આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે કર્યા લગ્ન, અભિનેત્રીએ પોતે જ કર્યો આ મોટો ખુલાસો, ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

બોલિવુડ

પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ અને પ્રખ્યાત અભિનેતા રણબીર કપૂરની જોડી આજના સમયની સૌથી ચર્ચિત અને લોકપ્રિય જોડીમાંથી એક છે. બંને કલાકારોના સંબંધ વિશે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. ભલે બંનેએ હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ તે દિવસ દૂર નથી જ્યારે બંને સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાના બની જશે.

જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો લાંબા સમયથી બંને કલાકારોના લગ્નની રાહ પણ જોઈ રહ્યા છે. જો કે કોરોના મહામારીને કારણે બંનેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા, પરંતુ અવારનવાર બંનેના લગ્નના સમાચાર મીડિયામાં છવાયેલા રહે છે. તાજેતરમાં જ ફરી એકવાર બંનેના લગ્ન એ તૂલ પકડ્યું હતું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને એક વખત ફરીથી તાજેતરમાં એવા સમાચાર આવી રહ્યા છે કે બંને આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે, જોકે આ દરમિયાન આલિયા ભટ્ટે એક મોટો ખુલાસો કરીને દરેકને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના રણબીર કપૂર સાથે લગ્ન થઈ ચુક્યા છે.

આલિયાના આ ખુલાસા પછી તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે તમને જણાવી દઈએ કે રિયલમાં રણબીર અને આલિયાના લગ્ન નથી થયા. જ્યારે લગ્ન થશે ત્યારે આખી દુનિયાને જાણ થઈ જશે, પરંતુ આ પહેલા આલિયાએ કહ્યું છે કે તેણે મનમાં જ રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા છે.

તાજેતરમાં જ આલિયાએ આ વાત પોતની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ’ના પ્રમોશન દરમિયાન કહી છે. તે આ દિવસોમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે અને આવી સ્થિતિમાં તેણે જાહેરમાં ફરી એકવાર રણબીર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયાએ કહ્યું કે તે પોતાના મનમાં રણબીર સાથે લગ્ન કરી ચુકી છે. બીજી તરફ પોતાના એક ઈન્ટરવ્યુમાં રબીર કપૂર કહી ચુક્યા છે કે જો કોરોના ના હોત તો અત્યાર સુધીમાં આલિયા અને મારા લગ્ન થઈ ગયા હોત.

આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. તે ફિલ્મમાં અજય દેવગણ પણ નાની ભુમિકામાં જોવા મળશે. સાથે જ તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડાર્લિંગ’માં પણ જોવા મળશે.

જ્યારે રણબીરની આગામી ફિલ્મમાં ‘બ્રહ્માસ્ત્ર’ મોટું નામ છે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2022માં આવશે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળશે.