પરફેક્ટ ફેમિલી મેન છે અલ્લૂ અર્જુન, જુવો તેમની પરિવાર સાથેની સુંદર તસવીરો

બોલિવુડ

અલ્લુ અર્જુન ભલે સાઉથની ફિલ્મોના અભિનેતા છે પરંતુ ઉત્તર ભારતમાં પણ તેમની ઘણી ફેન ફોલોઈંગ છે. પુષ્પા ફિલ્મથી તો અલ્લુ અર્જુન આખા ભારતમાં સ્ટાર બની ગયા. આજે અમે તેમના પરિવારની કેટલીક તસવીરો શેર કરી રહ્યાં છીએ.

અલ્લુ અર્જુનનો જન્મ મદ્રાસમાં થયો હતો, જોકે 40 વર્ષના અલ્લુ અર્જુન તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેમને અત્યાર સુધીમાં 6 ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે. અલ્લુ અર્જુને સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે.

વાત વર્ષો પહેલાની છે, જ્યારે અલ્લુ યુએસમાં પોતાના એક મિત્રના લગ્નમાં ગયા હતા. સ્નેહા પણ તે લગ્નમાં હાજર હતી. અર્જુનના મિત્રએ તેમની સ્નેહા સાથે મુલાકાત કરાવી હતી. પછી શું હતું, પહેલી નજરમાં જ અલ્લૂ પોતાનું દિલ હારી બેઠા હતા.

સ્નેહા બિઝનેસમેન કેસી શેખર રેડ્ડી અને કવિતા રેડ્ડીની પુત્રી છે. શરૂઆતમાં આ સંબંધ માટે સ્નેહા અને અલ્લુનો પરિવાર તૈયાર ન હતો. પરંતુ ગાઢ પ્રેમમાં ડૂબેલા અલ્લુ-સ્નેહા ટસથી મસ થવા તૈયાર ન હતા. છેવટે પરિવારે ઝુકવું પડ્યું અને કપલના લગ્ન નક્કી થઈ ગયા.

અલ્લુ અને સ્નેહાની 26 નવેમ્બર 2010ના રોજ સગાઈ થઈ. તેના 3 મહિના પછી, 6 માર્ચ 2011 ના રોજ તેમણે લગ્ન કર્યા. અલ્લુ અર્જુનને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. તેમના પુત્રનું નામ અલ્લૂ અયાન છે તો પુત્રીનું નામ અલ્લૂ અરહા છે.

અલ્લુ અયાન સાથે બાળક બની જાય છે અલ્લુ અર્જુન: અભિનેતા અવારનવાર તેમના બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તે પોતાના પુત્ર અલ્લુ અયાન સાથે બાળક બની જાય છે.

પાપા ની લાડલી છે અલ્લુ અર્જુનની પુત્રી અરહા: સાથે જ, અભિનેતા અલ્લુ અર્જુનની પુત્રી અરહા પોતાના પિતાની લાડલી છે. જ્યારે પણ અલ્લુ અરહા અને અલ્લુ અર્જુનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવે છે, ત્યારે તે ખૂબ જ વાયરલ થઈ જાય છે.

માતાની સૌથી નજીક છે અલ્લુ અર્જુન: અલ્લુ અર્જુનની માતા નિર્મલા તેમના સૌથી પ્રિય મિત્રો અને માર્ગદર્શક છે. જેની સાથે અલ્લુ અર્જુન પોતાનો ક્વાલિટી ટાઈમ પસાર કરે છે.

પિતાની બધી વાત સાંભળે છે અલ્લૂ અર્જુન: અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ એક જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર છે. અલ્લુ અર્જુન પોતાના પિતાની વાત ખૂબ ધ્યાનથી સાંભળે છે.

ભાઈઓ સાથે પણ ખૂબ યારાના: અલ્લુ અર્જુનને બે ભાઈઓ છે. જ્યારે અલ્લુ શિરીષ તેના ભાઈની જેમ પ્રખ્યાત ટોલીવુડ અભિનેતા છે, તો મોટા ભાઈ અલ્લુ વેંકટેશ પણ ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે અલ્લુ બોબીના નામથી પણ ઓળખાય છે.

નાના ભાઈ પર જાન છિડકે છે અલ્લુ અર્જુન: અલ્લુ અર્જુન તેમના નાના ભાઈ અલ્લુ શિરીષ સાથે ખૂબ જ જોડાયેલ છે અને તેને ખૂબ લાડ કરે છે. આ તસવીર આ વાતના પુરાવા આપી રહી છે.

પરિવાર સાથે અવારનવાર તસવીર કરે છે શેર: અલ્લુ અર્જુન અવારનવાર પોતાના પૂરા પરિવાર સાથેની તસવીરો શેર કરે છે, પરંતુ આ તસવીરોમાં તમામ લાઈમલાઈટ પુષ્પા સ્ટારના ક્યૂટ બાળકો લઈ જાય છે.