બાળપણથી જ ચોકલેટી છે રણબીર કપૂર, તો આલિયા પણ હતી ખુબ જ ક્યૂટ, જુવો તેમની બાળપણની તસવીરો

બોલિવુડ

અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંને આ સત્ય જાણ્યા પછી ખૂબ જ ખુશ છે, તો સાથે જ ચાહકોમાં પણ એક અલગ જ ખુશીનું વાતાવરણ છે. દરેક તરફથી આલિયા અને રણબીરને અભિનંદન મળી રહ્યા છે. જ્યાં ચાહકો પ્રેમ ભરેલી કમેંટ કરી રહ્યા છે તો સાથે જ બોલીવુડ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ તેને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ આલિયા અને રણબીરના બાળપણની તસવીરો. વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે બાળપણથી જ રણબીર કપૂર ક્યૂટ છે. નીતુ કપૂર અવારનવાર પોતાના પુત્ર રણબીર કપૂરની પ્રસંશા કરતા જોવા મળે છે.

નીતુ કપૂરનું માનવું છે કે હંમેશાથી રણબીર શાંત સ્વભાવના હતા જ્યારે તેની બહેન રિદ્ધિમા હંમેશાથી ચુલબુલી રહી. તમે જોઈ શકો છો કે દરેક તસવીરમાં રણબીર કપૂર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

તે ક્યારેક પોતાની માતા નીતુ કપૂર સાથે મસ્તીથી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે તો ક્યારેક તે પોતાના પિતા ઋષિ કપૂર સાથે ચોકલેટી લુકમાં જોવા મળી રહ્યા છે.

સાથે જ આલિયા ભટ્ટ બાળપણથી જ ગોલુ મોલુ રહી છે. આલિયાએ બાળ કલાકાર તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જણાવી દઈએ કે આલિયા બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી અને આ તસવીરમાં તે તેના પિતા મહેશ ભટ્ટ સાથે જોવા મળી રહી છે અને જેમાં તે એક માસૂમ ચેહરા સાથે જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટ અવારનવાર પોતાની મોટી બહેન પૂજા ભટ્ટ સાથે પણ જોવા મળતી હતી. તે બાળપણથી જ અભિનેત્રી બનવા ઈચ્છતી હતી. કહેવાય છે કે આલિયા જ્યારે 11 વર્ષની હતી ત્યારે અભિનેતા રણબીર કપૂરને પ્રેમ કરવા લાગી હતી.

તેણે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આલિયાએ જણાવ્યું હતું કે, “હું રણબીરને તે સમયે મળી જ્યારે હું માત્ર 11 વર્ષની હતી. મેં બ્લેક માટે ઓડિશન આપ્યું હતું. ત્યારથી મને તેના પર ક્રશ હતો. ત્યાર પછી તે સાંવરિયામાં જોવા મળ્યા અને ત્યા સુધીમાં હું તેને પહેલા જોઈ ચુકી હતી.”

આ ઉપરાંત આલિયાએ જણાવ્યું હતું કે તે ફિલ્મ સાંવરિયા રિલીઝ થઈ તે દરમિયાન કલાકો સુધી રણબીરના પોસ્ટરને જોઈ રહી હતી. જ્યારે તે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી ત્યારે આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જણાવી દઈએ કે ત્યાર પછી આલિયા અને રણબીરે લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી અને પછી તેમણે 14 એપ્રિલ વર્ષ 2022ના રોજ પોતાના પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા. બંનેના લગ્ન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત લગ્ન હતા, જેમાં ભટ્ટ અને કપૂર પરિવાર સામેલ થયો હતો. લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂને રણબીર અને આલિયાએ ચાહકોને સારા સમાચાર આપ્યા.