2 એકરમાં બનેલો છે અલ્લુ અર્જુનનો લક્ઝરી બંગલો, નામ રાખ્યું છે ‘Blessing”, જાણો કેટલી છે તેની કિંમત

બોલિવુડ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે કોઈ ઓળખના મોહતાજ નથી. અલ્લુ અર્જુનનું કામ બોલે છે. હા, તે એક એવા સાઇથ ઈન્ડિયન અભિનેતા છે, જેમને હિન્દીભાષી વિસ્તારોમાં પણ ખૂબ જ પસંદ આવે છે. તેમણે પોતાની એક્ટિંગના આધારે સાઉથમાં ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ બનાવી છે. માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.

આજે આપણે વાત કરીશું અલ્લુ અર્જુનની લાઈફ સ્ટાઈલ વિશે. અલ્લુ અર્જુન ફિલ્મો ઉપરાંત તેના અંગત જીવનમાં પણ એક સારી લાઈફસ્ટાઈલ જીવે છે. તેમની પાસે એવો બંગલો છે, જેની ચર્ચા અવારનવાર થતી રહે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

આટલા એકરમાં છે બંગલોઃ અલ્લુ અર્જુનનો બંગલો હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં આવેલો છે. બહારથી તે આજના સમયના મહેલ જેવો લાગે છે. અલ્લુ અર્જુને પ્રેમથી આ ઘરને બ્લેસિંગ નામ આપ્યું છે. 2 એકરમાં બનેલા આ બંગલાને પ્લેન વ્હાઈટ કલરથી પેંટ કરવામાં આવ્યો છે જે તેને ક્લાસી લુક આપે છે. જેની એન્ટ્રીમાં એક ઓપન ગાર્ડન છે જ્યાં અલ્લુ અર્જુન અવારવાર પરિવાર સાથે સમય પસાર કરે છે.

જોવામાં કોઈ મહેલથી ઓછો નથીઃ આ ઘર બહારથી જેટલું સુંદર છે, અંદરથી પણ એટલું જ સુંદર. ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. આ ઘરને ઈન્ટિરિયર ડિઝાઈનર્સ આમિર અને હામિદે ડિઝાઈન કર્યું છે. ઘરને માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ સફેદ રંગવામાં આવ્યો છે. સોફાથી લઈને બેડ સુધીની દરેક ચીજો વ્હાઈટ છે જેણે આ ઘરને વધુ સુંદર અને ચમકદાર બનાવ્યું છે.

આટલા અબજ છે કિંમત: અલ્લુ અર્જુનને બે બાળકો છે. તેથી જ બાળકોને રમવા માટે કોઈ કમી ન રહે, તેના માટે ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. આ વાતનું ઘરની બહાર અને અંદર બંને જગ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ ઘર આટલું લક્ઝરી છે, તો સ્વાભાવિક છે કે તેની કિંમત પણ જબરદસ્ત હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા એટલે કે 1 કરોડ રૂપિયા સુધી જણાવવામાં આવી રહી છે.