રણબીર માટે ખૂબ જ ખાસ અને લકી છે આલિયાનું મંગલસૂત્ર, જાણો શા માટે થઈ રહી છે તેની ચર્ચા

બોલિવુડ

દરેક જગ્યાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા થઈ રહી છે. પાંચ વર્ષના લાંબા સંબંધ પછી આલિયા અને રણબીરે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નને લઈને છેલ્લા અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી. છેવટે કપલે ગુરુવાર 14 એપ્રિલ ના રોજ મુંબઈમાં લગ્ન કરી લીધા છે.

પંજાબી રીતિ-રિવાજ મુજબ બંનેના લગ્ન રણબીરના મુંબઈમાં પાલી હિલ્સમાં આવેલા ઘર વાસ્તુમાં થયા છે. બંનેએ સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાને પોતાના બનાવી લીધા છે. કપલના લગ્નની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રણબીર કપૂર તો સોશિયલ મીડિયા પર નથી પરંતુ આલિયાએ લગ્નની આઠ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે.

દુલ્હા-દુલ્હન બનેલા રણબીર અને આલિયા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને કપલ પર દરેકની નજર ટકેલી હતી. રણબીર આ ખાસ દિવસે ક્રીમ કલરની શેરવાનીમાં રોયલ લુકમાં જોવા મળ્યો હતો. આ જ રંગનો સેહરા પણ તેના માથા પર સજ્જ હતો.

સાથે જ લગ્ન માટે આલિયાએ સબ્યસાચીની ક્રીમ કલરની સાડી પસંદ કરી હતી. તેણે ક્રીમ કલરની ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળી ઓરેન્જ સાડી પહેરી હતી. પોતાના લુકને અભિનેત્રીએ ડાયમંડ કટ હેવી જ્વેલરી, માથાપટ્ટી વગેરે સાથે કમ્પ્લીટ કર્યો હતો. સાથે જ તેનું મંગલસૂત્ર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

આલિયાના ગળામાં ખૂબ જ ખાસ મંગલસૂત્ર હતું. તેનો સંબંધ રણબીરની લાગણીઓ સાથે પણ જોડાયેલો હતો. ખરેખર તમે ધ્યાનથી જુઓ તો, આલિયાના ગળામાં જે મંગલસૂત્ર જોવા મળી રહ્યું છે તેના પેન્ડેટની પાસે એક ઈનફિનિટી ની ડિઝાઇન છે, જે નંબર 8 ના શેપમાં છે. જણાવી દઈએ કે આઠમો નંબર આલિયાના પતિ રણબીરનો લકી નંબર છે.

આલિયાએ જે મંગલસૂત્ર પહેર્યું છે તે સોનાની ચેનથી બનેલું છે. મંગલસૂત્ર કાળા મોતી અને ટીયર ડ્રોપ શેપમાં ડાયમંડ પેંડેંટ સાથે બનાવવામાં આવ્યું છે. આલિયાએ આ દરમિયાન રણબીર માટે પણ પ્રેમ દર્શાવ્યો હતો. જણાવી દઈએ કે રણબીરને 8 નંબર ખૂબ જ પસંદ છે. તે તેને પોતાના માટે ખૂબ જ લકી માને છે.

આલિયાએ શેર કરી તસવીરો, લખી આ ખાસ નોટ: લગ્ન પછી આલિયાએ લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના લાખો ચાહકો સાથે શેર કરી છે. આલિયાએ પોતાના અને રણબીરના હવાલે એક નોટ પણ લખી છે. કેપ્શનમાં, અભિનેત્રીએ લખ્યું છે કે, “આજે, અમારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘર પર… અમારી મનપસંદ જગ્યા પર, જે બાલ્કનીમાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ પસાર કર્યા છે, અમે લગ્ન કરી લીધા”.

“અમારી પાછળ પહેલાથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી… યાદો જે પ્રેમ, હાસ્ય, હૂંફાળું મૌન, મૂવી નાઇટ, મૂર્ખતાપૂર્ણ ઝઘડા, વાઇન આનંદ અને ચાઇનીઝ બાઇટ્સથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન તમામ પ્રેમ અને પ્રકાશ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે. પ્રેમ, રણબીર અને આલિયા.”