, ‘ફાઈટર’, ધ ઈન્ટર્ન અને ‘પ્રોજેક્ટ કે’ શામેલ છે. તે પઠાનમાં જ્હોન અબ્રાહમ અને શાહરૂખ ખાન સાથે, ‘ફાઈટર’માં રિતિક રોશન, ‘ધ ઈન્ટર્ન’માં અમિતાભ બચ્ચન અને ‘પ્રોજેક્ટ કે’માં પ્રભાસ સાથે જોવા મળશે.