પુત્રી રાહા સાથે પહેલી વખત આઉટિંગ પર નીકળ્યા આલિયા-રણબીર, માતાના ખોળામાં જોવા મળી કપૂર ખાનદાનની પ્રિંસેસ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને લોકપ્રિય કપલમાંથી એક છે અને તેમણે ગયા વર્ષે 6 નવેમ્બર 2022 ના રોજ પોતાના જીવનમાં એક નાની પરીનું સ્વાગત કર્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે એક સુંદર પુત્રીના માતા-પિતા બની ચુક્યા છે અને આ કપલએ પોતાની પુત્રીનું નામ રાહા રાખ્યું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે હજુ સુધી તેમની પુત્રીનો ચેહરો દુનિયાને બતાવ્યો નથી. જો કે, ચાહકો આ કપલની પુત્રી રાહાની પહેલી ક્યૂટ ઝલક મેળવવા માટે આતુર છે.

આ દરમિયાન શુક્રવાર 13 જાન્યુઆરી 2023 ના રોજ સવારે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની નાની પરી રાહા સાથે જોવા મળ્યા હતા અને આ કપલ પહેલી વખત પોતાની પુત્રીને લઈને આઉટિંગ પર નીકળ્યા હતા. સાથે જ આ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી અને સાથે જ પેપરાજીએ તે તમામને કેમેરામાં કેદ કરી લીધા અને હવે સોશિયલ મીડિયા પર આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. સામે આવેલી તસવીરોમાંથી પહેલી તસવીરમાં, આલિયા ભટ્ટ પોતાની પુત્રીને બેબી ટ્રોલીમાં લઈને ચાલતા જોવા મળી રહી છે અને સાથે જ બીજી તસવીરરમાં તે તેની પુત્રીને ગળે લગાડતા જોવા મળી રહી છે.

આ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા અને સાથે જ સામે આવેલી આ તસવીરોમાં ચાહકોને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રીનો ચેહરો જોવા મળ્યો નથી. ખરેખર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની પુત્રીનો જન્મ થયો ત્યારથી જ તેને લાઈમલાઈટથી દૂર રાખવાનું નક્કી કર્યું છે અને થોડા સમય પહેલા જ રણબીર આલિયાએ મીડિયાને વિનંતી કરી હતી કે તેઓ તેમની પુત્રીની તસવીરો ક્લિક ન કરે અથવા તેને વાયરલ ન કરે.

ખરેખર આલિયા ભટ્ટે પેપરાઝીને વિનંતી કરતા કહ્યું હતું કે, “હું સંપૂર્ણ રીતે સમજું છું કે તમે ફક્ત તમારું જ કામ કરી રહ્યા છો પરંતુ અમારી પુત્રી ખૂબ નાની છે, તેણે હમણાં જ અમારો ચેહરો જોવાનું અને ઓળખવાનું શરૂ કર્યું છે. તે હજુ સુધી સેલિબ્રિટી લાઈફને જાણતી નથી તેથી અમે નથી ઈચ્છતા કે તેને કેમેરાના કારણે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તેથી હાલ માટે તેની તસવીરો ક્લિક ન કરો. અમે ખૂબ જ પ્રોડક્ટિવ માતાપિતા છીએ..”

આલિયા ભટ્ટે આગળ એ પણ કહ્યું હતું કે, “જો રાહાની તસવીરો ક્લિક થશે તો પણ સોશિયલ મીડિયા ઈમોજીથી તેને કવર કરશો, અમે અમારી પુત્રી રાહાની તસવીરો વાયરલ ન થવા દેવા માટે ફેન ક્લબ સાથે પણ વાત કરીશું.” આવી સ્થિતિમાં સોશિલ મીડિયા પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રીની જે પણ તસવીરો સામે આવે છે તે તસવીરો પર ઈમોજી લાગેલું હોય છે અને આ કારણે હજુ સુધી આલિયા-રણબીરની પુત્રીનો ચેહરો દુનિયા સામે આવ્યો નથી.

 

નોંધપાત્ર છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને સફળ અભિનેતાઓમાંથી એક છે અને આ બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, 14 એપ્રિલ 2022 ના રોજ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. સાથે જ લગ્નના માત્ર 2 મહિના પછી જ આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી અને આ વર્ષે નવેમ્બર મહિનામાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના જીવનમાં એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું છે, જેની માહિતી કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના તમામ ચાહકોને આપી હતી.