અલ્લૂ અર્જુનની લાઈફ છે ખૂબ જ લક્ઝરી, કરોડોના ઘરમાં રહેતા ‘પુષ્પા’ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુવો તસવીરો

બોલિવુડ

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલના રોજ થયો હતો. ગયા વર્ષ 2021ના અંતમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘પુષ્પા’એ લોકો પર એવો જાદુ કર્યો કે આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો દરેકના હોઠ પર સાંભળવા મળી રહ્યા છે. ચાલો આજે અલ્લૂ અર્જુનની કુલ સંપત્તિ વિશે જાણીએ.

અલ્લુ અર્જુનની નેટ વર્થ: અલ્લુ અર્જુન ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. તેમની પાસે કરોડોનું ઘર અને લક્ઝરી કારથી લઈને પ્રાઈવેટ જેટ અને વેનિટી વેન છે. Cknowledge મુજબ, અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ લગભગ 47 મિલિયન ડોલર છે.

અલ્લુ અર્જુન પાસે છે કરોડોનું ઘર: અલ્લુ અર્જુન પોતાની પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો અયાન અને અરહા સાથે હૈદરાબાદમાં એક મોટા બંગલામાં રહે છે. નો બ્રોકર ઈન્ડિયા મુજબ અલ્લુ અર્જુનના આ ઘરની કિંમત 13 મિલિયન ડોલરથી વધુ છે.

અલ્લુ અર્જુનની કાર: અલ્લુ અર્જુન લક્ઝરી કારના શોખીન છે. જીક્યૂ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, અલ્લુ અર્જુન પાસે હમર H2, રેન્જ રોવર વોગ, જગુઆર XJL, Volvo XC90 T8 એક્સેલન્સ જેવી ઘણી કાર છે.

અલ્લુ અર્જુનનું પ્રાઈવેટ જેટ: અલ્લુ અર્જુન પાસે માત્ર કાર જ નહીં પરંતુ પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. તે અવારનવાર તેમના પરિવાર સાથે તેમાં મુસાફરી કરે છે. અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર પોતાના પ્રાઈવેટ જેટની તસવીરો પણ શેર કરતા રહે છે.

અલ્લુ અર્જુન પાસે છે વેનિટી વેન: અલ્લુ અર્જુને વર્ષ 2019માં એક વેનિટી વેન લીધી હતી. આ વેનિટી વેનની અંદર તમામ સુવિધાઓ છે. આ વેનિટી વેનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. અલ્લુ અર્જુનને ઘડિયાળોનો પણ શોખ છે અને તેમની પાસે ઘડિયાળનું સારું કલેક્શન છે.