આલિયા એ નથી નિભાવી કપૂર પરિવારની આ સૌથી મોટી રસમ, શું નારાજ થઈ ગઈ સાસુ નીતૂ કપૂર?

બોલિવુડ

આલિયા અને રણબીર કપૂર એકબીજાના બની ચુક્યા છે. બંનેના લગ્નને ભલે બે દિવસ થઈ ગયા હોય છતાં પણ તેમના લગ્નનો ક્રેઝ હજુ સુધી બનેલો છે. બંનેના ચાહકો તેમના વિશે જાણવા ઈચ્છે છે. ચાહકો બંનેના લગ્નની અન્ય તસવીરો પણ જોવા ઈચ્છે છે. બોલિવૂડના આ લગ્નની ધૂમ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

આલિયાએ તો રણબીરને પોતાનો બનાવી લીધો છે પરંતુ અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે. સાસરિયામાં આવતાની સાથે જ આલિયાએ એક મોટી રસમ નિભાવી નથી. આ રસમ કપૂર પરિવારની સૌથી મોટી રસમ માનવામાં આવે છે. ચાલો જાણીએ તે કઈ રસમ છે જે આલિયાએ નિભાવી નથી અને તેની પાછળનું કારણ શું છે.

14મી એપ્રિલે થયા હતા લગ્ન: રણબીર અને આલિયા એ કપૂર પરિવારના ખાનદાની ઘર ‘વાસ્તુ’ માં 14 એપ્રિલ ના રોજ લગ્ન કર્યા. બંનેએ ખૂબ જ સાદગી સાથે લગ્નની વિધિ કરી. બંને વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સાથે જ આલિયાએ તો વધુ મેકઅપ પણ કર્યો ન હતો, જેની ખૂબ ચર્ચા થઈ રહી હતી. લગ્નમાં બંને તરફથી માત્ર થોડા મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બોલિવૂડના આ લગ્નની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. છેવટે લગ્ન થઈ ગયા અને બંને એકબીજાના બની ગયા. પંજાબી રીતિ-રિવાજથી થયેલા આ લગ્નમાં પરિવારના સભ્યો એ ખૂબ ધૂમ મચાવી. સાથે જ લગ્નમાં ઋષિ કપૂર પણ ફોટો દ્વારા હાજર રહ્યા હતા. નવપરિણીત કપલે તેમના આશીર્વાદ લઈને તેમના નવા જીવનની શરૂઆત કરી હતી.

આ છે તે રસમ જે આલિયા એ નથી નિભાવી: કપૂર પરિવારે આ લગ્ન પહેલા પંજાબી રીતિ-રિવાજ મુજબ કરવાનું નક્કી કર્યું હતું. આ વાત ભટ્ટે પરિવારે સ્વીકારી પણ લીધી અને બંનેના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા. જો કે આ દરમિયાન તમામ રસમ નિભાવામાં આવી પરંતુ આલિયાના કારણે એક રસમ કેંસલ કરવી પડી. આ રસમ કપૂર પરિવારની સૌથી મોટી રસમમાંથી એક છે.

આ રસમને ચૂડા સેરેમની કહેવામાં આવે છે. તેમાં પંજાબી દુલ્હનને પોતાના હાથમાં બંગડી પહેરવાની હોય છે. આલિયાના લગ્નમાં પણ આ રસમ રાખવામાં આવી હતી. પરંતુ પછી તેને કેંસલ કરવી પડી. આલિયાએ આ રસમ નથી નિભાવી. પંજાબી મહેમાનો એ વિચારમાં પડી ગયા હતા કે ચૂડા રસમ શા માટે નિભાવવામાં ન આવી.

આ છે રસમ ન નિભાવવાનું સાચું કારણ: પંજાબીઓની ચૂડા રસમ ખૂબ જ ખાસ હોય છે. નવી દુલ્હન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છતાં પણ આલિયાએ આ રસમ નિભાવી નથી. તેની પાછળનું કારણ હોલીવુડ છે. ખરેખર આલિયા હોલીવુડમાં એક ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તે આ રસમ નિભાવી શકશે નહિં.

રિવાજ મુજબ, જો તમે બંગડી પહેરો છો, તો તમારે 40 દિવસથી 1 વર્ષ સુધી બંગડી કાઢવાની નથી. જો આમ કરવામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે. આલિયાએ હોલીવુડના ગેટઅપમાં તેની બંગડીઓ ઉતારવી પડશે. આ કારણે તેણે આ રસમ નિભાવી નથી અને કપૂર પરિવારે પણ આ રસમ કેંસલ કરી દીધી.