આલિયાની મહેંદી ડિઝાઇનમાં 8 નંબર સાથે છે આ ખૂબ જ ખાસ કનેક્શન, જાણો તેના 8 નંબર સાથેના કનેક્શન વિશે

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ અવેઈટેડ વેડિંગ એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની રાહ હવે સમાપ્ત થઈ ચુકી છે અને આ કપલની પ્રી વેડિંગ સેરેમની પરિવાર અને મિત્રોની હાજરીમાં 13 એપ્રિલ ના રોજ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 13મી એપ્રિલ 2022ના રોજ ગણેશ પૂજા પૂર્ણ થયા પછી બપોરે 2 વાગ્યાથી આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહેંદી સેરેમની દરમિયાન આલિયા ભટ્ટે પોતાના હાથમાં રણબીર કપૂરના નામની મહેંદી લગાવી. જો કે હજુ સુધી આલિયા ભટ્ટની મહેંદી સેરેમની ની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી નથી.

સાથે જ આલિયા ભટ્ટની બહેન પૂજા ભટ્ટે પણ પોતાના હાથમાં મહેંદી લગાવીને આ વાતની હિંટ આપી છે કે આલિયા ભટ્ટની મહેંદી સેરેમની ખૂબ જ ધામધૂમથી સમાપ્ત થઈ ચુકી છે. આલિયા ભટ્ટ અને રણબીરની મહેંદી સેરેમનીમાં કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો શામેલ થયા હતા. સાથે જ આલિયા ભટ્ટની મહેંદી ડિઝાઇનની કેટલીક વિગતો પણ સામે આવી ચુકી છે, જેના વિશે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

આલિયાની મહેંદીની ખાસ ડિઝાઇન: મીડિયા રિપોર્ટ્સ મુજબ આલિયા ભટ્ટના હાથમાં સજેલી ઓર્ગેનિક મહેંદીનું 8 નંબર સાથે ખૂબ જ ખાસ કનેક્શન છે. સૂત્રોના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટે પોતાની મહેંદી આર્ટિસ્ટ ને પોતાની મહેંદી ડિઝાઇન માટે કેટલીક ખાસ ઈંસ્ટ્રક્શન આપી હતી. આલિયા ભટ્ટના જણાવ્યા મુજબ તેની મહેંદીમાં ઈનફિનિટી ડિઝાઇન હશે જે નંબર 8 હશે.

આ 8 નંબરને પોતાની મહેંદી ડિઝાઈનમાં આલિયા એ યોગ્ય જગ્યા પર અને ખૂબ જ સુંદર રીતે ડિઝાઈન કરાવ્યો છે. આલિયાની મહેંદીમાં 8 નંબર નું ખૂબ જ ખાસ કનેક્શન છે અને કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે 8 નંબર રણબીર કપૂરનો સૌથી લકી નંબર છે અને આ કારણે આલિયા ભટ્ટે આ નંબરને પોતાની મહેંદીમાં સૌથી વિશેષ મહત્વ આપ્યું છે.

મહેંદી સેરેમનીમાં ખાસ ડેકોરેશન: આલિયા ભટ્ટનું મહેંદી ફંક્શન ખૂબ જ ધામધૂમ ઉકરવામાં આવ્યું છે અને લોકગીતો વચ્ચે મહેંદી ફંક્શનમાં પંજાબી ટ્રેડિશનલ અને બોલિવૂડ મિક્સ ગીતો પણ વગાડવામાં આવ્યા હતા. મહેંદી સેરેમનીમાં કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર શામેલ થયો અને પરિવારના તમામ સભ્યો ઉપરાંત કરણ જોહર, અયાન મુખર્જી, આરતી શેટ્ટી જેવી ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા.

આલિયા ભટ્ટના મહેંદી ફંક્શનનું ડેકોરેશન પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને મહેંદી સેરેમની માટે લાલ અને પીળા મેરીગોલ્ડના ફૂલોથી ખૂબ જ સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. સાથે જ મહેંદી સેરેમની પૂર્ણ થયા પછી, ગણેશ પૂજાનો પ્રસાદ તમામ લોકોમાં વહેંચવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીના હોસ્ટ કરણ જોહર બન્યા હતા અને તે આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં ખૂબ જ ઈમોશનલ પણ થઈ ગયા હતા.

નોંધપાત્ર છે કે આલિયા ભટ્ટની મહેંદી સેરેમની 13 એપ્રિલે કરવામાં આવી અને ત્યાર પછી આ કપલની સંગીત સેરેમનીનું આયોજન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે એટલે કે 14 એપ્રિલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને સાથે જ લગ્ન પછી હોટલ તાજમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનું ગ્રેંડ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.