બોલાડી પર લૂટાવ્યો પ્રેમ, ડાયમંડ રિંગની બતાવી ઝલક, જુવો આલિયા એ શેર કરેલી લગ્નની કેટલીક અનસીન તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના બે પ્રખ્યાત કલાકારો, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. 13 એપ્રિલે બંનેની સગાઈ હતી અને 14 એપ્રિલે બંનેએ લગ્ન કર્યા હતા. રણબીર અને આલિયાના લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો અને સંબંધીઓ વચ્ચે થયા હતા.

રણબીર અને આલિયાએ પોતાના લગ્ન ખૂબ જ ખાનગી રાખ્યા હતા. કપલ એ ખૂબ ઓછા મહેમાનોની વચ્ચે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. કપલના લગ્નની ચર્ચા ઘણા દિવસો પહેલાથી થઈ રહી હતી, જ્યારે હવે લગ્નના ઘણા દિવસો પછી પણ બંને સતત ચર્ચામાં છે.

આલિયા અને રણબીરના લગ્નની દરેક આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ કપલના લગ્નથી માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ જ ખુશ છે. બંને પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને છેવટે તાજેતરમાં જ બંને પ્રેમી-પ્રેમિકાથી પતિ પત્ની બની ગયા.

રણબીર કપૂર તો સોશિયલ મીડિયા પર નથી, જોકે લગ્નના બંધનમાં બંધાયા પછી આલિયાએ લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને પોતાની આ ખુશીને પોતાના ચાહકો સાથે શેર કરી હતી, જ્યારે હવે લગ્નના થોડા દિવસો પછી ફરીથી આલિયાએ લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે.

નવી તસવીરોમાં આલિયા ભટ્ટ પોતાની ડાયમંડ રિંગ બતાવતા જોવા મળી રહી છે. આલિયાએ તાજેતરમાં જ કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કુલ ત્રણ તસવીરો શેર કરી છે. તેમાં, તે પહેલી તસવીરમાં પોતાની બિલાડી સાથે જોવા મળી રહી છે. આલિયાના ખોળામાં તેની બિલાડી બેઠી છે. તસવીરો શેર કરવાની સાથે આલિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘સમ્માન કી બિલ્લી.’

સાથે જ બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે આલિયા ભટ્ટ પોતાની ડાયમંડ રિંગ બતાવી રહી છે. આ દરમિયાન તેના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે. તેની ડાયમંડ રીંગની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ પોતાના બંને હાથ કેમેરાની સામે જ રાખ્યા હતા.

સાથે જ ત્રીજી તસવીરમાં દુલ્હન બનેલી આલિયા બેઠેલી જોવા મળી રહી છે. આલિયાની આ સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં આલિયાની આ પોસ્ટને 36 લાખથી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. સાથે જ ચાહકો તેના પર ખૂબ કમેંટ્સ પણ કરી રહ્યા છે.

આલિયાની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેની ખાસ મિત્ર અનુષ્કા રંજને લખ્યું છે કે, ‘એન્જલ ગર્લ’. સાથે જ આલિયાની નણંદ અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ લખ્યું છે કે, ‘મારી સૌથી સુંદર છોકરી’. અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કમેંટ કરી છે કે, “ખૂબ જ ખૂબ જ ખૂબ જ સુંદર.” સાથે જ રણબીરની માતા, આલિયાની સાસુ અને લોકપ્રિય અભિનેત્રી નીતુ કપૂરે હાર્ટ ઇમોજી કમેંટ કર્યું છે. આલિયાની માતા અને અભિનેત્રી સોની રાઝદાને કમેંટ કરતા લખ્યું છે કે, “સૌથી સુંદર અને રંગ પણ સમન્વિત”.

એક યુઝરે કમેંટ કરતા બિલાડી અને આલિયા વિશે લખ્યું છે કે, “બે સુંદર સુંદરીઓ”. આગળ એક યુઝરે લખ્યું છે કે, “ડિવાઈન”. એક યુઝરે આલિયાને ‘એન્જલ’ જણાવી. સાથે જ ઘણા ચાહકો એ હાર્ટ ઈમોજી તો ઘણા ચાહકો એ ફાયર ઈમોજી કમેંટ કર્યું છે.

કામ પર પરત ફર્યા આલિયા-રણબીર: લગ્નના થોડા દિવસો પછી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના કામ પર પરત ફર્યા છે. આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઈને ચર્ચામાં છે.