ભારત નહિં આ દેશની નાગરિક છે આલિયા ભટ્ટ, પોતાની નાગરિકતા પર આપી ચુકી છે આવું નિવેદન

બોલિવુડ

છેલ્લા કેટલાક દિવસોથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચાર હેડલાઇન્સમાં છે. બંનેના લગ્નની તૈયારીઓ ચરમસીમા પર છે. ટૂંક સમયમાં પ્રેમી-પ્રેમિકામાંથી આલિયા અને રણબીર પતિ-પત્ની બની જશે. જણાવી દઈએ કે હિન્દી સિનેમાના આ પ્રખ્યાત કલાકારોના લગ્ન આવતા અઠવાડિયે થવા જઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. બંને મુંબઈમાં જ લગ્ન કરશે. કપલ લાંબા સમયથી પોતાના લગ્નની રાહ જોઈ રહી છે, જોકે કોરોના મહામારીને કારણે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. છેવટે હવે બંને એકબીજાના બનવા જઈ રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને હિન્દી સિનેમાના લોકપ્રિય કલાકારો છે. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે બંને ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યાં રણબીર દિવંગત અને દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂર અને પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂરના પુત્ર છે, તો આલિયા લોકપ્રિય ડિરેક્ટર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે.

29 વર્ષની આલિયા અને 39 વર્ષના રણબીરના લગ્ન માટે બંનેના ચાહકો પણ આતુર જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં બોલિવૂડને અન્ય એક સુંદર અને પ્રખ્યાત કપલ ​​મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં આલિયા ભટ્ટ કપૂર પરિવારની વહુ બની જશે, જોકે આલિયા હિન્દુસ્તાની નથી. આ સાંભળીને તમને પણ ઝટકો લાગી જશે.

ખરેખર વાત એ છે કે આલિયા ભટ્ટ પાસે ભારતીય નાગરિકતા નથી. હિન્દી સિનેમાની આટલી મોટી સ્ટાર આલિયાને લાખો અને કરોડો ભારતીયો પ્રેમ કરે છે, જોકે તે ભારતીય નથી પરંતુ વિદેશી છે. કારણ કે તેની પાસે વિદેશની નાગરિકતા છે. આલિયા પાસે ભારતીય નાગરિકતા નથી.

29 વર્ષની આલિયાનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયો હતો. જોકે તેની પાસે ભારતીય નાગરિકતા નથી પરંતુ તેની પાસે બ્રિટિશ નાગરિકતા છે. આ કારણે આલિયા ભારતમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન પણ કરી શકતી નથી. એકવાર તેણે પોતાની નાગરિકતા વિશે કહ્યું હતું કે, “દુર્ભાગ્યે હું મતદાન કરી શકતી નથી કારણ કે મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. આગામી વખતે ચૂંટણીમાં હું મતદાન કરવાનો પ્રયત્ન કરીશ જ્યારે મને બંને નાગરિકતા મળી જશે.

આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં કરી હતી અને 10 વર્ષની અંદર જ તે બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી બની ચુકી છે. આલિયા ભટ્ટ આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તે પોતાની નાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી ચુકી છે.