પહેલી વખત રસોડામાં રસોઈ બનાવતા જોવા મળી આલિયા ભટ્ટ, શાક કાપતા પણ ન આવડ્યું, જુવો આ મજેદાર વીડિયો

બોલિવુડ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકબીજાના બની ગયા છે. 14 એપ્રિલના રોજ, બંને લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયા અને સાત જન્મો માટે એક થઈ ગયા છે. આલિયા અને રણબીરના લગ્નની તેમના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. છેવટે, બંનેએ ચાહકોનું દિલ પણ તોડ્યું નહીં અને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા.

લગ્ન પછી આ બંનેની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરો તેમના લગ્ન સાથે જોડાયેલી છે તો કેટલીક તેમના રિસેપ્શનની તસવીરો પણ છે. સાથે જ કેટલાક જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાંથી એક વિડિયો છે જેમાં આલિયા રસોઈ બનાવતા જોવા મળી રહી છે.

2 વર્ષ જૂનો વિડિયો: પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો ભાગ બની ચુકી છે. તેને નીતુ સિંહ પોતાની વહુ બનાવીને લઈ આવી છે. આ કારણે આલિયા અત્યારે પણ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં તેની કામ પર પરત ફરવાની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તે મંગલસૂત્ર વગર જોવા મળી તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

આલિયા સાથે જોડાયેલા કેટલાક જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે. તેમાંથી એક 2 વર્ષ જૂનો વીડિયો પણ છે જેમાં આલિયા રસોડામાં જોવા મળી રહી છે. તે આ વીડિયોમાં શાક બનાવી રહી છે. તેણે પહેલી વખત તોરઈના શાક પર હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શાકભાજી કાપતા પણ ન આવડ્યું: આ વીડિયોમાં આલિયા એકલી નથી. પરંતુ તેને શાક બનાવવામાં મદદ કરવા માટે શેફ દિલીપ પંડિત પણ હતા. આલિયાએ આ દરમિયાન ઝુકિની એટલે કે તોરઈનું શાક બનાવવાનું નક્કી કર્યું. તેણે તેને દક્ષિણ ભારતીય સ્ટાઈલમાં બનાવવાનું વિચાર્યું. તેના માટે તેણે શેફ દિલીપની મદદ લીધી. તે તેના પર્સનલ શેફ છે.

સૌથી મજેદાર વાત એ છે કે આલિયાને ખબર ન હતી કે શાહ કેવી રીતે કાપવું. તે વારંવાર શેફને આ વિશે પૂછતી રહી કે તેને કેવી રીતે કાપવું. ત્યાર પછી શેફની મદદથી શાક કાપે છે. છેલ્લે સેફને પૂછવામાં આવે છે કે શાક કેવું બન્યું તો તે કહે છે કે શાક સારું બન્યું છે.

ખૂબ જ સિમ્પલ ફૂડ ખાય છે આલિયા: આલિયા ભટ્ટ પોતાના ડાયટને લઈને ખૂબ જ સાવચેત રહે છે. તે ખૂબ જ સિમ્પલ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેના આસિસ્ટન્ટે આલિયાના ડાયટ વિશે જણાવ્યું હતું. કેરલે કહ્યું હતું કે તે દાળ-ભાત અને તડકા દહીં ભાત ખાવાનું પસંદ છે. તે વધુ મસાલેદાર ફૂડ ખાવાથી દૂર રહે છે. એટલા માટે તે સ્લિમ પણ દેખાય છે.

જોકે આલિયા હવે કપૂર પરિવારની વહુ બની ગઈ છે. કપૂર પરિવાર ખાવા-પીવાનો ખૂબ શોખીન છે આ વાત દરેક જાણે છે. આવી સ્થિતિમાં તેને પોતાના ડાયટ માટે વધુ હોશિયાર રહેવાની જરૂર પડશે. હાલમાં તો લગ્ન પછી આલિયા અને રણબીર બંને કામમાં વ્યસ્ત થઈ ગયા છે. રણબીર ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ કરી રહ્યા છે. તો આલિયા પાસે પોતાના મોટા પ્રોજેક્ટ્સ છે.