પુત્રી રાહા સાથે કરોડોના લક્ઝરી ઘરમાં રહે છે આલિયા-રણબીર, જુવો તેમના ઘરની તસવીરો

બોલિવુડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર સાથે મુંબઈમાં ખૂબ જ લક્ઝુરિયસ ઘરમાં રહે છે. કપલના સપનાના ઘરની અંદરની તસવીરો જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગયા વર્ષે પુત્રી રાહાના માતા-પિતા બન્યા હતા. આ કપલ તેમની લાડલી સાથે એક પાંચ માળના લક્ઝરી બંગલામાં રહે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું ઘર વાસ્તુ કુદરતી પ્રકાશથી ભરેલું છે અને તે ખૂબ જ ક્લાસિક અને મોડર્ન લુક ધરાવે છે.

આ કપલના ઘરના હોલમાં કાચના દરવાજા અને બારીઓ લગાવવામાં આવી છે. આલિયા ભટ્ટ અને રણબીરે તેને ઘણી ફેમિલી તસવીરો અને યાદગાર ચીજોથી સજાવ્યું છે અને તેમના સપનાના મહેલને ખૂબ જ કમ્ફી લુક આપ્યો છે.

આલિયા અને રણબીરે પોતાના ઘરની થીમને વ્હાઈટ અને બ્લેક ટચ આપ્યો છે. દિવાલો પર બ્રાઇડ વ્હાઇટ પેંટ કરવામાં આવ્યું છે. અને લાકડાનું ફર્નિચર પણ ખૂબ જ કમ્ફી રાખવામાં આવ્યું છે.

તાજેતરમાં જ આલિયાએ પોતાના ઘરના લક્ઝરી ડ્રેસિંગ રૂમની ઝલક પણ બતાવી હતી. જેને ક્લાસિક વ્હાઇટ અને બ્રાઉન કલર ટોન્સમાં ડેકોરેટ કરવામાં આવ્યું છે. તેમાં ઘણી બધી સ્પૉટલાઇટ્સ અને ડ્રેસિંગ ટેબલની સાથે મોટો અરીસો પણ લગાવવામાં આવ્યો છે.

આલિયાની તસવીરોના બેકગ્રાઉન્ડમાં શૂ-ડિસ્પ્લે કેબિનેટ પણ જોવા મળી રહ્યું છે. જેમાં ઘણા બધા શૂઝ રાખવામાં આવ્યા હતા.

આલિયા અને રણબીરે ઘરની બાલ્કનીમાં મોટા છોડ પણ લગાવ્યા છે. જે તેમની બાલ્કનીને ખૂબ જ સુંદર લુક આપે છે.

આલિયા અને રણબીરના ઘરમાં એક મોટી શેલ્ફ પણ રાખવામાં આવી છે. જ્યાં પુસ્તકો ઉપરાંત પણ ઘણી ચીજો રાખવામાં આવી છે.

આલિયા અને રણબીરે ગયા વર્ષે એપ્રિલમાં વાસ્તુમાં એંટીમેટ લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં આખા ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. હાલમાં કપલ પોતાની પુત્રી રાહા સાથે પેરેંટિંગ પિરિયડ એંજોય કરી રહી છે.