સીતાનો રોલ નિભાવશે આલિયા ભટ્ટ, બદલામાં લેશે આટલી અધધ ફી કે તૂટી જશે બધા રેકોર્ડ

બોલિવુડ

આલિયા ભટ્ટ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. 28 વર્ષની ઉંમરમાં તેણે ઘણું બધુ મેળવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે આલિયા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી છે. તેણે વર્ષ 2012 માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આલિયાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેની એક્ટિંગની ટીકા કરવામાં આવી હતી. પરંતુ ધીરે ધીરે તેણે પોતાની એક્ટિંગને સુધારી અને આજે તેની ગણતરી બોલીવુડની ટૉપ અભિનેત્રીઓમાં થાય છે.

પોતાની એક્ટિંગ સુધારવાની સાથે સાથે આલિયાએ તેની ફીમાં પણ વધારો કર્યો છે. તે એક ફિલ્મ કરવા માટે ખૂબ મોટી રકમ લે છે. ગલી બોય, રાઝી, હાઇવે અને ઉડતા પંજાબ કેટલીક એવી ફિલ્મો છે જેમાં આલિયા ભટ્ટની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે. આ ફિલ્મથી આલિયાએ સાબિત કરી દીધું કે તે ફિલ્મોમાં માત્ર એક શોપીસની જેમ નથી આવતી પરંતુ તેની અંદર ટેલેંટ નામની ચીજ પણ છે.

આલિયા ભટ્ટની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે આલિયા પાસે બીજી એક આગામી ફિલ્મ છે, જેના પર દરેકની નજર છે. આ ફિલ્મનું નામ આરઆરઆર છે. આ એક સાઉથ ઈંડિયન ફિલ્મ છે જેને બાહુબલીના ડિરેક્ટર એસએસ રાજામૌલી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલી વાર હશે જ્યારે આલિયા કોઈ સાઉથ ફિલ્મમાં જોવા મળશે.

એસએસ રાજામૌલીની આરઆરઆર ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયાનો પહેલો લુક પહેલા જ રિલીઝ કરવામાં આવી ચૂક્યો છે. આ ફિલ્મ માટે આલિયાએ ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં શામેલ થઈ શકે છે. પોતાની આ મહેનત માટે આલિયાએ મોટી ફી પણ માંગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં આલિયાને રેકોર્ડ બ્રેક પૈસા આપવામાં આવી રહ્યા છે. તેને જેટલી ફી મળી રહી છે તે સાઉથ ફિલ્મોની કોઇ પણ અભિનેત્રીને આજ સુધી નથી મળી.

અનુષ્કા શેટ્ટી, સામંથા અક્કેનિની અને પૂજા હેગડે જેવી સાઉથની ટોપ અભિનેત્રીઓને પણ આટલી ફી નથી મળી જેટલી આલિયા ભટ્ટને આરઆરઆર ફિલ્મ માટે મળી રહી છે. આલિયા માટે આ એક નવું લક્ષ્ય બની શકે છે. બોલિવૂડમાં તો તેનો ફેન બેઝ ખૂબ મોટો છે, પરંતુ હવે સાઉથની ફિલ્મોમાં આવ્યા પછી આ ઇન્ડસ્ટ્રીનો ફેન બેઝ પણ આલિયાનો ફેન બની જશે. આ રીતે તેની ફેન ફોલોઇંગમાં પણ ઘણો વધારો થશે.

ચાલો હવે તમને જણાવીએ કે એસ.એસ.રાજામૌલીની આરઆરઆર ફિલ્મમાં આલિયા ભટ્ટને કેટલી ફી મળી છે. જો સૂત્રોની વાત માનીએ તો આલિયા ભટ્ટને આ ફિલ્મમાં સીતાની ભૂમિકા માટે પૂરા 6 કરોડ રૂપિયા મળ્યા છે. આવી સ્થિતિમાં હવે તે જોવાનું રહેશે કે તે ફિલ્મમાં સીતાની ભૂમિકા કેટલી સારી રીતે નિભાવે છે. આ માટે તમારે 13 ઓક્ટોબર 2021 ની રાજ જોવી પડશે. આ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે.