જાણો શું છે અલ્લૂ અર્જુન અને ‘666’ નું રાજ, મોબાઈલથી લઈને અભિનેતાની કાર સુધીમાં રહે છે આ નંબર

બોલિવુડ

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર આ દિવસોમાં ધૂમ મચાવી રહ્યા છે. તેમની એક્ટિંગ અને એક્શનના તો હવે હિન્દી રાજ્યોના દર્શકો પણ દિવાના બની ચુક્યા છે. અભિનેતા પ્રભાસ હોય કે યશ. જોકે સાઉથ સ્ટાર્સની જ્યારે પણ વાત થાય છે ત્યારે અલ્લુ અર્જુનનું નામ જરૂર આવે છે. તે આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાયેલા છે.

અલ્લુ અર્જુનનો આજે એટલે કે 8મી એપ્રિલે જન્મદિવસ છે. તેમણે તાજેતરમાં જ પુષ્પા ફિલ્મથી ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મ એ બોલિવૂડની ઘણી ફિલ્મોની કમાણી પર બ્રેક લગાવી દીધો હતો. તેના વિશે એક રસપ્રદ વાત તમે જાણતા નહિં હોય. તેમનું અને નંબર 666ના કનેક્શનનું રાજ શું છે. જો તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ.

ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે અલ્લુ અર્જુન: અલ્લુ અર્જુન શુક્રવારે 39 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર ચાહકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. માત્ર દેશ જ નહિં વિદેશથી પણ તેમના માટે અભિનંદન સંદેશ આવી રહ્યા છે. તે ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. તેમાં પુષ્પા તો છે જ સાથે જ સૂર્યા ધ સોલ્જર થી લઈને ડીજે અને અન્ય ઘણી ફિલ્મો શામેલ છે જે કમાલ કરી ચુકી છે.

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોમાં ગુસ્સામાં જોવા મળતા અલ્લુ રિયલ લાઈફમાં ખૂબ જ શાંત વ્યક્તિ છે. તે ખૂબ જ ભોળા અને સ્વીટ છે. જ્યારે અલ્લુને તેના ફેવરિટ સ્ટાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે શાહરૂખનું નામ લીધું. જોકે તેમની શાહરૂખ સાથે ક્યારેય મુલાકાત થઈ નથી.

શું છે અલ્લુ અને 666નું રાજ: જો તમે અભિનેતાના ચાહક છો તો તમે પણ જાણતા હશો કે તેમને 666 નંબર ખૂબ જ પસંદ છે. તેમનો મોબાઈલ હોય કે કાર, 666 નંબર જરૂર જોવા મળે છે. તેમની વેનિટી વેનમાં પણ આ નંબર જરૂર જોવા મળે છે. તેમના મોબાઈલનો છેલ્લો નંબર પણ 666 પર જ સમાપ્ત થાય છે. જોકે આ નંબરને શેતાનનો નંબર માનવામાં આવે છે.

સાથે જ અલ્લુ અર્જુનને જ્યારે આ નંબરનું રાજ પૂછવામાં આવ્યું તો તેમણે તેનો જવાબ આપ્યો હતો. અભિનેતાએ કહ્યું હતું કે આ નંબર સાથે તેમનો ખૂબ જ લગાવ છે. અલ્લુએ કહ્યું હતું કે કેટલાક લોકો ભલે તેને શેતાનનો નંબર કહે છે, પરંતુ તેમના માટે 666 નંબર શાંતિ અને સ્ટાઈલનું પ્રતીક છે. આ કારણે તે તેમની સાથે જ રહે છે.

સ્નેહા રેડ્ડી સાથે કર્યા છે લગ્ન: અભિનેતાની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. બંનેએ 6 માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા હતા. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સ્નેહા સાથે લગ્ન કરવા માટે અલ્લુએ ખૂબ મહેનત કરવી પડી હતી. તેમની પહેલી મુલાકાત મિત્રના લગ્નમાં થઈ હતી. પહેલી મુલાકાતમાં જ તેમને સ્નેહા સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે સ્નેહાનો નંબર પણ લઈ લીધો હતો.

સ્નેહા તે સમયે અમેરિકાથી અભ્યાસ કરીને પરત આવી હતી. સ્નેહાના પિતા અલ્લૂ સાથે તેના લગ્ન કરવા ઈચ્છતા ન હતા. જોકે બંનેએ એકબીજાના પરિવારને ખૂબ મનાવ્યા. ત્યાર પછી બંનેના લગ્ન થઈ શક્યા હતા. આજે બંને સારું જીવન જીવી રહ્યા છે. તેમને બે બાળકો છે તેમના નામ અયાન અને અરહા છે.