સાસરિયે પહોંચતા જ વહૂ આલિયાને મળ્યા આ ગુડ ન્યૂઝ, તેને જાણતાની સાથે જ ખુશીથી ઉછળી પડી સાસુ નીતૂ કપૂર

બોલિવુડ

હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારની વહુ બની ચુકી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ચુક્યા છે. 14 એપ્રિલના રોજ થયેલા આ લગ્નની અત્યાર સુધી બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે. ક્યારેક સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો જોવા મળે છે, તો ક્યારેક કોઈ તસવીર જોવા મળે છે.

આલિયા ભટ્ટ પણ લગ્ન પછી તેના સાસરે આવી ચુકી છે. તેને સાસુ નીતુ કપૂર સંપૂર્ણ સન્માન આપી રહી છે. સાથે જ આલિયા પણ તેની સાસુને ખુશ કરવાની કોઈ તક છોડી રહી નથી. સાસરે પહોંચતા જ આલિયાને એવા ગુડ ન્યૂઝ મળ્યા છે, જેને જાણીને સાસુ નીતૂ ખુશીથી ઉછળી પડી છે. ચાલો જાણીએ તે ગુડ ન્યૂઝ વિશે.

સાસરિયામાં દિલ જીતવાનો પ્રયત્ન: રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. ત્યાર પછી 16 એપ્રિલે રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી. તેમાં તમામ મોટા-મોટા લોકો શામેલ થયા હતા. આલિયા તેના સાસરે પણ આવી ગઈ છે. અહીં તે દરેકનું દિલ જીતવાનો પ્રયત્ન પણ કરી રહી છે. સાથે જ સાસુ નીતૂ કપૂર પણ પુત્રવધૂને અપનાવી ચુકી છે. તેણે તો પહેલાથી જ કહી દીધું હતું કે હવે ઘર પર વહૂનું ચાલશે.

જો કે રણબીર અને આલિયા કામના કારણે તેમના હનીમૂનનું પણ પ્લાનિંગ કરી શક્યા નહિં. બંનેનું શૂટિંગ શરૂ છે. રણબીર તો લગ્નના એક અઠવાડિયા પછી જ મનાલી ચાલ્યા ગયા હતા. સાથે જ આલિયા પણ મુંબઈમાં શૂટિંગ કરતા જોવા મળી હતી. તેણે મંગલસૂત્ર પહેર્યું ન હતું, સોશિયલ મીડિયા પર આ વાતનો મુદ્દો પણ બન્યો હતો. લોકોને તેની સ્ટાઈલ પસંદ આવી ન હતી.

જાણો આલિયાને મળ્યા ક્યા ગુડ ન્યૂઝ: આલિયા ભટ્ટ માટે રણબીર કપૂર અને સાસરિયું ખૂબ જ લકી સાબિત થઈ રહ્યું છે. આ કારણથી સાસરિયે પહોંચતા જ તેને મોટા ગુડ ન્યૂઝ મળ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વિદેશી સુપરસ્ટાર્સને પાછળ છોડી દીધા છે. હા, માત્ર 10 વર્ષની કારકિર્દીમાં આલિયાએ દુનિયાના ટોપ 5 સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સર્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આટલું જ નહીં આલિયા ભટ્ટે હોલિવૂડની પ્રખ્યાત સિંગર જેનિફર લોપેઝને પણ પાછળ છોડી દીધી છે. આ લિસ્ટમાં તે ચોથા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે લોપેઝ હવે 5માં સ્થાને છે. અમેરિકન અભિનેત્રી અને સિંગર ઝેન્ડાયા આ લિસ્ટમાં ટોપ પર છે. બીજા નંબર પર ડોમ હોલેન્ડ અને ત્રીજા નંબર પર અભિનેતા વિલ સ્મિથ છે.

આ લિસ્ટમાં સમગ્ર એશિયામાંથી એકમાત્ર અભિનેત્રી: આલિયાને આ સારા સમાચાર માત્ર ભારતના કારણે જ નથી મળ્યા. તે પૂરા એશિયામાંથી આ લિસ્ટમાં જગ્યા બનાવનાર એકમાત્ર અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે આલિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટા પર લગભગ 64 મિલિયન ફોલોઅર્સ છે જેઓ તેની પોસ્ટની રાહ જુવે છે. આલિયા પણ અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ તેણે પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હસબન્ડ સાથે પણ એક્ટિંગ કરતા જોવા મળશે. તે ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં એક્ટિંગ કરતા જોવા મળશે.