16 વર્ષની ઉંમરમાં કંઈક આવી લાગતી હતી આલિયા, રણબીરની ફિલ્મ માટે આપ્યું હતું ઓડિશન, થઈ ગઈ હતી રિજેક્ટ, જુવો તેનો આ આ 16 વર્ષ જૂનો વીડિયો

બોલિવુડ

પોતાની એક દાયકાની ફિલ્મી કારકિર્દીમાં આલિયા ભટ્ટે મોટું અને ખાસ નામ કમાઈ લીધું છે. પોતાની નાની કારકિર્દીમાં જ આલિયા હિન્દી સિનેમાની મોટી અભિનેત્રી બની ચુકી છે. 30 વર્ષની ઉંમરમાં તેને સુપરસ્ટાર કહેવામાં આવી રહી છે. જોકે તે આ સિદ્ધિની હકદાર પણ છે.

પોતાની 10 વર્ષની કારકિર્દીમાં આલિયાએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની એક્ટિંગ પર કોઈ સવાલ ઉભો ન કરી શકાય. આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન પુનિત મલ્હોત્રા અને કરણ જોહરે કર્યું હતું.

આલિયા ભટ્ટે આ ફિલ્મમાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કર્યું હતું. ત્રણેય કલાકારોની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જો કે આલિયાનું હિન્દી સિનેમામાં ડેબ્યુ આ ફિલ્મ પહેલા થઈ શકતું હતું. પરંતુ તેને ઓડિશનમાં સિલેક્ટ કરવામાં આવી ન હતી.

સોશિયલ મીડિયા પર હાલમાં આલિયા ભટ્ટનો એક વીડિયો હાલ ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો વીડિયો આલિયાના પહેલા ઓડિશનનો છે. ત્યારે આલિયા લગભગ 16-17 વર્ષની હતી. તે તેના પહેલા ઓડિશન દરમિયાન થોડી જાડી પણ દેખાતી હતી. જણાવી દઈએ કે આલિયાએ ઓડિશન રણબીર કપૂરની વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘વેકઅપ સિડ’ માટે આપ્યું હતું.

વાયરલ વીડિયોમાં તમે આલિયાને બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં જોઈ શકો છો. તે નો મેકઅપ લુકમાં ખૂબ જ નિર્દોષ જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રી રણબીરની ફિલ્મ ‘વેકઅપ સિડ’નો ડાયલોગ બોલી રહી છે. જો કે તમને જણાવી દઈએ કે આલિયાને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી ન હતી. આ ફિલ્મ માટે કોંકણા સેન શર્માની પસંદગી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Ke Fans ❤ (@aliakefans)

આલિયાના આ વીડિયો પર યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેંટ કરતા લખ્યું છે કે, “સારું થયું તેને સિલેક્ટ ન કરવામાં આવી. તે રોલમાં આ ફિટ ન થાત”. સાથે જ એક યુઝરે આલિયા માટે લખ્યું છે કે, “જો ઓડિશન ક્લિયર થઈ ગયું હોત તો રણબીર અને આલિયાની લવ સ્ટોરી વર્ષો પહેલા શરૂ થઈ ગઈ હોત”.

વાત હવે અભિનેત્રીના વર્ક ફ્રન્ટની કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. આ વર્ષે તે રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત તે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે જરા’માં પણ જોવા મળશે.