માત્ર 3 વર્ષની ઉંમરમાં જ અલ્લૂ અર્જુન એ કરી હતી એક્ટિંગની શરૂઆત, જાણો ‘પુષ્પા’ સ્ટારની 5 ન સાંભળેલી વાતો

બોલિવુડ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન કોઈ ઓળખના મોહતાજ નથી. અલ્લુ અર્જુનની મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થાય છે, જેની પાછળનું મુખ્ય કારણ તેમની દમદાર પર્સનાલિટી અને સુંદર એક્ટિંગ છે અને જ્યારે આ બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે, તો ફિલ્મ હિટ થવી તો વ્યાજબી છે. અલ્લુ અર્જુને પોતાની સુંદર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. દુનિયાભરમાં તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે.

થોડા દિવસો પહેલા જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ હતી, ત્યાર પછીથી જ અલ્લુ અર્જુન બોલિવૂડના ચાહકોના દિલમાં વસી ચુક્યા છે. જણાવી દઈએ કે અલ્લુ અર્જુને 8 એપ્રિલ 2022ના રોજ પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અલ્લુ અર્જુને ખૂબ જ નાની ઉંમરમાં પોતાના માટે એક મોટી ઓળખ બનાવી લીધી છે. આજે અમે તમને આ લેખ દ્વારા અલ્લુ અર્જુન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

3 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતા અલ્લૂ અર્જુન: તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનનો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉદય અચાનક જ નથી થયો, પરંતુ અન્ય અભિનેતાની જેમ તેમણે પણ નાના લેવલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં થયો હતો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે અલ્લુ અર્જુને માત્ર 3 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અલ્લુ અર્જુન કેમેરાની સામે 3 વર્ષની ઉંમરમાં જોવા મળ્યા હતા. તે દરમિયાન નાના અલ્લુ અર્જુને ફિલ્મ “વિજેતા (1985)”માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તે ફિલ્મ “ડેડી”માં જોવા મળ્યા, જે 1986 માં રિલીઝ થયા હતા અને જ્યારે અલ્લુ અર્જુન મોટા થયા ત્યારે તેમણે ફિલ્મ “ગંગોત્રી”થી ડેબ્યૂ કર્યું, જે 2003માં આવી હતી.

લક્ઝરી વેનિટી વેનના માલિક છે અલ્લુ અર્જુન: કહેવાય છે કે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પાસે ભારતની સૌથી મોંઘી વેનિટી વેન છે. આ બહારથી જેટલી સુંદર દેખાય છે અંદરથી પણ તેટલી જ સુંદર દેખાય છે. અલ્લુ અર્જુને આ વેનિટી વેન 2019માં ખરીદી હતી, જેનું નામ ફાલ્કન છે. તેની કિંમત 7 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.

પુસ્તકિયા કિડા છે અલ્લૂ અર્જુન: તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનને ઓળખતા લોકો તેને પુસ્તકિયા કિડા પણ કહે છે. કારણ કે ‘પુષ્પા’ ના અભિનેતા અલ્લુ અર્જુનને વાંચવામાં ખૂબ જ રસ છે.

અભિનેતાની સાથે-સાથે એક શ્રેષ્ઠ સિંગર પણ છે અલ્લૂ અર્જુન: આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અલ્લુ અર્જુન એક શ્રેષ્ઠ અભિનેતા છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે તે એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ સિંગર પણ છે. હા, વર્ષ 2016માં આવેલી તેલુગુ ફિલ્મ “સરૈનોડુ” માટે તે એક ગીત પણ ગાઈ ચુક્યા છે.

પત્ની સાથે સંબંધ પરિવારને પસંદ ન હતો: અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે, જે એક હૈદરાબાદના બિઝનેસમેનની પુત્રી છે. કહેવાય છે કે અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીને એકબીજા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. એક મિત્રના લગ્નમાં બંનેની પહેલી મુલાકાત થઈ હતી. એવું કહેવાય છે કે તે સમયે સ્નેહા માસ્ટર ડિગ્રી લઈને અમેરિકાથી પરત આવી હતી અને અલ્લુ અર્જુન તમિલ ફિલ્મોના સ્ટાર બની ચુક્યા હતા. જો રિપોર્ટ્સનું માનીએ તો સ્નેહાના પરિવારને અલ્લુ અર્જુન સાથે તેનો સંબંધ બિલકુલ પસંદ ન હતો. કહેવાય છે કે જ્યારે સ્નેહાના ઘરે અલ્લુ અર્જુને સંબંધ મોકલ્યો ત્યારે તેના પિતાએ તેને નકાર્યો હતો.