પોતાની દીદીના ખોળામાં બેઠેલી આ નાની છોકરી આજે બની ચુકી છે બોલીવુડની ટોપ અભિનેત્રી, જાણો કોણ છે તે અભિનેત્રી

બોલિવુડ

જો આપણને ફિલ્મો જોવાનો થોડો પણ શોખ છે તો બોલીવુડના સ્ટાર્સની એક ઝલકમાં જ આપણે તેમને ઓળખી લઈએ છીએ. જો કે, જો અમે કહીએ કે શું તેમના બાળપણની તસવીર જોયા પછી પણ તમે તેમને ઓળખવાની ચેલેંજ લઈ શકો છો, તો તમે ભાગ્યે જ હા કહેશો. હવે આ નાનકડી ક્યૂટ બાળકીને જ લઈ લો. કેવી રીતે પોતાની દીદીના ખોળામાં સફેદ કુર્તા-પાયજામામાં બેઠેલી જોવા મળી રહી છે. તમે જાણતા નહિં હોય કે આ બાળકી હવે બોલીવુડની ટોપ અભિનેત્રી બની ચુકી છે. શું તમે જાણો છો કે આ કોણ છે? ચાલો અમે તમને આ માહિતી આપીએ.

આ છે તે નાની ક્યૂટ બાળકી: પોતાની બહેનના ખોળામાં બેઠેલી આ બાળકી કોઈ અન્ય નહીં પરંતુ આલિયા ભટ્ટ છે, જેણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા છે. હા, આલિયા ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી બની ચુકી છે અને તેના નામે ઘણી હિટ ફિલ્મો છે.

આલિયા જેટલી સુંદર દેખાય છે, તેટલી જ નિર્દોષ તે બાળપણમાં પણ દેખાતી હતી. તેના બાળપણની આ તસવીર આ વાતના પુરાવા છે. બાળપણમાં જે બહેનના ખોળામાં તે બેઠી છે, તેનું નામ શાહીન છે, જે તેની સગી બહેન છે.

28 વર્ષની છે અભિનેત્રી આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ 28 વર્ષની છે. તેનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આટલી નાની ઉંમરમાં જ આલિયાએ ફિલ્મી દુનિયામાં તેસ્થાન મેળવ્યું છે, જેના માટે છોકરીઓ તરસે છે. જોકે તેમાં તેના પિતા મહેશ ભટ્ટનો પણ હાથ છે. તેમના કારણે જ આલિયાને બ્રેક મળ્યો હતો.

ત્યાર પછી આલિયાએ પોતાની બેજોડ એક્ટિંગના આધારે પાછળ વળીને નથી જોયું. આલિયાની માતા પણ પ્રખ્યાત અભિનેત્રી સોની રાઝદાન છે. આલિયાને તેણે ઉછેરીને મોટી કરી છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આલિયા પાસે ભારતની નહીં બ્રિટનની નાગરિકતા છે.

રણવીર કપૂર સાથે ચાલી રહ્યું છે અફેર: આલિયા ભટ્ટનું અફેર આ દિવસોમાં રણવીર કપૂર સાથે ચાલી રહ્યું છે. તે પોતે પણ પ્રખ્યાત અભિનેતા છે. બંનેના લગ્નના સમાચાર પણ સોશિયલ મીડિયા પર સામાન્ય થઈ ગયા છે. જોકે, હજુ સુધી તેની ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી. તેમના પિતા મહેશ ભટ્ટે બીજા લગ્ન સોની રાઝદાન સાથે કર્યા હતા. આલિયાને બે સાવકા ભાઈ-બહેન પણ છે. તેમના નામ પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ છે.

ઘણી મોટી ફિલ્મોમાં મળશે જોવા: આલિયા ભટ્ટે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી કરી હતી. આ ફિલ્મ કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. ત્યાર પછી તેણે હાઈવે ફિલ્મમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા હતા. સાથે જ તેણે ઘણા મોટા અભિનેતાઓ અને ડાયરેક્ટર સાથે પણ કામ કર્યું છે.

હવે તેની ઘણી મોટી ફિલ્મો પણ આવવાની છે. તેમાં ફિલ્મ RRR સૌથી મોટા બજેટની છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ તેની એક અન્ય ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડ પણ રિલીઝ થવાની છે. બદ્રી કી દુલ્હનિયા, રાઝી અને ગલી બોય જેવી ફિલ્મોએ આલિયાને બોલિવૂડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં સ્થાન અપાવ્યું છે. આલિયાએ ગંગુબાઈ ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.