રણબીર વગર આલિયાએ પસાર કર્યો પોતાનો શ્રેષ્ઠ દિવસ, જલપરી બનીને પાણીની અંદર આપ્યા કંઈક આવા પોઝ, તમે પણ જુવો તેની તસવીરો

બોલિવુડ

આલિયા ભટ્ટ આ દિવસોમાં આરઆરઆર ફિલ્મના પોસ્ટરને લઈને ચર્ચામાં છે. સાથે જ તેમની ગંગુબાઈ કાઠિયાવાડી નું ટ્રેલર પણ થોડા દિવસો પહેલા રીલીઝ થયું હતું. આ બધા ઉપરાંત આલિયા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સને લઈને પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે પોતાના ચાહકો સાથે પર્સનલ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં જ આલિયાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર અંડર વોટરની તસવીર શેર કરી છે. તેમાં તે પાણીની નીચે તરતા જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તેણે યલો-ગ્રે કલરની બિકીની પહેરી છે. આલિયાની આ તસવીર ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી છે. તેમાં તે જલપરી જેવી લાગી રહી છે.

આ તસવીર શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું – આ મારો શ્રેષ્ઠ દિવસ હતો. આ સાથે તેણે એક ઇમોજી પણ બનાવ્યું છે. આલિયાની આ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેને અત્યાર સુધીમાં 18 લાખ 75 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

આલિયાની આ તસવીર પર ચાહકો અનેક પ્રકારની કમેંટ્સ પણ કરી રહ્યા છે. કોઈકે લખ્યું છે કે “ખૂબ જ સુંદર લાગી રહી છે, આલિયા.” તો કોઈએ કહ્યું, “તમે એકદમ જલપરી લાગી રહ્યા છો”. તો કોઈએ લખ્યું છે કે “અમે પણ તમારી સાથે દરિયામાં તરી શકીએ.”

જોકે આલિયા ઇન્સ્ટા પર પોતાની ફિલિંગ શેર કરતી રહે છે. ઉદાહરણ તરીકે, થોડા દિવસો પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂરને મિસ કરતા તેનો હાથ પકડેલી એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ખૂબ મિસ કરી રહી છું.’ જોકે તસવીરમાં કોઈનો ચેહરો જોવા મળી રહ્યો નથી પરંતુ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ રણબીર અને આલિયાનો જ હાથ છે.

નોંધપાત્ર વાત એ છે કે રણબીર કપૂરને કોરોના થઈ ગયો છે. આવી સ્થિતિમાં તે આલિયાથી દૂર છે. જોકે આલિયાએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા.

આલિયા અને રણબીરની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંનેની નિકટતા પણ ખૂબ વધી છે. હવે ચાહકો આતુરતાથી આ બંનેના લગ્નની રાહ જોઇ રહ્યા છે. જોકે, બંનેએ આ અંગે કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી.

Leave a Reply

Your email address will not be published.