માત્ર આટલું જ ભણેલી છે આલિયા ભટ્ટ, લોકો ઉડાવે છે મજાક તો આજે પણ થાય છે અફસોસ

બોલિવુડ

બોલિવૂડની ગલીઓમાં, તમે ઘણા એવા સ્ટાર્સ વિશે સાંભળ્યું હશે જે નાની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ભાગ બની જાય છે. પોતાની કારકિર્દીની આ ઊંચાઈઓ મેળવવી તેમના માટે એટલું સરળ નથી હોતું. તેઓ કહે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે.

આ સ્ટાર્સને પણ પોતાની કારકિર્દી માટે ઘણી વખત ઘણું બધું પાછળ છોડવું પડે છે. અભ્યાસનું જીવનમાં શું મહત્વ છે તે તો તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે ઘણા એવા બોલિવૂડ સ્ટાર્સ છે કે જે અભ્યાસ કર્યા વગર આજે આખી દુનિયામાં પોતાની કળાના આધારે બોલીવૂડ પર રાજ કરે છે.

આ સ્ટાર્સમાંથી એક બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે. આ દિવસોમાં આલિયા પોતાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ચારેય બાજુથી પ્રસંશા લૂટી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટને પોતાની એક્ટિંગ કારકિર્દી બનાવવા માટે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો. આલિયા ભટ્ટ બાળપણથી જ અભ્યાસથી દૂર રહી છે.

સોશિયલ મીડિયા પર પણ ઉડે છે મજાક: સોશિયલ મીડિયા પર પણ તમે આલિયા ભટ્ટના ગણિત વિશેના મીમ્સ જોયા જ હશે. ઘણા પ્રસંગો પર આલિયાએ પોતે પણ સ્વીકાર્યું છે કે તેને ફિલ્મી દુનિયામાં સફર શરૂ કરવા માટે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો.

ખરેખર આલિયા બાળપણથી જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવવા ઈચ્છતી હતી. આલિયાએ બાળ કલાકાર તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યાર પછી જ્યારે આલિયાને ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે આવવું હતું ત્યારે તેણે પોતાનો અભ્યાસ પણ પાછળ છોડી દીધો.

હવે એ તો તમે જાણો જ છો કે આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ મેકર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે. આવી સ્થિતિમાં આલિયાના લોહીમાં જ એક્ટિંગ છે એ કહેવું ખોટું નથી. આલિયાની જેમ તેની મોટી બહેન પૂજા ભટ્ટ પણ ઈન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો રહી ચુકી છે. આવી સ્થિતિમાં આલિયા પણ પોતાને એક સફળ અભિનેત્રી તરીકે જાળવી રાખવા ઈચ્છે છે, પછી ભલે તેના માટે તેને પોતાના અભ્યાસથી દૂર જવું પડે.

12 પછી આ કારણે ન કરી શકી અભ્યાસ: તમને જણાવી દઈએ કે આલિયાએ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. ત્યાર પછી, જ્યારે તેને ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરવાની તક મળી, ત્યારે તેણે પોતાનો આગળનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે માત્ર 12 સુધી જ અભ્યાસ કર્યો છે. તમને આલિયાની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર તો યાદ જ હશે.

આ ફિલ્મમાં આલિયાએ કોલેજ સ્ટુડન્ટનું પાત્ર નિભાવ્યું હતું. હવે એ અલગ વાત છે કે રિયલ લાઈફમાં આલિયાએ ક્યારેય કોલેજનો ચેહરો પણ નથી જોયો. હાલના સમયની વાત કરીએ તો આ દિવસોમાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.